________________
૧૯૭૧
EllisimilyHumilitairwalu.ellihlahallillahtitililtill illillllllllllllllllitishtasatiatithinકા મe==
== Haitializiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii===
=uemain airminantiram
(૧૦) વાણવ્યંતર અને જયોતિષી દેવોનો ઉ૫પાત દશ ભવનપતિના સમાન છે. ખાસ વિશેષતા એ છે કે જ્યોતિષીની ઉત્પત્તિ સમુચ્છિમ અસંખ્યાત વર્ષાયુષ્ક-ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો તથા અંતર્દીપના મનુષ્યોને છોડીને થાય છે.
(૧૧) વૈમાનિક દેવોમાં બીજા દેવલોક સુધીના જીવ પંચેન્દ્રિય તિર્યંચો તથા મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે સનકુમારથી સહસ્ત્રાર કલ્પ સુધીના વૈમાનિક દેવ અસંખ્યાત વર્ષાયુષ્ક અકર્મભૂમિ ને છોડીને ઉત્પન્ન થાય છે. આનતથી અય્યત સુધીના દેવ માત્ર મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાં પણ કર્મભૂમિ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે. તેમાં પણ સંખ્યાત વર્ષ આયુવાળા પર્યાપ્તકોમાંથી ઉત્પન્ન થાય છે. તેમાં પણ સમ્યગદષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ પર્યાપ્તકોમાંથી ઉત્પન્ન થાય છે, સમ્યમિથ્યાદૃષ્ટિમાંથી નથી થતા. સમ્યગૃષ્ટિ પર્યાપ્તા ત્રણ પ્રકારના છે- સંયત, અસંયત અને સંયતાસંમત. તે આ ત્રણે પ્રકારના સમ્યગુદૃષ્ટિ પર્યાપ્તા મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે. અશ્રુતકલ્પના દેવો ના ઉપપાતની જેમ નવરૈવયકોનો ઉપપાત છે પરંતુ તે અસંયત અને સંયતાસંયત સમ્યગ્દષ્ટિઓમાંથી ઉત્પન્ન થતા નથી. અનુત્તરોપપાતિક દેવોમાં સંયત સમ્યગદષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિના મનુષ્ય જ ઉત્પન્ન થઈ શકે છે અન્ય કોઈ જીવ નહી. સંયત સમ્યગદષ્ટિઓમાં પણ અપ્રમત સંયતોમાંથી અનુત્તરોપપાતિક દેવ ઉત્પન્ન થાય છે, પ્રમત સંયતોમાંથી નહીં. તે અપ્રમતસંયત -દ્ધિ પ્રાપ્ત કે અઋદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.
ચાર ગતિઓમાં જીવોના ઉત્પન્ન થવાનો ક્રમ નિરંતર પણ રહે છે તથા સાન્તર (વ્યવધાનયુક્ત) પણ રહે છે. ચારે ગતિઓ જઘન્ય એક સમયથી લઈ ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી ઉપપાત (જન્મ) થી વિરહિત રહે છે. સિદ્ધગતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ મહિના સુધી સિદ્ધિથી રહિત રહે છે. ચારે ગતિઓ જઘન્ય એક સમય અને બાર મુહૂર્ત સુધી ઉદ્વર્તન (મરણ)થી વિરહિત કહી છે.
