________________
૧૯૭૩
vaitihash G
h
atlalithiiiiiiiiitilitiligulatilitutillfillllllllllllll Tiruminimiiniiminiranirani Hi
Finning
ભવનપતિઓના પણ આ જ પ્રમાણે ચૌસઠ- ચૌસઠ લાખ આવાસ છે. તે આવાસ પણ સંખ્યાત યોજન વિસ્તારવાળા અને અસંખ્યાત યોજન વિસ્તારવાળા હોય છે. તે દેવ સ્ત્રીવેદ કે પુરુષવેદ સહિત ઉત્પન્ન થાય છે, નપુંસકવેદી થતા નથી. તે અસંજ્ઞી પણ ઉદ્વર્તન કરે છે. અવધિજ્ઞાની અને અવધિદર્શની ઉદ્દવર્તન કરતા નથી. સંખ્યાત યોજન વિસ્તારવાળા આવાસોમાં ઉત્કૃષ્ટ સંખ્યાત ભવનપતિદેવ ઉત્પન્ન થાય છે અને અસંખ્યાત યોજન વિસ્તારવાળા આવાસોમાં અસંખ્યાત ઉત્પન્ન થાય છે. વાણવ્યંતર દેવોના અસંખ્યાત લાખ આવાસ છે. જયોતિષીદેવોના અસંખ્યાત લાખ વિમાનાવાસ છે. જયોતિષી દેવામાં એક તેજોલેક્ષા હોય છે. બીજી નહી. જયારે ભવનપતિદેવોમાં પ્રથમ ચાર વેશ્યાઓ હોય છે. સૌધર્મ અને ઈશાન દેવલોકમાં બત્રીસ - બત્રીસ લાખ વિમાનાવાસ છે. સનત્કારથી સહસ્ત્રાર સુધી વિમાનાવાસોમાં થોડું અંતર છે. આનત અને પ્રાણત દેવલોકમાં ચાર સો વિમાનાવાસ છે. આરણ અને અશ્રુતના વિમાનાવાસોમાં થોડું અંતર છે. અનુત્તર વૈમાનિકોમાં પાંચ વિમાન છે, તેમાં એક સંખ્યાત યોજન વિસ્તારવાળા તથા ચાર અસંખ્યાત યોજન વિસ્તારવાળા છે. આ દેવો અને નૈરયિકોના સંબંધમાં જે વર્ણન મળે છે તેને ત્રણ આલાપકોમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તે આલાપકો છે- ઉપપાત, ઉદ્વર્તન અને સત્તા.
બધા દેડકોના જીવ આત્મોપક્રમથી પણ ઉત્પન્ન થાય છે. પરોપક્રમથી પણ ઉત્પન્ન થાય છે અને નિરુપક્રમથી પણ ઉત્પન્ન થાય છે, પરંતુ ઉદ્વર્તનમાં એવું નથી. નૈરયિક અને દેવ નિરુપક્રમથી ઉદ્વર્તન કરે છે, આત્મોપકમ અને પરોપક્રમથી ઉદ્વર્તન નથી કરતા. પૃથ્વીકાય જીવોથી લઈ મનુષ્ય સુધીના દંડકોમાં ત્રણે ઉપક્રમોથી ઉદ્વર્તન થાય છે. જયોતિષી અને વૈમાનિક દેવોનું ચ્યવન થાય છે. ઉદ્વર્તન નથી થતું. બધા જીવ આત્મ ઋદ્ધિથી ઉત્પન્ન થાય છે અને આત્મઋદ્ધિથી જ ઉદ્વર્તન કરે છે. પોતાના કર્મથી જ ઉત્પન્ન થાય છે તથા પોતાના કર્મથી જ ઉદ્વર્તન કરે છે. એ જ પ્રમાણે તે આત્મપ્રયોગ કે આત્મવ્યાપારથી ઉત્પન્ન થાય છે તથા ઉદ્વર્તન કરે છે. જે જીવ જ્યાં ઉત્પન્ન થવા યોગ્ય છે તે તેજ ગતિનામથી યોજિત કરી ભવ્યદ્રવ્ય નૈરયિક, ભવ્યદ્રવ્યદેવ, ભવ્યદ્રવ્ય પૃથ્વીકાય, ભવ્યદ્રવ્ય તિર્યંચ, ભવ્યદ્રવ્ય મનુષ્ય આદિ કહેવામાં આવે છે.
