________________
૧૩૮૮
દ્રવ્યાનુયોગ ભાગ-૩
अयसकरा तक्करा भयंकरा “कस्स हरामो” त्ति अज्जदव्वं इइ सामत्थं करेंति गुज्झं,
बहुयस्स जणस्स कज्जकरणेसु विग्घकरा, मत्त-पमत्त-पसुत्त-वीसत्थ-छिद्दघाई.
वसणब्भुदएसु हरणबुद्धी,
જેમની અપકીર્તિ ફેલાય છે, જેમના નામ માત્રથી ભય પેદા થાય છે, એવા તે ચોર આજે ક્યા ધનિકનું ધન હરી લેવું જોઈએ.’ એ પ્રકારની ગુપ્ત વિચારણા કર્યા કરે છે. અનેક માણસોનાં કાર્યોમાં તેઓ વિઘ્નકર્તા થયા કરે છે. મત્ત (નશા) તથા પ્રમત્ત બનેલા લોકોને, ઊંઘતા લોકોને, વિશ્વાસ મૂકનારને તેઓના ધનનું રહસ્ય જાણીને મારી નાખે છે. તે સંકટ-વિપત્તિ અને વિવાહ આદિ મહોત્સવનો પ્રસંગે ચોરી કરવાની બુદ્ધિવાળા હોય છે. જેમ વરુ (ભડિયા)લોહી ચૂસવાને તત્પર હોય છે તેમ ચોર પણ લોહી ચૂસવા માટે તત્પર થઈ સર્વત્ર ભ્રમણ કરે છે. રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાવાળા, સજ્જનોની નિંદા કરવામાં મજા આવે છે તેમ પાપકૃત્યો કરનારા ચોરો અશુભ ભાવથી યુક્ત હોવાનાં કારણે દુ:ખો ભોગવ્યા કરે છે. તેમનું મન સદા વ્યાકુળ દુઃખમય અને સંતાપથી યુક્ત રહે છે. બીજાનું દ્રવ્ય હરણ કરવાની ઈચ્છા રહે છે. તે આ ભવમાં અનેક દુઃખોને અનુભવતા ભ્રમણ કરે છે.
विगब्ब रूहिरमहिया परंति,
नरवइमज्जायमइक्वंता सज्जण-जण-दुगंछिया, सकम्मे हिं पावकम्मकारी असुभपरिणया य दुक्ख-भागी,
निच्चाविल-दुहमनिबुइमणा इह लोगे चेव किलिस्संता परदव्वहरा नरा वसणसयसमावन्ना।
- પટ્ટ. મા. ૩, સુ. ૬૮-૭ ૦ ३७. अदिण्णादाणस्स दुष्परिणाम
तहेव केइ परस्स दवं गवेसमाणा गहिया य हया य बद्धरुद्धा य तुरियं अइ घाडिया पुरवरं समप्पिया,
चोरग्गह-चार-भड-चाडुकराणं तेहि य कप्पडप्पहारनिद्दय-आरक्खिय-खर-फरूस-वयण तज्जण-गलच्छल्लुछल्लणाहिं विमणा,
૩૭. અદત્તાદાનનાં દુષ્પરિણામ :
કેટલાક લોકો પારકાનાં દ્રવ્યને ચોરવાની શોધમાં ફરતા રાજપુરુષો દ્વારા પકડાય જાય છે તેને દંડા વગેરેથી મારે છે, દોરડા વડે બાંધે છે, કેદખાનામાં કેદ કરાય છે અને આખા શહેરમાં ફેરવાય છે. ત્યારબાદ તે રાજપુરુષો તેને ગુપ્તચરોને સોંપી દે છે. તે ચોરોને પકડવાવાળા ગુપ્તચરો કોરડા વડે ફટકારે છે, અતિશય નિષ્ફર તથા અતિશય કડવા વચનો સંભળાવે છે. ગળું પકડીને દબાવે છે. અપમાનજનક ક્રિયાથી તે ચોરનું ચિત્ત ખિન્ન થઈ જાય છે. ત્યારે તેમને તે લોકો નરકાગાર સમાન કારાગૃહમાં પૂરી દે છે. ત્યાં પણ તે કોટવાલો દ્વારા વિવિધ પ્રકારનાં પ્રહારો, અનેક પ્રકારની યાતનાઓ, તર્જનાઓ, કટુવચનોથી ભયભીત થઈને દુઃખને સહન કરે છે. તેના વસ્ત્રોને છીનવી લે છે, ત્યાંના મેલા-ઘેલા ફાટેલા વસ્ત્રો પહેરવા આપે છે. વારંવાર લાંચ-રિશ્વત માંગવામાં તત્પર કોટવાલ વિવિધ પ્રકારનાં બંધનોથી તે ચોરોએ બાંધે છે.
चारगवसहिं पवेसिया निरय वसहि सरिसं ।
तत्थवि गोमिय-प्पहार-दूमण-निब्भच्छण-कडुयवयणभेसणग भयाभिभूया, अक्खित्तनियंसणामलिण डंडिखंडનિવસTT, ૩ોડા,
लंच-पास-मग्गण परायणे हिं दुक्खसमुदीरणे हिं गोम्मियभडेहिं विविहेहिं बंधणेहिं बझंति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org