________________
૧૭૭૩
[lllla
Hlllllllllllllllllllllllllllllllllllllll. lllululitiliitilit anillallalllllllllllllllllllllllllllll
l
lllli
He illllllllllllllllll mill ill all illumiliatilianitunititlullllllllllltall willlllllllllllll ill all allu allulilluuurl
મેઘના દષ્ટાંતોથી માતા - પિતા અને રાજાના ચાર-ચાર પ્રકાર કહ્યા છે. વાત-મંડલિકાના દૃષ્ટાંતથી સ્ત્રીઓ ચાર પ્રકારની કહી છે. સ્ત્રીઓના ચર્તવિધત્વનું પ્રતિપાદન ધૂમશિખા, અગ્નિશિખા, કૂટાગાર શાલા આદિના દૃષ્ટાંતોના માધ્યમથી પણ કરવામાં આવ્યું છે. ભૂતક અર્થાત્ શ્રમિક, સુત (પુત્ર) પ્રસર્પક પ્રયત્નશીલ અને તૈરાકોના પણ ચાર-ચાર પ્રકારોનું આ અધ્યયનમાં પ્રતિપાદન થયું છે. આ બધા મનુષ્યગતિના જીવ છે. માટે તેને આ અધ્યયનમાં લેવામાં આવ્યા છે.
પુરુષનું પ્રતિપાદન પાંચ અને છ પ્રકારોથી પણ થયું છે. સ્થાનાંગ સૂત્રમાં પુરુષ પાંચ પ્રકારના કહ્યા છે. હિનસત્વ, હિનમન: સત્વ, ચલસત્વ, સ્થિરસત્વ અને ઉદયનસત્વ તેઓના અર્થનું પણ પ્રતિપાદન અહિં અધ્યયનમાં યથાસ્થાન કરવામાં આવ્યું છે. મનુષ્યના છ પ્રકારોનું પ્રતિપાદન બે પ્રકારથી ઉપલબ્ધ છે- પ્રથમ પ્રકારના અનુસાર જંબુદ્વીપ, ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધ્વ અને પશ્ચિમાદ્ધ, અર્ધપુષ્કરદ્વીપના પૂર્વાર્ધ્વ અને પશ્ચિમાર્ય તથા અંતર્લીપોમાં ઉત્પન્ન થવાના કારણે મનુષ્ય છ પ્રકારના છે. બીજા પ્રકારના અનુસાર કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતર્લીપમાં ઉત્પન્ન ત્રિવિધ સમ્મસ્કિમ અને ત્રિવિધ ગર્ભજ મળી છ પ્રકારના થાય છે. ઋદ્ધિ સંપન્ન મનુષ્યોના પૃથફ રૂપથી છ પ્રકાર બતાવ્યા છે- (૧) અહ, (૨) ચક્રવર્તી (૩) બળદેવ (૪) વાસુદેવ (૫) ચારણ અને (૬) વિદ્યાધર. જે ઋદ્ધિ સંપન્ન નથી તે પણ હૈમવત. રમ્યફવર્ષ, કરવર્ષ અને અંતર્લેપોમાં ઉત્પન્ન થવાથી છ પ્રકારના છે. નૈપુણિક પુરુષોના નવ પ્રકાર અને પુત્રોના આત્મજ, ક્ષેત્રજ આદિ દશ પ્રકારોનો પણ આ અધ્યયનમાં ઉલ્લેખ છે.