એક સમયમાં જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત નૈરયિક ઉત્પન્ન થાય છે. અસુરકમારથી લઈ ખનિતકુમાર સુધીના બધા દસો ભવનપતિ દેવ પણ આ જ પ્રમાણે ઉત્પન્ન થાય છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાયના જીવ પ્રતિસમય વિરહ વગરના અસંખ્યાત ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયના જીવ પ્રતિસમય સ્વસ્થાનમાં વિરહ વગરના અનંત તથા પરસ્થાનમાં વિરહ વગરના અસંખ્યાત ઉત્પન્ન થાય છે. વિકલેન્દ્રિય, સમૂર્ચિમ-પંચેન્દ્રિય તિર્યંચ, ગર્ભજ-પંચેન્દ્રિય તિર્યંચ, સમુચ્છિમ મનુષ્ય, વાણવ્યંતર, જયોતિષી તથા આઠમા વૈમાનિક દેવલોક સુધીના દેવોની ઉત્પત્તિ નૈરયિકોના સમાન એક સમયમાં જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત હોય છે. ગર્ભજ મનુષ્ય આનત, પ્રાણત, આરણ અને અશ્રુત દેવલોકના દેવ, નવ રૈવયક તથા પાંચ અનુત્તરોપપાતિક દેવ એક સમયમાં જઘન્ય એક, બે કે ત્રણ તથા ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે. સિદ્ધ એક સમયમાં જઘન્ય એક, બે કે ત્રણ તથા ઉત્કૃષ્ટ એકસો આઠ સિદ્ધ થાય છે. ઉત્પત્તિના સમાન જ બધા જીવોના એક સમયમાં ઉદ્વર્તન થાય છે. જયોતિષી અને વૈમાનિક દેવો માટે ઉદ્વર્તનના સ્થાને ચ્યવન શબ્દ પ્રયુક્ત થાય છે. સિદ્ધોનું ઉદ્વર્તન થતું નથી.
નૈરયિકથી લઈ વૈમાનિક સુધી બધા જીવ અનંતરોપપન્નક છે. પરમ્પરોપગ્નક છે અને અનંતર પરમ્પરાનુપપન્નક પણ છે. જેને ઉત્પન્ન થયા પ્રથમ સમય થયો છે તે અનન્તરોપપન્નક છે. જેને ઉત્પન્ન થયા બે, ત્રણ વગેરે સમય વ્યતીત થઈ ગયો છે તે પરમ્પરોપગ્નક છે તથા જે જીવ વિગ્રહગતિમાં ચાલે છે તે અનંતરપરમ્પરાનુપપન્નક છે. ઉત્પત્તિના સમય બધા જીવ સર્વભાગોથી સર્વ ભાગોને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન પણ થયા છે. આ પ્રમાણે તે સર્વભાગોથી સર્વભાગોને આશ્રિત કરી નીકળે છે અર્થાત્ ઉદ્વર્તન કરે છે.
વીસ દંડકોમાં સાન્તર અને નિરંતર ઉત્પત્તિનો વિચાર કરવાથી જ્ઞાત થાય છે કે બધા એકેન્દ્રિય જીવોની ઉત્પત્તિ નિરંતર થતી રહે છે. તેની ઉત્પત્તિમાં વિરહ કે વ્યવધાન આવતો નથી. એટલા માટે તેની ઉત્પત્તિ સાન્તર હોતી નથી. શેષ બધા જીવોની ઉત્પત્તિ સાન્તર પણ થાય છે અને નિરંતર પણ થાય છે. એટલું જ નહિ સિદ્ધ પણ સાન્તર અને નિરંતર બંને પ્રકારના થતા રહે છે. ઉત્પત્તિની જેમજ ઉદ્વર્તન પણ છે. એમાં પણ એકેન્દ્રિય જીવોનું ઉદ્વર્તન નિરંતર થતું રહે છે. ત્યારે શેષ બધા દંડકોમાં જીવોનું ઉદ્વર્તન સાન્તર અને નિરંતર થાય છે. સિદ્ધોનું ઉદ્વર્તન થતું નથી.
જુદા-જુદા જીવોના ઉપપાત (ઉત્પત્તિ)ના વિરહકાળ અને ઉદ્દવર્તન કે ચ્યવનના વિરહકાળનું પણ આ અધ્યયનમાં પ્રત્યેક દંડકના અનુસાર ઉલ્લેખ થયો છે. પૃથ્વીકાયથી લઈ વનસ્પતિકાય સુધીના એકેન્દ્રિય જીવોમાં એક સમય માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org