________________
૧૯૬૯
hthat.
Hiralalltill illllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllllllllધામiliitill
illlllllllllllutill
tirtitivities Eitle
= atEl Edite :httlighlth!!!//l.it// illllllllllllllllllllllllllllllllllllfill it
till
ર
till itin li: httitutiHHHક
Sાથી
૩૮. વતિ અધ્યયન
વર્કતિનો સંસ્કૃત શબ્દ 'વ્યુત્કાન્તિ છે. જે વ્યુત્ક્રમણ અર્થાત પાદવિક્ષેપ કે ગમનનું પ્રમાણ છે. માટે એક સ્થાનથી ઉદૂવર્તન (મરણ) કરી બીજા સ્થાન પર જન્મ ગ્રહણ કરે છે તેને વ્યુત્કાન્તિ કહેવામાં આવે છે. મનુસ્મૃતિ (૬૩)માં ઉત્ક્રમણ શબ્દનો પ્રયોગ મૃત્યુ (શરીરથી આત્માનું પલાયન) માટે થયો છે. અહિં વ્યુત્ક્રમણ (વિ + ઉત્ક્રમણ) કે વ્યુત્કાન્તિ શબ્દ છે જે એવી વિશિષ્ટ મૃત્યુ માટે પ્રયુક્ત છે જેના અનન્તર જીવ જન્મ ગ્રહણ કરે છે. આ પ્રમાણે વ્યુત્કાન્તિના અંતર્ગત ઉપપાત, જન્મ, ઉદ્વર્તન, ચ્યવન, મરણનો સમાવેશ તો થાય છે પરંતુ તેનાથી સંબંધિત વિગ્રહગતિ, સાન્તરનિરંતર ઉપપાત, સાન્તર-નિરંતર ઉદ્વર્તન, ઉપપાત વિરહ, ઉદ્વર્તન વિરહ આદિ અનેક તથ્યોનો પણ સમાવેશ થઈ જાય છે. ગતિ-આગતિનું ચિંતન પણ આ પ્રમાણે વ્યુત્કાન્તિનું જ અંગ છે. સાધારણ શબ્દોમાં કહીએ તો મરણથી લઈ ઉત્પન્ન થવા (જન્મ ગ્રહણ કરવા) સુધીનો સમસ્ત ક્રિયાકલાપ વ્યુત્ક્રાન્તિ અધ્યયનનું ક્ષેત્ર છે.
જન્મ - મરણ માટે આગમોમાં કેટલાક વિશેષ શબ્દોનો પ્રયોગ પણ જોવા મળે છે. દેવો અને નૈરયિકોના જન્મને ઉપપાત (૩વેવાઈ) કહ્યું છે. કારણ કે તેમનો જન્મ ગર્ભથી થતો નથી તેમજ સમુચ્છિમથી પણ થતો નથી. નૈરયિકો અને ભવનવાસી દેવોના મરણને ઉદવર્તના (ઉવટ્ટT) કહેવામાં આવ્યું છે તથા જયોતિષી અને વૈમાનિક દેવોના મરણને ચ્યવન કહ્યું છે. શેષ જીવોના જન્મ - મરણ માટે વિશેષ શબ્દ નથી.
ગતિ - આગતિનું વર્ણન વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, જીવા-જીવાભિગમ, પ્રજ્ઞાપના અને સ્થાનાંગ આદિમાં થયું છે. ઉદ્વર્તન (મરણ, ચ્યવન) કરી જીવનમાં ગમન કરવાને ગતિ તથા આગમનને આગતિ કહેવામાં આવે છે. આ બન્ને શબ્દ સાપેક્ષ છે. ગતિ છે જાવવું અને આગતિ છે આવવું. થોકડોમાં પણ ગતિ-આગતિનું વર્ણન છે. સંક્ષેપમાં ૨૪ દંડકોમાં ગતિ-આગતિને એ પ્રમાણે સમજી શકાય છે- નૈરયિક અને દેવ ગતિના જીવ બે ગતિઓથી આવે છે તથા બે જ ગતિઓમાં જાય છે. તે ગતિઓ છે- તિર્યંચ અને મનુષ્ય. પૃથ્વી, અપૂ અને વનસ્પતિકાયના જીવ તિર્યંચ, મનુષ્ય અને દેવ આ ત્રણ ગતિઓમાંથી આવે છે તથા તિર્યંચ અને મનુષ્ય આ બે ગતિઓમાં જાય છે. તેઉકાય, વાઉકાયના જીવ તિર્યંચગતિમાં જાય છે, વિકસેન્દ્રિય જીવ તિર્યંચ અને મનુષ્ય એ બે ગતિઓથી આવે છે તથા એ જ બે ગતિઓમાં જાય છે. સમુચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયની આગતિ પણ એજ બે ગતિઓથી છે પરંતુ એમની ગતિ ચારે ગતિઓમાં સંભવ છે. સમુચ્છિમ મનુષ્યનું આગમન અને ગમન બે જ ગતિઓમાં થાય છે- તિર્યંચ અને મનુષ્યમાં. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્ય ચાર ગતિઓમાંથી આવે છે તથા ચારે ગતિમાં જાય છે. આમાં વિશેષતા એ છે કે મનુષ્ય સિદ્ધગતિમાં જઈ શકે છે.
સ્થાનાંગ સૂત્રમાં ગતિ-આગતિનું વર્ણન છ કાય ના આધારે કરવામાં આવ્યું છે તથા પૃથ્વીકાયનો જીવ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય આ છ સ્થાનોથી આવી ઉત્પન્ન થઈ શકે છે તથા આ જ છ સ્થાનોમાં જઈ શકે છે. આ પ્રમાણે અપ્રકાયિકથી ત્રસકાય સુધી બધા જીવોની છ ગતિ અને છ આગતિ હોય છે. આ જીવોની નવ ગતિ અને નવ ગતિ પણ કહી છે જેના અનુસાર એ નવસ્થાન છે- પૃથ્વી, અપૂ, તેલ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય, અંડજ, પોતજ આદિ યોનિ શરીરોના આધારે આ જીવોની આઠ ગતિ અને આઠ આગતિ પણ કહી છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં આગતિનું ખૂબ જ સૂક્ષ્મ અને સુંદર વિવેચન થયું છે. પ્રશ્નોત્તરશૈલીમાં થયેલા આ વિવેચનના પ્રમુખ તથ્ય છે -
(૧) નૈરયિક જીવ અને તિર્યંચજીવ તિર્યચપંચેન્દ્રિય અને મનુષ્યથી ઉત્પન્ન થાય છે. તિર્યંચ-પંચેન્દ્રિય ત્રણ પ્રકારના છે- જલચર, સ્થળચર અને ખેચર. એમાં સ્થળચર તિર્યંચ ત્રણ પ્રકારના હોય છે- ચતુષ્પદ, ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ. એ જલચર આદિ બધા તિર્યંચ બે પ્રકારના છે- સમુશ્ચિમ અને ગર્ભજ. આ બંને પણ બે-બે પ્રકારના છે- પર્યાપ્ત અને અપર્યાપ્ત. એમાં કેટલાક સંખ્યાત વર્ષાયુષ્ક હોય છે અને કેટલાક અસંખ્યાત વર્ષાયુષ્ક હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયના બધા ભેદોમાંથી જે જીવ સંખ્યામવર્ષાયુષ્ક અને પર્યાપ્તા હોય છે તે જ નરકમાં જઈ શકે છે. તે સમુચ્છિમ હોય કે ગર્ભજ હોય, જળચર હોય, સ્થળચર હોય કે ખેચર હોય આમાં અંતર પડતુ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org