________________
૧૬૯૮
Ram Ramamanamata maniraniiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiial implifallal Haasaliwalilinguistiaણાશાજala I
nline
HTM
L
૩૩. ગતિ અધ્યયન
ગતિનો સામાન્ય અર્થ થાય છે - ગમન. એક સ્થાનને છોડી બીજા સ્થાન પર જવું તે ગતિ કહેવાય છે. સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક આદિ ગ્રંથોમાં ગતિનું સામાન્ય લક્ષણ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. “શત્ શત્તર પ્રતિ હેતુતિઃ” અર્થાત્ એક સ્થાનથી બીજા સ્થાનને પ્રાપ્ત કરવાનો જે હેતુ કે સાધન છે તે ગતિ કહેવાય છે. વસ્તુતઃ ગતિ તો ક્રિયાની જ પ્રક્રિયા છે. પરંતુ જે નિમિત્તથી એ ક્રિયા સંપન્ન થાય છે તે નિમિત્તના આધાર
નામકરણ થઈ જાય છે. આ નામ ઉપચારથી આપવામાં આવે છે. જેમ- નરકના નિમિત્તથી જે ગતિ થાય છે તે નરકગતિ કહેવાય છે. નરકગતિનો સામાન્ય અર્થ છે. નરકની તરફ ગમન કરવું,’ નરકાયુના ફળ ભોગવવા માટે નરક (રત્નપ્રભા આદિ) પૃથ્વીની તરફ ગમન કરવું. પરંતુ ઉપચારથી ગતિના અનંતર જે સ્થાન પ્રાપ્ત કરવામાં આવે છે તેને પણ ગતિ કહેવામાં આવે છે. જેમ-નરકના સ્થાનને પણ નરકગતિ કહેવામાં આવે છે. ગ્રામીણ બોલચાલની ભાષામાં ગતિ (ગત) શબ્દ હાલત અવસ્થા કે દશાના અર્થમાં પ્રયુક્ત થાય છે. પરંતુ તે પણ ઔપચારિક પ્રયોગ છે. ગતિક્રિયાનું જે ફળ છે તે પણ અહિ ગતિ કહેવાય છે. આ પ્રમાણે ગતિક્રિયાનું નિમિત્ત અને ફળ પણ ગતિ શબ્દના જ અભિપ્રાયથી જણાય છે.
ગતિ-ક્રિયા જીવ અને પુદ્ગલ દ્રવ્યોમાં જોવા મળે છે. શેષ ચાર દ્રવ્યોમાં નહીં, તે જ બંને એક સ્થાનને છોડી બીજે ગમન કરે છે. અન્ય કોઈ દ્રવ્ય એક સ્થાનને છોડી બીજે ગમન કરતું નથી. ધર્મ, અધર્મ અને આકાશ તો લોકવ્યાપી હોવાથી એ ક્રિયા કરી શકતા નથી અને કાળ અસ્તિકાય ન હોવાના કારણે અથવા અપ્રદેશી હોવાના કારણે એવું કરી શકતું નથી. સ્થાનાંગસૂત્રના આઠમાં સ્થાનમાં ગતિના આઠ પ્રકાર વર્ણવ્યા છે- (૧) નરકગતિ (૨) તિર્યંચગતિ (૩) મનુષ્યગતિ (૪) દેવગતિ (પ) સિધ્ધગતિ (૬) ગુરુગતિ (૭) પ્રણોદનગતિ અને (૮) પ્રાભાર ગતિ. એમાંથી પ્રારંભની પાંચ ગતિઓનો જીવની સાથે સંબંધ છે. પરંતુ અંતિમ ત્રણ ગતિઓ પુદ્ગલમાં ઉપલબ્ધ થાય છે. એમાં પરમાણુની સ્વાભાવિક ગતિ ગુરુગતિ કહેવાય છે. પ્રેરિત કરવું, ધમકાવવું ઈત્યાદિ માટે જે ગતિ થાય છે તે પ્રણોદનગતિ છે. એ જીવ અને પુદ્ગલ બંનેમાં સંભવ છે. પ્રાભારગતિ એટલે કે વજન વધી જવાથી નીચે વળી જવાની ગતિ અથવા ગુરુત્વાકર્ષણની ગતિનું સૂચક ગણાય છે. એ પણ પુદ્ગલમાં જોવા મળે છે. પ્રારંભિક પાંચ ગતિમાં ચાર સંસારી જીવમાં હોય છે તથા પાંચમી ગતિ મુક્ત જીવમાં એક જ વાર હોય છે.
