________________
૧૯૦૧
૩૦. દેવ ગતિ અધ્યયન
દેવગતિના દેવો મુખ્યપણે ચાર પ્રકારના હોય છે- (૧) ભવનપતિ (૨) વાણવ્યંતર (૩) જ્યોતિષ્ક અને (૪) વૈમાનિક. પરંતુ દેવ શબ્દનો પ્રયોગ જુદા અર્થમાં થયો છે એના માટે સ્થાનાંગ અને ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) સત્રમાં દેવ પાંચ પ્રકારના કહ્યા છે- (૧) ભવ્યદ્રવ્ય દેવ (૨) નરદેવ (૩) ધર્મદેવ (૪) દેવાધિદેવ અને (૫) ભાગદેવ. એમાં ભાવવ જ એક એવો ભેદ છે જે દેવગતિને પ્રાપ્ત દેવોના માટે પ્રયુક્ત થયો છે. ભવ્યદ્રવ્યદેવ તે તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોનો કહ્યો છે જે દેવગતિમાં ઉત્પન્ન થવા યોગ્ય છે. નરદેવ શબ્દનો પ્રયોગ ચાતુરન્ત ચક્રવર્તી રાજાઓ માટે પ્રયુક્ત થયો છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓનું પાલન કરવાવાળા અનગારોને ધર્મદેવ કહેવામાં આવ્યા છે. દેવાધિદેવ શબ્દનો પ્રયોગ કેવળજ્ઞાન અને કેવળદર્શનના ધારક અરિહંત ભગવંતો માટે થયો છે કારણ કે તે દેવોના પણ દેવ છે. આ પ્રમાણે દેવ શબ્દ વિભિન્ન અર્થોમાં પ્રયુક્ત થયો છે. વેદોમાં દાન દેવા, ઘોતિત (પ્રકાશિત) થવા અને પ્રકાશિત કરવાવાળાને દેવ કહેવામાં આવે છે. “તેવો ઢીનદ્ વ ચોતના વા ઢીપના વ” આ પ્રમાણે વિભિન્ન અર્થોમાં ઉપર્યુક્ત પાંચ દેવ છે. આ પાંચમાં સૌથી અલ્પ નરદેવ છે. દેવાધિદેવ તેનાથી સંખ્યાતગણા, ધર્મદેવ તેનાથી સંખ્યાતગણા, ભવ્યદ્રવ્યદેવ તેનાથી અસંખ્યાતગણા અને ભાવદેવ તેનાથી પણ અસંખ્યાતગણા છે. આ પાંચે દેવોની કાયસ્થિતિ અને અંતરકાળનો પણ આ અધ્યયનમાં સંકેત છે. કાયસ્થિતિ માટે આ અનુયોગમાં સ્થિતિ અધ્યયન દરવ્ય છે.
ભાવદેવ અર્થાતુ દેવગતિને પ્રાપ્ત ચતુર્વિધ દેવોમાં વૈમાનિક દેવ સૌથી અલ્પ છે. તેનાથી ભવનવાસી અને વાણવ્યંતર દેવ ઉત્તરોત્તર અસંખ્યાતગણા છે. સૌથી વધારે જ્યોતિષીદેવ છે, જે વાણવ્યંતરોથી સંખ્યાતગણી છે. વૈમાનિકોમાં સૌથી અલ્પ અનુત્તરોપપાતિક દેવ છે. તેનાથી નવરૈવેયક સંખ્યાતગણા છે. અશ્રુતથી આનત સુધી (૧રમાંથી નવમાં દેવલોક સુધી) ઉત્તરોત્તર સંખ્યાતગણી છે. ત્યારબાદ આઠમાંથી પહેલા દેવલોક સુધી ઉત્તરોત્તર અસંખ્યાતગણા છે. ભવનપતિદેવ અધોલોકમાં, વાણવ્યંતર વનોના મધ્યમાં. જ્યોતિષી તિર્યલોકમાં અને વૈમાનિકદેવ ઊર્ધ્વલોકમાં રહે છે.
ભવનપતિ દેવ મુખ્યતઃ દશ પ્રકારના છે- (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (૪) વિદ્યુકુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર અને (૧૦) સ્વનિતકુમાર. વાણવ્યંતર દેવના - મુખ્યતઃ આઠ પ્રકાર છે- (૧) કિન્નર (૨) કિંગુરુષ (૩) મહોરગ (૪) ગન્ધર્વ (૫) યક્ષ (૬) રાક્ષસ (૭) ભૂત અને (૮) પિશાચ. જ્યોતિષી દેવ પાંચ પ્રકારના છે : - (૧) ચંદ્ર (૨) સૂર્ય (૩) પ્રહ (૪) નક્ષત્ર અને (૫) તારા. વૈમાનિક દેવોમાં બાર દેવલોક, નવરૈવયક અને પાંચ અનુત્તર વિમાન કહ્યા છે. બાર દેવલોકના નામ આ પ્રમાણે છે- (૧) સૌધર્મ (૨) ઈશાન (૩) સનકુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રહ્મલોક (૬) લાંતક (૭) મહાશુક્ર (૮) સહસ્ત્રાર (૯) આનત (૧૦) પ્રાણત (૧૧) આરણ અને (૧૨) અય્યત.
આના સિવાય દેવોના બીજા પણ પ્રકાર છે. અસુરકુમાર ભવનપતિની જાતિના પંદર પરમાધામી દેવ કહ્યા છે :(૧) અંબ (૨) અંબરિષ (૩) શ્યામ (૪) શબલ (૫) રૌદ્ર (૬) ઉપરૌદ્ર (૭) કાલ (૮) મહાકાલ (૯) અસિપત્ર (૧૦) ધનુ (૧૧) કુમ્ભ (૧૨) વાલુકા (૧૩) વૈતરણી (૧૪) પરસ્વર અને (૧૫) મહાઘોષ. ત્રણ કિલ્વેિષક દેવ કહ્યા છે, જે વિભિન્ન વૈમાનિક કલ્પોની નીચેની પ્રતરમાં રહે છે- (૧) ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા (૨) ત્રણ સાગરોપમની સ્થિતિવાળા અને (૩) તેર સાગરોપમની સ્થિતિવાળા. આઠ લોકાંતિક દેવ છે, જે આઠ કૃષ્ણરાજિઓના આઠ અવકાશાન્તરોમાં રહે છે- (૧) સારવત (૨) આદિત્ય (૩) વનિ (૪) વરુણ (૫) ગઈતોય (૬) તુષિત (૭) અવ્યાબાધ (૮) અન્યર્ચ. એક મત ભેદનો ઉલ્લેખ મળવાથી નવ લોકાન્તિક દેવ માન્યા છે. આના સિવાય જૈભક આદિ દશ વિશિષ્ટ વ્યંતર દેવ હોય છે.
દેવોની વિભિન્ન શ્રેણિઓ છે. કોઈ ઈન્દ્ર થાય છે. કોઈ લોકપાલ થાય છે. કોઈ આધિપત્ય કરવાવાળો દેવ હોય છે. આ પ્રમાણે દેવ વિભિન્ન સ્તરના છે. કુલ બત્રીસ દેવેન્દ્ર (ઈન્દ્ર) કહ્યા છે- (૧) ચમર (૨) બલી (૩) ધારણ
આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org