________________
૧૭૭૨
%Bhaોષ્યિોતિપિfiliધવ
ણothોuhahal Nikhill
છે
થી જ
છે
- -
- -
અને કેટલાક જાતિ અને મન બંનેથી અશુદ્ધ હોય છે. આ પ્રકારની ચર્તુભંગીનું વર્ણન જાતિની સાથે સંકલ્પ, પ્રજ્ઞા, દષ્ટિ શીલાચાર અને પરાક્રમનું પણ થયું છે. શરીરથી પવિત્રતા અને અપવિત્રતાના ભંગોનું કથન મન, સંકલ્પ, પ્ર દષ્ટિ આદિની પવિત્રતા અને અપવિત્રતાની સાથે થયું છે. તે જ પ્રમાણે ઐશ્વર્યના ઉન્નત અને પ્રણત થવાનું કથન મન, પ્રજ્ઞા, દૃષ્ટિ આદિની ઉન્નતતા અને પ્રણતતાની સાથે ચાર ભંગોમાં થયું છે. શરીરની ઋજુતા અને વક્રતાની સાથે મન, સંકલ્પ, પ્રજ્ઞા, દૃષ્ટિ, વ્યવહાર અને પરાક્રમની ઋજુતા અને વક્રતાના પણ ચાર-ચાર ભંગ બન્યા છે. શરીર, કુળ આદિની ઉચ્ચતા અને હીનતાની સાથે તેમજ વિચારોની ઉચ્ચતા અને હીનતાની સાથે પણ ચાર ભંગ વર્ણિત છે. સત્ય અને અસત્ય બોલવું, પરિણમન કરવું, સત્ય અને અસત્ય રૂપવાળા, મનવાળા, સંકલ્પવાળા, પ્રજ્ઞાવાળા, દષ્ટિવાળા આદિ પુરુષોના પણ વિવિધ પ્રકારથી ચાર ભંગોમાં વર્ણન થયું છે.
આ પ્રમાણે આર્ય અને અનાર્યની વિવશાથી, પ્રીતિ અને અપ્રીતિની વિવક્ષાથી, આત્માનુકંપ અને પરાનુકમ્પના ભેદની વિવક્ષાથી, આત્મ-પદના અંતકરાદિની વિવક્ષાથી, મિત્ર અને અમિત્રના દૃષ્ટાંત દ્વારા, સ્વપરનું નિગ્રહ કરવા આદિની વિવક્ષાથી પુરુષ ચાર-ચાર પ્રકારના પ્રતિપાદિત કર્યા છે.
અહીં જાતિ, કુળ, બળ, રૂ૫, શ્રુત અને શીલથી સંપન્ન થવા અને ન થવાના આધાર પર પુરુષની ૨૧ ચર્તુભંગીઓનું વર્ણન પણ મહત્વપૂર્ણ છે. દીન-અદીન પરિણતિને લઈ સત્તર (૧૭) ચૌભંગી, પરિજ્ઞાત અને અપરિજ્ઞાતને લઈ ત્રણ ચૌભંગી, સુગત-દુર્ગતની અપેક્ષાથી પાંચ ચૌભંગી, કૃશ અને દૃઢની અપેક્ષાએ ત્રણ ચૌભંગીનું વર્ણન થયું છે. પોતાના અને બીજાના દોષ જોવા અને ન જોવા, તેની ઉદીરણા કરવી અને ન કરવી, તેનું ઉપશમન કરવું અને ન કરવું ના આધારે પણ ચર્તુર્ભાગી બની છે. ઉદય - અસ્તની વિવક્ષાથી, આખાયક અને પ્રવિભાવકની વિવક્ષાથી, અર્થ (કાર્ય) અને અભિમાનની વિવક્ષાથી પણ પુરુષના ચાર પ્રકાર વર્ણિત છે. પુરુષના સૌવસ્તિક અને પ્રધાનના રૂપમાં પણ ચાર પ્રકાર પ્રતિપાદિત છે. વૈયાવૃત્ય કરવું અને કરાવવું અને ન કરવું અને ન કરાવવું ના આધાર પર પણ પુરુષ ચાર પ્રકારના હોય છે. ત્રણ કરવા અને ન કરવા ની સાથે પરિમર્શ (ઉપચાર) સંરક્ષણ (દેખરેખ) અને સ ચાર ભંગ બને છે. વનખંડના દષ્ટાંતથી પણ ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. વૃક્ષોના