Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका
• પ્રસ્તાવના :
29
નયલતામાં અન્યદર્શનમાં પણ આ લબ્ધિઓથી સાવધાન કરનારા વિધાનો દર્શાવ્યા છે. જે ખરેખર નેત્રદીપક છે. જેમ કે રામગીતામાં કહ્યું છે કે “મોક્ષના ઘણા પ્રતિબંધક છે પણ અણિમા આદિ સિદ્ધિ જેવા પ્રતિબંધક બીજા કોઈ નથી.”
એક વાત નક્કી છે કે જેમ જેમ આત્મવિકાસ થતો જાય તેમ તેમ શક્તિઓ વધતી જાય. આ શક્તિઓનું પાચન થવું અત્યંત આવશ્યક છે. નહીંતર તે સિદ્ધિ જીવમાં અહંકાર કે આસક્તિ પેદા કરવા દ્વારા મારક બને. પ્રમાદી જીવ પ્રાપ્ત શક્તિનો દુરુપયોગ પણ કરી બેસે. આથી મહાપુરુષોએ ચેતવતાં કહ્યું છે કે જ્ઞાનની પરીક્ષા નિરભિમાન દશામાં છે, તપની પરીક્ષા પારણામાં છે, સાધુતાની પરીક્ષા દેવલોકમાં છે અને ધ્યાનની પરીક્ષા નિર્દભતામાં છે.
શાસ્ત્રમાં વૈરાગ્ય બે પ્રકારનો વર્ણવેલો છે. (૧) વિષયવૈરાગ્ય - ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષમાં અનુભવાતા શબ્દાદિ વિષયો પ્રત્યેનો વૈરાગ્ય. (૨) ગુણવૈરાગ્ય :- વિષયવૈરાગ્ય દ્વારા જે આત્મવિકાસ શરૂ થયો છે એમાં આગળ જતાં જે લબ્ધિ આદિ ગુણો પ્રાપ્ત થાય છે તેના પ્રત્યેનો વૈરાગ્ય. પહેલાં નંબરનો વૈરાગ્ય નિમ્ન કક્ષાનો છે. જ્યારે બીજા નંબરનો વૈરાગ્ય શ્રેષ્ઠ પ્રકારનો કહેલો છે. કારણ કે પૂર્વોક્ત રીતે આત્મવિકાસ થયા બાદ પણ ત્યાંથી પતન પામવામાં નિમિત્ત બને છે લબ્ધિઓની પ્રાપ્તિથી પ્રગટેલ અહંકાર.
છતાં ય જે સ્વરૂપરમણતાના આનંદને અનુભવનાર હોય તથા મોક્ષરૂપી પરમાનંદથી ઓછું જેને કાંઈ ખપતું નથી એવા મહાત્માને તો, ખેડૂતને અનાજ પકવતાં પ્રાપ્ત થયેલ ઘાસની જેમ, આ લબ્ધિઓનો સહેજે મદ થતો નથી. જ્યારે મોક્ષની ઈચ્છા છૂટે છે ત્યારે જ મોક્ષ પણ મળે છે. તે મહાત્મા આવી લબ્ધિઓની ઈચ્છા રાખતા નથી પણ તેના પ્રત્યે અત્યંત ઉદાસીન હોય છે. અધ્યાત્મસારમાં આ વાત વૈરાગ્યવિષયાધિકારમાં મહોપાધ્યાયજીએ કહી છેविषयेषु गुणेषु य द्विधा भुवि वैराग्यमिदं प्रवर्तते । अपरं प्रथमं प्रकीर्तितं परमध्यात्मबुधैर्द्वितीयकम् ।।१ ।। विपुलर्द्धिपुलाक-चारण-प्रबलाशीविषमुख्यलब्धयः । न मदाय विरक्तचेतसामनुषड्गोपनताः पलालवत् ।।२।।
પ્રથકારે ૨૬ થી ૩૨ શ્લોકમાં પુનઃ યોગના માહાભ્યનું સુંદર વર્ણન કરીને ૨૬મી બત્રીસીનું સમાપન કરેલું છે.
“નચલતા' ટીકાની કેટલીક લાક્ષણિકતાઓ... " • વૃત્તિકાર મુનિરાજે દરેક બત્રીસીની ટીકાનો પ્રારંભ અને અંત સ્વરચિત નૂતન શ્લોક વડે કરેલો છે.
તેઓશ્રી આ ટીકામાં આ જ ગ્રન્થની અન્ય બત્રીસીઓના પાઠોનો અનેક ઠેકાણે અધ્યેતાના સ્મરણ માટે પૂર્વાપર સંબંધ જણાવ્યો છે. તેઓશ્રીએ ગ્રન્થના ચાલુ વિષયમાં જ અનેક ઠેકાણે પ્રાસંગિક રીતે અન્ય મતનું “તેન” એવા શબ્દપૂર્વક ખંડન કરેલું છે... ક્લેશ પ્રહાણ બત્રીસીના ૨૫મા શ્લોકની ટીકામાં (પૃ.૧૭૪૯) ઉપર તેઓશ્રીએ એક જ મુદ્દા ઉપર ૪-૪ મતનું નિરાકરણ કરેલું છે જે તેઓશ્રીની વિશિષ્ટ પ્રતિભાને અછતી રહેવા દેતું નથી. તેઓશ્રીએ કઠણ જણાતા ભાગની ખાસ સ્પષ્ટતા કરેલી છે. ભણનારને રહી જવા સંભવિત સંદિગ્ધતા પણ ગુજરાતી વિભાગ દ્વારા નિર્મુળ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org