કર્મ સિધ્ધાંતની દૃષ્ટિથી અથવા સંસારી જીવોની ગતિઓની દૃષ્ટિથી ચાર ગતિ પ્રસિધ્ધ છે- (૧) નરકગતિ (૨) તિર્યંચગતિ (૩) મનુષ્યગતિ અને (૪) દેવગતિ. જીવોને એક સ્થાનથી બીજા સ્થાન પર ગમનાગમનની દષ્ટિએ ચાર જ ગતિઓ પ્રસિદ્ધ છે. જ્યાં સુધી જીવ કર્મોથી આબધ્ધ છે ત્યાં સુધી તે જ ગતિઓને પ્રાપ્ત થતો રહે છે. પરંતુ
જ્યારે તે કર્મબંધનથી મુક્ત થઈ જાય છે તેને સિદ્ધ ગતિ પ્રાપ્ત થાય છે. આ ગતિને પ્રાપ્ત કર્યા પછી જીવ ફરીથી નરકાદિ ગતિઓમાં આવતો નથી. એ અપેક્ષાથી ગતિ પાંચ પ્રકારની છે- નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્ય ગતિ, દેવગતિ અને સિધ્ધગતિ.
આ પાંચ ગતિઓની બીજી અપેક્ષાએ દશ ભેદ પણ કર્યા છે- જેમ - (૧) નરકગતિ, (૨) નરક વિગ્રહગતિ, (૩) તિર્યંચગતિ (૪) તિર્યંચ વિગ્રહગતિ (૫) મનુષ્ય ગતિ (૬) મનુષ્ય વિગ્રહગતિ (૭) દેવગતિ (૮) દેવવિગ્રહગતિ, (૯) સિધ્ધગતિ અને (૧૦) સિધ્ધવિગ્રહગતિ. વિગ્રહ શબ્દના બે અર્થ છે- શરીર અને મોડ (વક્રતા). જીવ જ્યારે એક શરીર છોડી અન્ય સ્થાન પર પહોંચવા માટે ગતિ કરે છે તો તેની ગતિ બે પ્રકારની થાય છે- (૧) –જુગતિ (અનુશ્રેણીગતિ) અને (૨) વક્રગતિ (વિગ્રહગતિ). નરક આદિ સ્થાનોને પ્રાપ્ત કરતી વખતે જ્યારે ઋજુગતિ હોય છે તો તેને નરકગતિ, તિર્યંચગતિ આદિ કહેવામાં આવ્યું છે. તથા જ્યારે તે ગતિ વક્ર હોય છે અથવા એક કે એકથી વધારે વળાંકવાળી થાય છે તો તેને નરક વિગ્રહગતિ, તિર્યંચ વિગ્રહ ગતિ આદિ નામોથી જાણી શકાય છે. પરંતુ એમ માનવાથી સિધ્ધની વિગ્રહગતિનો ભેદ જણાતો નથી. કારણ કે સિદ્ધિના પછી જે ગતિ થાય તે સદૈવ સીધી થાય છે. એમાં કોઈ વળાંક થતો નથી. ટીકાકારે
9,
[Hiti H
a
it
i Haiti =
====
===
==
==
=====
=
==========
==
=======
=
==
=
=
=
====
===========
====
===
====
===
=========
==site
to nitrate in HiHITHલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org