________________
૧૬૯૯
“સિદ્ધિવિાદારૂં”નો સંધિ વિચ્છેદ “સિદ્ધિ અવિશ” કરી સિધ્ધગતિમાં અવિગ્રહ ગતિ હોવાનો અર્થ જે બતાવ્યો છે તે ઉપયુક્ત છે. પરંતુ એનાથી સિધ્ધ ગતિ અને સિધ્ધ વિગ્રહગતિમાં ભેદ રહેતો નથી. જો વિગ્રહનો અર્થ શરીર કરીએ તો પણ નરકગતિ, નરકવિગ્રહગતિ આદિમાં ભેદ સિધ્ધ થતો નથી. કારણ કે કાર્પણ શરીર તો હંમેશા સાથે જ રહે છે. નરકગતિ આદિને ગતિના દ્વારા પ્રાપ્તવ્ય સ્થાન તથા નરકવિગ્રહ ગતિ આદિનો અંતરાળ ગતિ માનીને ચાલીએ તો વિરોધ થશે નહીં. સિધ્ધગતિ પણ આ જ પ્રમાણે પ્રાપ્તવ્ય સ્થાન થશે તથા સિદ્ધિ વિગ્રહ ગતિનો અર્થ એના માટે મુક્ત જીવની ગતિ થશે.
નરકાદિ ચાર ગતિઓ જ્યારે દુઃખદાયી અને સંસારાભિમુખ રાખવાવાળી હોય છે તો એ ચારે ને દુર્ગતિ કહેવામાં આવે છે. આ ચારમાં ઘણીવાર મનુષ્યગતિ અને દેવગતિ સુખદાયી અને શુભ હોવાથી સદ્ગતિ અથવા સુગતિ માનવામાં આવે છે. નરકગતિ અને તિર્યંચગતિ અશુભ હોવાના કારણે તેની સદ્ગતિ મનાતી નથી. સદ્ગતિ અથવા સુગતિઓની સંખ્યા પણ સ્થાનાંગ સૂત્રના અનુસાર ચાર છે- (૧) સિદ્ધ સુગતિ (૨) દેવ સુગતિ (૩) મનુષ્ય સુગતિ અને (૪) સુકુળમાં જન્મ. આમાં સિદ્ધગતિ તો સુગતિ છે જ કારણ કે તે મોક્ષપ્રાપ્તિની સૂચક છે. પરંતુ સુકુળમાં જન્મ થવો વ્યાવહારિક દૃષ્ટિથી, સુનિમિત્તોના મળવાથી અને જીવની આત્મોન્નતિનું વાતાવરણ મળવાથી સુગતિ કહેવાય છે. એમ જણાય છે.
દુર્ગતિ અને સદ્ગતિ જીવોને કેવી રીતે મળે છે તેની પણ જાણકારી અહિં આપવામાં આવી છે. જે જીવ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પેશના વાસ્તવિક સ્વરૂપને જાણે તે સુગતિને પ્રાપ્ત કરે છે. તથા જે એનાથી પરિજ્ઞાત હોતા નથી અને આના વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી તે જીવ દુર્ગતિને પ્રાપ્ત થાય છે. આના સિવાય દુર્ગતિ અને સદ્ગતિમાં જવાના અન્ય કારણ પણ કહ્યા છે. જેમ-જે જીવ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહથી વિરત હોય છે તે સુગતિમાં જાય છે તથા જે આનું સેવન કરે છે તે દુર્ગતિમાં જાય છે.
નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિના સંબંધમાં વિશિષ્ટ જાણકારી માટે આ ગ્રંથમાં આનાથી પૃથક્ અધ્યયનોની વિષય વસ્તુ બતાવવામાં આવી છે. છતાં પણ આ ચારે ગતિયોના જીવોના સંબંધમાં પર્યાપ્તિ, અપર્યાપ્તિ, પરિત, સંખ્યા, કાયસ્થિતિ, અંતરકાળ, અલ્પબહુત્વ આદિ દ્વારોથી આ અધ્યયનનો વિસ્તાર કરવામાં આવ્યો છે.
