________________
૧૬૬૭
===========
=ાલની
કામ
=
=
===
==
ઈન્દ્રિયાદિના આધારે છ પ્રકારની શાતા કહી છે- (૧) શ્રોત્રેન્દ્રિય શાતા (૨) ચક્ષુઈન્દ્રિયશાતા (૩) ધ્રાણેન્દ્રિય શાતા (૪) જિલ્વેન્દ્રિય (રસેન્દ્રિય) શાતા (૫) સ્પર્શેન્દ્રિય શાતા અને (૬) નો ઈન્દ્રિય (મન) શાતા. એ અનુકૂળ ન રહેવા પર છ પ્રકારની અશાતા પણ થઈ શકે છે. શ્રોત્રેન્દ્રિય અશાતા આદિ. ઠાણાંગ સૂત્રમાં સુખના દશ ભેદોનું સંકલન છે. એમાં ભૌતિક ઉપલબ્ધિઓને પણ સુખરૂપ ગણી છે. જેમ-આરોગ્ય, દીર્ઘ આયુષ્ય, આદ્યતા આદિ. સંતોષ, નિષ્ક્રમણ, અનાબાધ આદિ આત્મિક સુખોની પણ તેમાં ગણના કરી છે.
સંસારસ્થ બધા પ્રાણી એકાંત દુઃખરૂપ કે એકાંત સુખરુપ વેદનાનું વેદન કરતા નથી. કદાચિત દુઃખરુપ વેદન કરે છે તો કદાચિત્ સુખરૂપ. નૈરયિક જીવ એકાંત દુઃખરૂપ વેદનાને વેદતા કોઈ સમયે સુખરૂપ વેદનાને પણ વેદે છે. ભવનપતિ આદિ દેવ એકાંત સુખરુપ વેદનાને વેચે છે. પરંતુ પૃથ્વીકાયિક જીવથી લઈ મનુષ્ય સુધીના દંડકોમાં કદાચિત્ સુખ અને કદાચિત્ દુઃખરુપ વેદના રહે છે.
જીવોને જરા અવસ્થા - વૃદ્ધાવસ્થા પણ હોય છે અને શોક પણ થાય છે. વૃદ્ધાવસ્થા શારીરિક વેદના છે અને શોક માનસિક વેદના છે. જે જીવોને મન નથી હોતુ તેને માત્ર વૃદ્ધાવસ્થા હોય છે. તથા જે જીવોને મન હોય છે તેને બંને પ્રકારની વેદના થાય છે. અહિં કર્મ સિદ્ધાંતમાં નોકષાયના રૂપમાં નિરૂપિત શોકને આ શોકથી પૃથફ સમજવું જોઈએ. કારણ કે- તે શોકનો ઉદય તો અસંજ્ઞી પૃથ્વીકાયિક આદિમાં પણ રહે છે.
કર્મ સિદ્ધાંતમાં કષાયની વૃદ્ધિ સંક્લેશ કહેવાય છે. પરંતુ પ્રસ્તુત અધ્યયનમાં સંક્લેશ શબ્દ અસમાધિ કે અશાંતિના અર્થમાં પ્રયુક્ત થયું છે. તે અશાંતિ દશ નિમિત્તોથી થવાને કારણે તે સંક્લેશ કહેવાય છે. સંક્લેશના દશ ભેદોમાં એક કષાય સંક્લેશ પણ છે. સંક્લેશના વિપરીત અસંક્લેશના પણ તે જ દશ ભેદ છે. સંક્લેશ અને અસંક્લેશના દશ ભેદોમાં ઉપધિ, ઉપાશ્રય, કષાય, ભક્તપાન, માનસિક, વાચિક, કાયિકની ગણના કરવાની સાથે જ્ઞાન, દર્શન અને ચારિત્રની પણ ગણના કરવામાં આવી છે આની ઉપલબ્ધિ, અનુપલબ્ધિ પણ અસંક્લેશ અને સંક્લેશનું નિમિત્ત બની શકે છે.
વેદના અને નિર્જરામાં શું ભેદ છે તેનો આ પ્રસ્તુત અધ્યયનમાં વિસ્તૃત વર્ણન મળે છે. સારાંશ રુપમાં એ કહી શકાય છે કે વેદના કર્મની થાય છે અને નિર્જરા નોકર્મની થાય છે. વેદનાનો સમય ભિન્ન હોય છે અને નિર્જરાનો સમય ભિન્ન હોય છે. જેને વેદીએ છીએ તેની નિર્જરા કરતા નથી અને જેની નિર્જરા કરે છે તેને વેદતા નથી, કર્મને વેદે છે અને નોકર્મને નિર્જીર્ણ કરે છે. મહાવેદનાવાળા અને અલ્પવેદનાવાળા આ બંનેમાં તેજ જીવ શ્રેષ્ઠ છે જે પ્રશસ્ત નિર્જરાવાળા છે.
હોવાdશાશinશitaaaaaaaiiiiiia-e======iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiihilisatiliisia FiaiiiiiiiF ના # વારા For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International