એકોરુકદ્દીપના પુરૂષો અને સ્ત્રીઓના શરીર સૌષ્ઠવનું આ અધ્યયનમાં સુંદર વર્ણન થયું છે. તેના પગ, આંગળીઓ, પીંડી, ગોઠણ, કમર, વક્ષસ્થલ, ભુજા, હાથ, નખ, હસ્તરેખા આદિ સમસ્ત અંગોનું સ્વરૂપ આમાં વર્ણિત છે. આ મનુષ્પો માટે કહેવામાં આવ્યું છે કે તે સ્વભાવથી ભદ્ર, વિનીત, શાંત, અલ્પ ક્રોધ, માન, માયા અને લોભવાળા માદેવ સંપન્ન અને સંયત ચેષ્ટાવાલા હોય છે. તે એક દિવસ છોડી એક દિવસ આહાર ગ્રહણ કરે છે. સ્ત્રીઓ છત્ર, ધ્વજા આદિ ૩૨ લક્ષણોથી સંપન્ન હોય છે. પુરુષોની ચાલ હસ્તીના સમાન અને સ્ત્રીઓની ચાલ હંસ ના સમાન કહેવામાં આવી છે. તે સ્ત્રીઓ તથા પુરુષો પુથ્વી, પુષ્પ અને ફળોનો આહાર કરે છે. પૃથ્વી આદિનો સ્વાદ પણ અત્યંત ઈષ્ટ અને મનોજ્ઞ કહ્યો છે. તેઓ પોતાનું અલગ ઘર બનાવીને રહેતા નથી. પરંતુ ગેહાકાર પરિણત વૃક્ષોમાં જ નિવાસ કરે છે, એકોક દ્વીપમાં ગ્રામ, નગર -જાવત- સન્નિવેશ નથી. ત્યાં અસિ, મપી, કૃષિ, પશ્ય અને વાણિજ્ય પણ નથી. સોના, ચાંદી જેવી વસ્તુઓમાં તેઓનો તીવ્ર મમત્વભાવ હોતો નથી. ત્યાં રાજા, સાર્થવાહ, દાસ, નોકર આદિ પણ નથી. માતા-પિતા આદિના પ્રત્યે તીવ્ર પ્રેમ બંધન હોતું નથી. ત્યાં કોઈ અરિ, ઘાતક, વધક આદિ નથી. મિત્ર આદિ પણ નથી. ત્યાં સગાઈ, લગ્ન, યજ્ઞ, સ્થાલીપાક જેવા સંસ્કાર પણ હોતા નથી. તે મહોત્સવ પણ મનાવતા નથી. ત્યાં કોઈપણ પ્રકારનું વાહન નથી. તેઓ પગપાળા ચાલે છે. ઘોડા, હાથી, ઊંટ, બેલ આદિ પશુ છે. પરંતુ તેઓનો વાહનનારૂપમાં ઉપયોગ કરતા નથી. એકોક દ્વીપમાં સિંહ, વ્યાધ્ર (વાઘ) આદિ પશુ છે. પરંતુ તેઓ સ્વભાવથી ભદ્ર પ્રકૃતિવાળા છે. એકોક દ્વીપનો ભૂ-ભાગ વધારે સમતલ અને રમણીય કહેવામાં આવ્યો છે. તે સ્થાન પ્રાકૃતિક ઉપદ્રવ રહિત છે. ત્યાંના નિવાસી મનુષ્ય રોગ અને આતંકથી પણ મુક્ત છે.
આ એકોક દ્વીપના મનુષ્ય છ મહિનાનું અલ્પ આયુ શેષ રહે ત્યારે એક યુગલિકને જન્મ આપે છે તથા કષ્ટ વગર મૃત્યુને પ્રાપ્ત થઈ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તેઓનું ઉત્કૃષ્ટ આય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ હોય છે તથા તેનાથી જઘન્ય અસંખ્યાતભાગ ઊણ હોય છે. જંબુદ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં સુષમા નામક કાળમાં મનુષ્યની ઊંચાઈ બે ગાઉ અને ઉત્કૃષ્ટ આયુ બે પલ્યોપમ હોય છે.
આ ક્ષેત્રોમાં સુષમ-સુષમા કાળમાં ઊંચાઈ ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ આય ત્રણ પલ્યોપમ હોય છે. દેવકર, ઉત્તરકર, ધાતકીખંડ અને અર્ધપુષ્કરદ્વીપના પૂર્વાર્ધ્વ અને પશ્ચિમાદ્ધમાં પણ ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ આય ત્રણ પલ્યોપમ કહેવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org