જે જીવોને ન૨કગતિ અને નરકાયુનો ઉદય રહે છે તે નૈયિક અને જે જીવોને તિર્યંચગતિ અને તિર્યંચાયુનો ઉદય થાય છે તે તિર્થંકયોનિક કહેવાય છે. આ જ પ્રમાણે મનુષ્યગતિ અને મનુષ્યના ઉદયવાળો જીવ મનુષ્ય અને દેવગતિ અને દેવાયુના ઉદયને પ્રાપ્ત જીવ દેવ કહેવાય છે. ગતિનો ઉદય નિરંતર રહે છે. આનો અર્થ છે ગતિ. અહિં એક જેવી અવસ્થા કે દશાનું બોધક છે. જે ગતિનામ કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે.
જીવ જ્યારે એક ગતિને છોડી બીજુ શરીર ગ્રહણ કરે છે તો તે આહાર, શરીર, ઈન્દ્રિય આદિનું નિર્માણ કરે છે. આમાં જે કાર્ય તેનું પૂર્ણ થઈ જાય તે પર્યાપ્તિ કહેવાય છે. તથા જે કાર્ય અપૂર્ણ રહે છે તે અપર્યાપ્તિ કહેવાય છે. પર્યાપ્તિઓ છ છે- (૧) આહાર પર્યાપ્તિ (૨) શરીર પર્યાપ્તિ (૩) ઈન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોશ્વાસ પર્યાપ્તિ (આનપ્રાણ પર્યાપ્તિ) (૫) ભાષા પર્યાપ્તિ અને (૬) મનઃ પર્યાપ્તિ. આ સમસ્ત પર્યાપ્તિઓ ક્રમશઃ સંપન્ન થાય છે. જે જીવ જેના યોગ્ય છે તેમાં એટલીજ પર્યાપ્તિઓ હોય છે. કોઈ જીવ અપર્યાપ્ત અવસ્થામાં જ કાળ કરી જાય છે અર્થાત્ તે આહાર આદિ પર્યાપ્તિઓથી પૂર્ણ નથી કરી શકતા. સાધારણ રીતે પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવોમાં આહાર, શરીર, ઈન્દ્રિય અને (શ્વાસોશ્વાસ) આન-પ્રાણ આ ચાર પર્યાપ્તિઓ જોવા મળે છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં ભાષા સહિત પાંચ પર્યાપ્તિઓ હોય છે. દેવ, નારકી, મનુષ્યો અને સંશી પંચેન્દ્રિયોમાં મન સહિત છએ પર્યાપ્તિઓ જોવા મળે છે. સમુચ્છિમ મનુષ્યોમાં ત્રણ જ પર્યાપ્તિ જોવા મળે છે- આહાર, શરી૨ અને ઈન્દ્રિય. તે ચોથી પર્યાપ્તિ પૂર્ણ કર્યા વગર જ કાળ પામે છે. દેવ અને ગર્ભજ મનુષ્યોમાં ભાષા અને મન પર્યાપ્તિ એક સાથે હોવાના કારણે આ બંનેમાં એક સરખી પાંચ પર્યાપ્ત કહી છે.
આ કથન ભેદ માત્રનું જ છે. અન્યથા તેમાં સમસ્ત છ પર્યાપ્તિઓ જોવા મળે છે. જે જીવમાં જેટલી પર્યાપ્તિ કહી છે તેમાં એટલી જ અપર્યાપ્તિઓ માની છે. માત્ર સમુચ્છિમ મનુષ્યોમાં ત્રણ પર્યાપ્તિઓ માની ચાર અપર્યાપ્તિઓ કહી છે. કારણ કે તેમાં ચોથી પર્યાપ્તિ પૂર્ણ થઈ શકતી નથી.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org