એક ગતિમાં એક સાથે કેટલા જીવ ઉત્પન્ન થવા માટે પ્રવેશ કરે છે તેને આગમમાં કતિસંચિત, અકતિસંચિત અને અવક્તવ્ય સંચિત આ ત્રણ પ્રકારોમાં વિભક્ત કરવામાં આવે છે. જે એક સાથે સંખ્યાત પ્રવેશ કરે છે તે કતિસંચિત છે, જે અસંખ્યાત પ્રવેશ કરે છે તે અકતિસંચિત છે તથા જે એક-એક કરીને પ્રવેશ કરે છે તે અવક્તવ્યસંચિત છે. એકેન્દ્રિય જીવ એક સાથે અસંખ્યાત પ્રવેશ કરે છે એટલા માટે તે માત્ર અકતિસંચિત હોય છે. જ્યારે શેષ બધા જીવ ત્રણે પ્રકારના છે તે કતિસંચિત પણ છે. અકતિસંચિત પણ છે અને અવક્તવ્યસંચિત પણ છે. સિદ્ધ સિદ્ધગતિમાં એક એક કે સંખ્યા જાય છે એટલા માટે તે કતિસંચિત અને અવક્તવ્યસંચિત હોય છે.
જે જીવ (ઉત્પન્ન થવા માટે) એક સમયમાં એક સાથે છ ની સંખ્યામાં પ્રવેશ કરે છે તે પમર્જિત' કહેવાય છે. જે એક સાથે જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચની સંખ્યામાં પ્રવેશ કરે છે તે નોષક સમર્જિત હોય છે. જે અનેક પર્કની સંખ્યામાં પ્રવેશ કરે છે તે અનેક પર્કસમર્જિત' કહેવાય છે. પર્ક, નોષર્ક અને અનેક પર્ક સમર્જિતના પાંચ વિકલ્પ બને છે- (૧) પર્ક સમર્જિત (૨)નોષક સમર્જિત (૩) એક ટ્રક અને નોટૂક સમર્જિત (૪) અનેક પદ્ધ સમર્જિત (૫) અનેક પક સમર્જિત અને નીષર્ક સમર્જિત. પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવોમાં ચોથો અને પાંચમો વિકલ્પ જ છે. શેષ બધા જીવોમાં પાંચ વિકલ્પ જોવા મળે છે. અહીં ષક સમર્જિતાદિથી વિશિષ્ટ દેડકોનો અલ્પબદુત્વ પણ વર્ણિત છે. પર્ક સમર્જિતની જેમ બારની સંખ્યામાં પ્રવેશ કરવાવાળા જીવ 'દ્વાદશ સમર્જિત' કહેવાય છે. જે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અગ્યાર સુધી પ્રવેશ કરે છે તે નોદ્વાદશ સમર્જિત' કહેવાય છે. અનેક દ્વાદશોની સંખ્યામાં પ્રવેશ કરવાવાળા અનેક દ્વાદશ' સમર્જિત કહેવાય છે. ષક સમર્જિતની જેમ આના પણ પાંચ વિકલ્પ છે અને આનો પણ અલ્પબદુત્વ અહીં દષ્ટ છે. ષક સમર્જિત અને દ્વાદશ સમર્જિતના સમાન ચતુરશીતિ સમર્જિતનું પણ વર્ણન મળે છે. જયારે એક સાથે ચૌરાશી જીવ પ્રવેશ કરે છે તો તે ચતુરશીતિ સમર્જિત' કહેવાય છે. જે ઉત્કૃષ્ટ ૮૩ સુધી પ્રવેશ કરે છે તો તે નો ચતુરશીતિ સમર્જિત' કહેવાય છે તથા અનેક ચોરાશીઓની સંખ્યામાં પ્રવેશ કરે છે તે અનેક ચતુરભીતિ સમર્જિત' કહેવાય છે. આનો અલ્પબહુત પણ આ અધ્યયનમાં દષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org