પ્રણત અને ઉન્નત થવા અને ઋજુ, અને વક્ર થવા તેમજ પાંદડા આદિથી યુક્ત થવાના દષ્ટાંતોથી પણ પુરુષના ચાર-ચાર પ્રકાર પ્રતિપાદિત છે. અસિપત્ર, કરપત્ર, સુરપત્ર અને કદમ્બચીરિકા પત્રની જેમ મનુષ્ય (પુરુષ) પણ ચાર પ્રકારના કહ્યા છે. કોરક પુષ્પ, કાચા ફળ, સમુદ્ર, શંખ, મધુ-વિષકુંભ, પૂર્ણ-તુચ્છકુંભ આદિના દષ્ટાંતોથી પણ પુરુષના ચર્તુવિધત્વને સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પૂર્ણ અને તુચ્છકુંભના દૃષ્ટાંતથી પુરુષની પાંચ ચૌભંગી, માર્ગના દૃષ્ટાંતથી ત્રણ ચૌભંગી, યાનના દાંતથી ચાર ચૌભંગી, યુગ્ય (વાહન વિશેષ)ના દૃષ્ટાંતથી ચાર ચૌભંગી વર્ણિત છે. સારથીના દૃષ્ટાંતથી પુરુષને યોજક - વિયોજકના આધારે ચાર પ્રકારના બતાવ્યા છે. વૃષભને ચાર પ્રકારના બતાવી પુરુષને પણ ચાર પ્રકારના કહ્યા છે- (૧) જાતિ સંપન્ન (ર) કુળસંપન્ન (૩) બળ સંપન્ન અને (૪) રૂપ સંપન્ન. ફરી જાતિ, કુળ, બળ અને રૂપનાં પરસ્પર વિધેયાત્મક, નિષેધાત્મક આદિના રૂપમાં સાત ચર્તુભંગ વર્ણિત છે. આકીર્ણ (ઝડપથી ચાલવાવાળો) અને ખલુંક (મંદ ગતિવાળા) અશ્વના દષ્ટાંતથી પણ પુરુષના ભંગોનું નિરૂપણ થયું છે. જાતિ, કુળ, બળ, રૂપ અને સંપન્ન ઘોડાના દષ્ટાંત દ્વારા પુરુષના દશ ચર્તુભંગોનું વર્ણન કર્યું છે. અશ્વની યુક્તાયુક્તતાના દષ્ટાંતથી પુરુષના ચાર ચર્તુભંગ, હાથીની યુક્તાયુક્તતાના દાંતથી પાંચ ચર્તુભંગ અને સેનાના દષ્ટાંતથી બે ચર્તુભંગોનું પ્રતિપાદન થયું છે. હાથી ચાર પ્રકારના કહ્યા છે- (૧) ભદ્ર (૨) મંદ (૩) મૃગ અને (૪) સંકીર્ણ. આ ચારેના સ્વરૂપનું વર્ણન કરતાં પુરુષ પણ ચાર પ્રકારના કહ્યા છે. પછી આ ભેદોના આધારે પુરુષના અનેક ચર્તુભંગ બને છે. સ્વર અને રૂપથી સંપન્ન પક્ષીના દૃષ્ટાંતથી, શુદ્ધ અને અશુદ્ધ વસ્ત્રોના દષ્ટાંતથી, પવિત્ર - અપવિત્ર વસ્ત્રોના દષ્ટાંતથી અને ચટાઈના દષ્ટાંતથી પણ પુરુષના ચર્તુવિધત્વનું વર્ણન થયું છે. મધુસિફથી ( મીણબત્તી) જતું (લાખ), દારુ (લાકડુ) અને માટીના ગોળા, લોઢા (લોખંડ), ત્રપુ (રાંગા), તાંબુ અને શીશાના ગોળા, ચાંદી, સોનું, રત્ન અને હીરાના ગોળાના દષ્ટાંતથી પણ પુરુષ ચાર-ચાર પ્રકારના કહ્યા છે. કૂટાગાર અને મેઘના દૃષ્ટાંતોથી પણ પુરુષની ચર્તુભંગીઓનું પ્રતિપાદન થયું છે. આ પ્રમાણે વિવિધ દષ્ટાંતોના માધ્યમથી પુરુષ (મનુષ્ય)ને ચાર પ્રકારના પ્રતિપાદિત કર્યા છે.
પપધse
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org