________________
આશ્રવ અધ્યયન
૧૩૯૧
तेहिय आणत्तजियदंडा तुरियं उग्घाडिया पुरवरे सिंघाडग-तिय-चउक्क-चच्चर-चउम्मुह महापह पहेसु ।
વેર-સ્ટંટ-૪૩૯-૮-તે-પત્થર-પા૪િ-પૂ7િमुट्ठि-लया-पादपण्हि-जाणु कोप्पर-पहार-संभग्गंમહિલત્તા |
अट्ठारस-कम्म-कारणा जाइयंगमंगा कलुणा, सुक्कोट्ठकंठ-गलक-तालुजीहा जायंता पाणीयं विगयजीवियासा तण्हाइया, वरागा तं पि य ण लभंति वज्झरिसेहिं धाडियंता।
तत्थ य खर-फरूस-पडह-घट्टिय-कूडग्गह-गाढ-रूट्ठनिसट्ठ-परामुट्ठा, वज्झकरकुडिजुयनिवसिया, सुरत्तकणवीर-गहिय-विमुकुल-कंठे गुण-वज्झदूयભાવિદ્ધમ7-ઢામાં, મરમયુquT-સેઢ-માયત્તા, उत्तुपिय-किलिन्नगत्ता, चुण्ण गुंडिय-सरीर रयरेणु भरियकेसा कुसुंभ-गोकिन्न- मुद्धया, छिन्न जीवियासा घुन्नंता वज्झपाणिप्पाया।
આ રાજકીય પુરુષો દ્વારા તેમને પ્રાણદંડની સજા દેવામાં આવે છે, એ ચોરોને નગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને પથ આદિ સ્થાનોમાં જન-સાધારણની સામે પ્રગટરૂપમાં લાવવામાં આવે છે. ત્યારબાદ નેતરની સોટીથી, દંડાઓથી, લાઠીઓથી. લાકડીઓથી, માટીના ઢેફાથી, પત્થરોથી, લાંબી લાકડીઓથી, દંડાઓથી, મુઠ્ઠીઓથી, લાતોથી ઘૂંટણથી, કોણીઓથી મારી-મારીને તેમના અંગ-ભાંગી. નાંખવામાં આવે છે અને તેમના શરીરનું મંથન કરી દેવામાં આવે છે. અઢાર પ્રકારના ચોરો તથા ચોરીના પ્રકારોના કારણે તેમના અંગ-ભંગ પીડિત કરી દેવામાં આવે છે, તેમની દશા અત્યંત કરૂણાજનક હોય છે. તેમના હોઠ, કઠ, ગળું, તાળવું તથા જીભ સૂકાઈ જાય છે, જીવનની આશા નષ્ટ થઈ જાય છે. તે બીચારા તરસથી પીડા પામી પાણી માંગે છે તો તે પણ તેને નથી મળતો, ત્યાં કારાગારમાં વધ માટે નિયુક્ત પુરુષ તેમને ધક્કો મારીને કે ઘસેડીને લઈ જાય છે. અત્યંત કર્કશ પટહ-ઢોલ વગાડતાં રાજકર્મચારિયો દ્વારા ધકેલાતાં તથા તીવ્ર ક્રોધથી ભરેલા રાજપુરુષો દ્વારા ફાંસી કે શૂળી પર ચઢાવવા માટે દઢતાપૂર્વક પકડાયેલા તે અત્યંત અપમાનિત થાય છે, જ્યારે તેમને ભૂલીએ ચઢાવવા લઈ જવાય છે ત્યારે વધ્ય પુરુષોને પહેરવા લાયક બે નિંદ્ય વસ્ત્રો તેમને પહેરાવે છે. વધદૂત જેવી પ્રતીત થવાવાળી, શીધ્ર જ મૃત્યુદંડની સૂચના દેવાવાળી, ઘેરી લાલ કેનરના ફૂલની માળા તેમના ગળામાં પહેરાવવામાં આવે છે. મરણના ભયના કારણે તેમના શરીરમાંથી પરસેવો છૂટે છે, તે પરસેવાની ચિકાસના કારણે તેમના અંગ ભીના થઈ જાય છે, કોલસા આદિના દુવર્ણ ચૂર્ણ તેમના શરીરને લેપી દેવામાં આવે છે. હવાથી ઊડીને આવેલી ધૂળથી તેમના વાળ રુક્ષ અને ધૂળવાળા થઈ જાય છે, તેમના મસ્તકના વાળોને લાલ રંગથી રંગી દેવામાં આવે છે. તેમને જીવવાની આશા નષ્ટ થઈ જવાય છે. અતિશય ડર ગયા હોવાના કારણે તે ડગમગતા ચાલે છે. તેમના શરીરના તલ-તલ જેવડા ટુકડા કરવામાં આવે છે. તેમના જ શરીરમાંથી કાપેલા અને લોહીથી ભરેલા માંસના નાના-નાના ટુકડા તેમને ખવડાવવામાં આવે છે.
तिलं तिलंचेव छिज्जमाणासरीरविकिंत-लोहिओवलित्ता कागणि-मंसाणि-खावियंता।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org