________________
૧૯૦૩
કાલવાલ આદિ ચારે લોકપાલોમાં પ્રત્યેકની અશોકા આદિ ચાર - ચાર અઝમહિષીઓ છે. પ્રત્યેક અગ્રમહિષીનો એકએક હજાર દેવીઓનો પરિવાર છે. ભૂતાનંદ ઈન્દ્રની રૂપા, રૂપાંશા આદિ છ અઝમહિષીઓ છે તથા પ્રત્યેકનો છે - છ હજાર દેવીઓનો પરિવાર છે. ભૂતાનંદના લોકપાલોની સુનંદા આદિ ચાર - ચાર અગ્રમહિષીઓ છે તથા પ્રત્યેકનો એક - એક હજાર દેવીઓનો પરિવાર છે. ભવનપતિના સુવર્ણકુમાર આદિ અન્ય પ્રકારોમાં પણ બે-બે ઈન્દ્ર છે. એક દક્ષિણ દિશાના તથા બીજા ઉત્તર દિશાના છે. દક્ષિણ દિશાવર્તી આ ઈન્દ્રોની અઝમહિષીઓ, લોકપાલો અને દેવીઓનું વર્ણન ધરણેન્દ્રના સમાન તથા ઉત્તર દિશાવર્તી ઈન્દ્રોના લોકપાલો, અગ્રમહિષીઓ અને દેવીઓનો વર્ણન ભૂતાનંદ ઈન્દ્રના સમાન છે. આના લોકપાલોના પરિવારનું વર્ણન અમરેન્દ્રના લોકપાલોના સમાન છે. | વ્યંતરદેવોમાં પણ પિશાચાદિ ભેદોમાં પ્રત્યેકના બે - બે ઈન્દ્ર છે. કાળ અને મહાકાળ એ બે પિશાચેન્દ્ર, પિશાચરાજ છે. સુરુપ અને પ્રતિરુપ એ બે ભૂતેન્દ્ર ભૂતરાજ છે. યક્ષેન્દ્ર યક્ષરાજના બે પ્રકાર છે- (૧) પૂર્ણભદ્ર અને (૪) માણિભદ્ર. બે રાક્ષસેન્દ્ર છે- (૧) ભીમ અને (૨) મહાભીમ, આ પ્રમાણે કિન્નરેન્દ્ર અને કિમ્પષેન્દ્ર, સત્પષેન્દ્ર અને મહાપુરુ અતિકાયેન્દ્ર અને મહાકાયેન્દ્ર તથા ગીતરતીન્દ્ર અને ગીતયશેન્દ્ર વગેરે વ્યંતર દેવોના બે - બે ઈન્દ્ર છે. આ અધ્યયનમાં આ ઈન્દ્રોની અઝમહિષીઓ, તેનો પરિવાર, લોકપાલો અને તેના પરિવારનું પણ વર્ણન થયું છે તથા જ્યાં અમરેન્દ્રના પરિવારના સાદૃશ્ય છે ત્યાં તેનો સંકેત કરી દેવામાં આવ્યો છે.
જ્યોતીષી દેવોમાં બે ઈન્દ્ર છે :- સૂર્ય અને ચંદ્ર. આ બંનેની ચાર - ચાર અગમહિષીઓ છે. અંગારક (મંગળ) નામક મહાગ્રહ, ભાલકગ્રહ અને ૮૮ મહાગ્રહોમાં પણ પ્રત્યેકની ચાર - ચાર અઝમહિષીઓ કહી છે. જીવાભિગમસૂત્રમાં તેઓના પરિવારના સંબંધમાં વિસ્તૃત વર્ણન છે.
વૈમાનિકોમાં પહેલા અને બીજા દેવલોક સુધી જ દેવીઓ હોય છે એના આગળ હોતી નથી. પહેલા દેવલોકના ઈન્દ્ર દેવરાજ શક્ર અને બીજા દેવલોકના ઈન્દ્ર દેવરાજ ઈશાનની આઠ - આઠ અગ્રમહિષીઓ કહી છે. તેમાં પ્રત્યેક અગ્રમહિષીનો સોળ - સોળ હજાર દેવીઓનો પરિવાર કહ્યો છે. શક્ર અને ઈશાનના સોમ, યમ આદિ લોકપાલોની ચાર - ચાર અઝમહિષીઓ અને તેનો એક-એક હજાર દેવીઓનો પરિવાર કહ્યો છે. સ્થાનાંગસૂત્રના અનુસાર તેની અઝમહિષીઓની સંખ્યા ભિન્ન છે, જેનો ઉલ્લેખ આ અધ્યયનમાં મળે છે.
