________________
૧૯૦૬
કોઈપણ રીતે જઈ ન શકે. સમાન ઋધ્ધિવાળા (સમર્ક્ટિક) દેવ સમર્દિક દેવોના વચ્ચેથી તે પ્રમત્ત થાય તો જ જઈ શકે છે અન્યથા જઈ ન શકે. તે પોતાના સમાન ઋધ્ધિવાળા દેવોને પહેલા વિમોહિત કરે છે અને વિમોહિત કર્યા વગર તે તેમની વચ્ચેથી જઈ ન શકે. તે નિયમ બધા દેવોમાં લાગુ પડે છે. બધા એક બીજાની તુલનામાં અલ્પáિક, મહર્દિક કે સમર્ધિક હોય છે. દેવીઓના વચ્ચેથી જ્યારે કોઈ દેવ નીકળે છે તે તેમાં પણ ઉપરનો નિયમ લાગુ પડે છે અર્થાત્ અલ્પÁિક દેવ મહર્વિક દેવીના વચ્ચેથી નીકળી ન શકે, સમશ્ર્વિક દેવ સમર્દિક દેવીના વચ્ચેથી ત્યારે જ નીકળી શકે છે જ્યારે દેવી પ્રમત્ત હોય. મહર્દૂિક દેવ અલ્પáિક દેવીઓની વચ્ચેથી નીકળી શકે છે. આ પ્રમાણે અલ્પશ્ર્વિક દેવી મહર્ષિક દેવોની વચ્ચેથી નીકળી ન શકે વગેરે કથન સ૨ખા છે. અલ્પáિક દેવી મહર્ધિક દેવીઓના વચ્ચેથી નીકળી ન શકે. સમર્દિક દેવીઓની વચ્ચેથી સમર્દિક દેવી તે અપ્રમત્ત હોય તો નીકળી શકે છે તથા મહર્દિક દેવી અલ્પર્ધિક દેવીઓના વચ્ચેથી નીકળી શકે છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રના ચૌદમા શતકમાં સમર્દિક દેવોના સમર્દિક દેવોની વચ્ચેથી નીકળતા પહેલા શસ્ત્ર પ્રહાર કરવાની વાત કહી છે.
એક અપેક્ષાથી દેવ બે પ્રકારના હોય છે- (૧) માયી મિથ્યાદષ્ટિ (૨) અમાયી સમ્યગ્દષ્ટિ. માયી મિથ્યાર્દષ્ટિ ઉપપન્નક દેવ ભાવિતાત્મા અનગારને જોઈને પણ એમને વંદન - નમસ્કાર અને સત્કાર - સન્માન નથી આપતા અને તે ભાવિતાત્મા અનગારના મધ્યથી નીકળીને જાય છે. પરંતુ અમાયી સભ્યષ્ટિ ઉપપન્નક દેવ ભાવિતાત્મા અનગાર ને જોઈ વંદન - નમસ્કાર અને સત્કાર-સન્માન આદિ કરી પર્યુપાસના કરે છે. તે એમના વચ્ચેથી નિકળતા નથી. દેવ પોતાની શક્તિ દ્વારા ચાર - પાંચ દેવાવાસોનાં અંતરોનું ઉલ્લંઘન કરી શકે છે. ત્યારબાદ તે પર શક્તિ દ્વારા
એવું કાર્ય કરે છે.
દેવોની સ્થિતિ, લેશ્યા, યોગ, ઉપયોગ આદિના જાણ માટે તેજ અધ્યયનોની વિષય સામગ્રી દૃષ્ટવ્ય છે. આ અધ્યયનમાં દેવોના સંબંધમાં વિવિધ પ્રકારનું વર્ણન દેવોની વિશેષતાઓને વિશેષ પ્રમાણમાં સ્પષ્ટ કરે છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org