________________
૧૭૦૦
| FiliRIlillllifeilifkilliiiii////
//////WW///alikai}ti!imilaif fi/tulati+Hites:
willilitiustilletitiામh al-Hilal littliliilllllllllllllllliertif=HitutirliEliwali Ill-lunilkanthal#HI=iiiiiiiiiitilitaratulan
પરિત્તનો અર્થ છે- પરિમિત. સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવના સિવાય બધા જીવ પરિત અર્થાત્ પરિમિત છે. સંખ્યાની દષ્ટિથી સૂક્ષ્મ વનસ્પતિકાય અને સાધારણ બાદર વનસ્પતિકાય જીવ અનંત છે. ગર્ભજ મનુષ્ય સંખ્યાત છે. શેષ અસંખ્યાત છે. સિદ્ધોનું કથન કરીએ તો તે અનંત છે.
એક જીવ ગતિ પર્યાયમાં જેટલો કાળ રહે છે તે કાળ તેની કાયસ્થિતિ છે. નૈરયિકોની કાયસ્થિતિ (આયુષ્ય) જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ હોય છે. દેવોની કાયસ્થિતિ એટલી જ હોય છે. પરંતુ દેવિયોની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમ હોય છે. તિર્યંચયોનિક જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. તિર્યંચયોનિક સ્ત્રીની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પૂર્વકોટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ હોય છે. મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીની કાયસ્થિતિ પણ આ જ પ્રમાણે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકૃત્વ અધિક ત્રણ પલ્યોપમ હોય છે. નૈરયિક અને દેવનું ક્યારે પણ મૃત્યુ થાય તો ફરીથી નૈરયિક અને દેવમાં ઉત્પન્ન થાય નહિ. જ્યારે તિર્યંચ અને મનુષ્ય મૃત્યુ પછી ફરીથી તે જ ગતિને ગ્રહણ કરી શકે છે. સિધ્ધ જીવની સ્થિતિ આદિ અનંતકાળ હોય છે. જે સિદ્ધ થયા નથી તે પોતાની પર્યાયમાં અનાદિ અપર્યવસિત અથવા અનાદિ સપર્યવસિત કાળ સુધી રહી શકે છે.
કાયસ્થિતિનું વર્ણન ચારગતિઓમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોના આધાર પર તથા પ્રથમ - અપ્રથમ સમયવાળા જીવોના આધાર પર પણ કર્યું છે. સમસ્ત જીવોની અપર્યાપ્ત અવસ્થાનો કાળ અંતર્મુહૂર્ત છે. પર્યાપ્ત અવસ્થાનો ઉત્કૃષ્ટકાળ જાણ કરવા માટે તેની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અંતર્મુહૂર્તકાળ ઓછો કરી લેવો જોઈએ. જેવી રીતે નૈરયિક જીવનો ઉત્કૃષ્ટકાળ તેત્રીસ સાગરોપમ છે તથા જઘન્યકાળ દશ હજાર વર્ષ છે તો તેની પર્યાપ્ત અવસ્થાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અંતર્મુહૂર્ત ઓછી તેત્રીસ સાગરોપમ અને જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્ત ઓછી દશ હજાર વર્ષની થશે. જે જીવોની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત હોય છે તેની પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને અવસ્થાઓમાં જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત રહેશે. આ દૃષ્ટિથી તિર્યંચ અને મનુષ્યની પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને અવસ્થાઓમાં જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે અને પર્યાપ્ત અવસ્થાની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મહર્તિ ઓછી ત્રણ પલ્યોપમ છે. તે પર્યાપ્ત અને અપર્યાપ્ત અવસ્થા એક જ જન્મની અપેક્ષાએ કહી છે.
પ્રથમ સમયના સમસ્ત જીવોનો કાળ એક સમય હોય છે. તથા અપ્રથમ સમયના જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ સામાન્ય સ્થિતિથી એક સમય ઓછી હોય છે. જેમ-અપ્રથમ સમય નૈરયિકની જઘન્ય સ્થિતિ એક સમય ઓછી દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય ઓછી તેત્રીસ સાગરોપમ થશે.
અંતરકાળથી એ આશય છે કે એક ગતિ વિશેષનો ફરીથી પ્રાપ્ત થવાની વચ્ચેનો અંતરાળ સમય. એક નૈરયિક જીવ તે પર્યાયને છોડી ફરીથી નૈરયિક પર્યાય ગ્રહણ કરે છે. જેના મધ્ય વ્યતીતકાળને નૈરયિકનો અંતરકાળ કહેવામાં આવશે. આ જ પ્રમાણે સમસ્ત જીવોના અંતરકાળ વર્ણવ્યા છે. જુદી-જુદી ગતિના જીવોનો અંતરકાળ જુદા-જુદો હોય છે. અંતરકાળનું વર્ણન આ અધ્યયનમાં પ્રથમ અને અપ્રથમ સમયના જીવોના આધાર પર પણ કરવામાં આવ્યું છે. જે અહિં બતાવવામાં આવ્યું છે.
કયા જીવ અલ્પ છે તથા કયા જીવ અધિક છે. આનું વર્ણન અલ્પબદુત્વના રૂપમાં કરવામાં આવ્યું છે. નરકાદિ ચાર ગતિઓ અને સિદ્ધોનો અલ્પબદુત્વ પર વિચાર કરવાથી જાણ થશે કે સૌથી અલ્પ મનુષ્ય છે. તેનાથી નૈરયિક અસંખ્યાતગુણા છે. તેનાથી દેવ અસંખ્યાતગુણા છે. તેનાથી સિદ્ધ અનંતગુણા છે. તથા સિદ્ધોથી પણ અનંતગુણા તિર્યંચજીવ છે. આ પાંચ ગતિઓની સાથે મનુષ્યાણી, તિર્યંચસ્ત્રી અને દેવિઓને મળાવવા પર સૌથી ઓછી મનુષ્યાણી માની છે. પ્રથમ અને અપ્રથમ સમયવાળા નૈરયિક, દેવ, મનુષ્ય, તિર્યંચ અને સિદ્ધોના અલ્પબદુત્વનું પણ આ અધ્યયનમાં વર્ણન થયું છે.
|
HBhikhillIIIIIIIIIllilu alil lilithili llllllllllllllllllllllllll, all illHWINBHAIIIIIIIIIIIIIIBEHABHIR BHI BIEBEHIND નોfilRFIIIIIIIIII Hills
WilliaPlutill illutilitilitiHWINBHAHHIGHERE માગ=E
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org