Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
30 પ્રસ્તાવના :
द्वात्रिंशिका • અધ્યેતાને સંદેહ પેદા કરે એવા સ્થળોની ખાસ સ્પષ્ટતા કરી છે. જેમકે, ૨૩મી બત્રીસીમાં કપિલાદિ
મુનિના સર્વજ્ઞપણાના વિધાનની સ્પષ્ટતા.. સ્થિરા દૃષ્ટિમાં શંકાદિ અતિચારથી બોધ નાશ ન પામે
ઈત્યાદિ પદાર્થની વિશદતા... • તેઓશ્રીએ નિશ્ચય-વ્યવહારની સમતુલના પણ સુંદર રાખી છે. • દરેક બત્રીસીનો વિષય પૂરો થયા બાદ બત્રીસીનો સ્વાધ્યાય' અને “નોલતાની અનુપ્રેક્ષા' શીર્ષક
હેઠળ સુંદર પ્રશ્નપત્ર રજૂ કરેલું છે. આવા પ્રશ્નપત્ર દ્વારા પરીક્ષા લેવાય તો પદાર્થો વિશેષ રીતે પાકા થાય.
અનેક ઠેકાણે અન્ય મતોનું ખંડન અન્યદર્શનશાસ્ત્રોના પાઠો દ્વારા જ કરેલું છે. • અનેક ઠેકાણે કપિલ, બુદ્ધાદિ અન્ય દર્શનીઓના મતોનો અધિકાશે સમન્વય પણ કરેલો છે. જુદાં
જુદાં નય લગાડીને તેઓના અભિપ્રાયનો સંગ્રહ કરવો તે તેઓશ્રીના સ્યાદ્વાદમૂલક વિશદ બોધ
અને ઉદાર આશયને સૂચવે છે. • તેઓશ્રીની રચેલા “નયેલતા ટીકામાં સૌથી વધુ ધ્યાન ખેંચે એવી વિશેષતા તેઓશ્રીએ આપેલાં
વિવિધ વિષયો ઉપર સ્વ-પરદર્શનશાસ્ત્રોના અનેક સંદર્ભો.. ફકત “ગીતા' નામના ગ્રન્થનો જ વિચાર કરીએ તો તેઓએ મહાવીરગીતા, અગીતા, પ્રેમગીતા, અધ્યાત્મગીતા, દેવગીતા, રામગીતા, કૃષ્ણગીતા, શંભુગીતા, સંન્યાસગીતા, પાંડવગીતા, ગણેશગીતા, અષ્ટાવક્રગીતા, ભગવદ્ગીતા આદિ અનેક ગીતાઓના સંદર્ભો નયેલતા ટીકામાં યથાસ્થાને ભરપૂર રીતે આપેલાં છે. આ રીતે વરાહોપનિષદ્ આદિ ઉપનિષદોની યાદી બનાવવા જઈએ તો કુલ ૧૭૯ ઉપનિષદોના સંદર્ભો નયલતામાં ટાંકેલા છે જે અધ્યેતાવર્ગને બત્રીસીના બીજા ભાગમાં ગ્રંથપ્રારંભપૂર્વે આપેલી નોંધ જોવા દ્વારા ખ્યાલમાં આવી જાય તેમ છે. ૨૩મી બત્રીસીની નલતામાં ઠાલવેલા સાક્ષીપાઠોના મુખ્ય સ્થળરૂપે જોઈએ તો (૧) સેનાપતિમોહ જીવતાં સૈન્યાદિ જીતાય તે બાબતમાં (૨) શીલ વિષયક સંદર્ભો (૩) વાદ-પ્રતિવાદના ત્યાગની બાબતમાં (૪) શાસ્ત્ર જ અતીન્દ્રિય પદાર્થના બોધ માટે આશ્રયણીય (૫) બધાંય ભક્તો એક મુખ્ય દેવને આશ્રિત (૬) નામભેદની નિરર્થકતા સંબંધી (૭) મોક્ષ પરબ્રહ્મ રૂપ હોવાના (૮) અંત દેશનાનું તાત્પર્ય જણાવતાં પાઠો (૯) એકાંત ક્ષણિકતાના વિરોધી બૌદ્ધશાસ્ત્ર-પાઠો.. આદિ તથા ૨૪મી બત્રીસીમાં ય પ્રત્યાહાર, ધારણ, ધ્યાન, સમાધિના સ્વરૂપદર્શક અઢળક પાઠો (૧૦) આત્મા જ્ઞાનસ્વરૂપ પરમજ્યોતિર્મય હોવાની બાબત વગેરેમાં સ્વપરદર્શનના પ્રચુર શાસ્ત્રપાઠો નયલતા વ્યાખ્યામાં દર્શાવેલા છે તે જોતાં સ્પષ્ટપણે ખ્યાલમાં આવે તેમ છે કે સ્વપરદર્શનશાસ્ત્રના સંદર્ભો ટાંકવામાં “નયેલતા'વૃત્તિકારશ્રી એકદમ માહીર છે. આ ઉપરાંત યોગબિંદુ-અધ્યાત્મતત્ત્વાલક-વિશેષાવશ્યકભાષ્ય, શાસ્ત્રવાર્તા સમુચ્ચય આદિ સ્વશાસ્ત્રના ય અગણિત સંદર્ભો ટાંક્યા છે. સ્થિરાદિ યોગદૃષ્ટિના પદાર્થો જેમ યોગદષ્ટિ સમુચ્ચય રૂપ મૂળ ગ્રન્થમાં મળે તે સ્વાભાવિક જ છે પણ “અધ્યાત્મતત્ત્વાલોક'માં ય આ પદાર્થોનો સંગ્રહ કરેલો છે એમ ન લતામાં તારવેલા સંદર્ભો ઉપરથી જાણવા મળે છે. તમામ ગીતાઓ અધ્યાત્મવિષય ઉપર સુંદર પ્રકાશ પાડે છે. વળી, ક્યાંક અષ્ટાંગ યોગ ભિન્ન ક્રમે, કયાંક ષષ્ટાંગ યોગ, કયાંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org