દેવીઓ વિદુર્વણા કરવામાં સમર્થ હોય છે, માટે તે પોતાની પૃથક્ - પૃથક યોગ્યતાના અનુસાર વિદુર્વણા કરી દેવીઓની સંખ્યામાં અભિવૃદ્ધિ કરી દે છે. જેમ- શક્રની અગમહિષીઓ સોળ હજાર દેવીઓમાંથી દરેક સોળ - સોળ હજાર દેવીઓના પરિવારની વિકણા કરી શકે છે તેમ ભવનપતિદેવોની દેવીઓ એટલી વિકર્વણા કરી શકતી નથી. સમસ્ત દેવેન્દ્ર અને લોકપાલ દિવ્ય ભોગોને મૈથુન નિમિત્તથી ભોગવવામાં સમર્થ નથી. પરંતુ દિવ્ય ભોગ્ય ભોગોના માત્ર પરિવારની ઋધ્ધિથી ઉપભોગ કરવામાં સમર્થ છે. દેવેન્દ્રો અને લોકપાલોની દેવીઓના અંતઃપુર ત્રુટિત કહેવાય છે.
ઈન્દ્રો અને લોકપાલોની રાજધાનીઓનું નામકરણ તેમના પોતાના નામના અનુસાર થાય છે. તે પ્રમાણે ચમરેન્દ્રની રાજધાની ચમચંચા, બલીન્દ્રની બલિચંચા, ધરણેન્દ્રની ધરણા આદિ છે. લોકપાલોમાં સોમની રાજધાની સોમા, યમની રાજધાની મા આદિ છે. આ પ્રમાણે અન્ય ઈન્દ્રો અને લોકપાલોની રાજધાનીઓના નામ પણ તેમના નામોના અનુસાર છે. સિંહાસનોના નામ પણ પ્રાય: તેમના નામોથી સામ્યતા રાખે છે. અમરેન્દ્રના સિંહાસનનું નામ અમર સિંહાસન અને ધરણેન્દ્રના સિંહાસનનું નામ ધરણ સિંહાસન આ તથ્યની પુષ્ટિ કરે છે. ઈન્દ્રોની સભા સુધર્મા સભા કહેવાય છે. પ્રત્યેક ઈન્દ્ર પોતાની સુધર્મા સભામાં પોતાના સિંહાસન પર બેસીને દિવ્ય ભોગોને મૈથુનિક નિમિત્તથી ભોગવવામાં સમર્થ હોતા નથી પરંતુ વાદ્ય - ઘોષ આદિ પૂર્વક દિવ્ય ભોગોનો અનુભવ કરે છે.
વૈમાનિક દેવેન્દ્રોની ત્રણ - ત્રણ પરિષદાઓ હોય છે- (૧) સમિતા (૨) ચંડા અને (૩) જાયા. આને ક્રમશઃ (૧) આત્યંતર પરિષદ્ (૨) મધ્યમપરિષદ્ અને (૩) બાહ્ય પરિષદના નામથી પણ વર્ણિત કરવામાં આવે છે. આ પરિષદોમાં વિભિન્ન ઈન્દ્રોના દેવો અને દેવીઓની જુદી-જુદી સંખ્યા હોય છે. દેવીઓ બીજા દેવલોકના ઈન્દ્ર સુધી જ છે પછી દેવેન્દ્ર અય્યત સુધી ત્રણે પરિષદોમાં દેવ જ રહે છે. દેવીઓ નહી. રૈવેયક અને અનુત્તરોપપાતિક દેવોના ઈન્દ્ર હોતા નથી. તે બધા વૈમાનિક દેવ મનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ દ્વારા સુખનો અનુભવ કરે છે. અનુત્તરોપપાતિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org