________________
૧૬૭૮
દ્રવ્યાનુયોગ ભાગ-૩
अणुपुव्वसुजायवप्प गंभीरसीयलजलं संछण्णपत्तभिसमुणालं, बहुउप्पलकुमुदणलिण सुभग सोगंधिय पुंडरीय महपुंडरीय सयपत्त-सहस्सपत्त केसर फुल्लोवचियं छप्पयपरिभुज्जमाणकमलं, अच्छविमलसलिलपुण्णं परिहत्थभमंत, मच्छ कच्छभं अणेगसउणिगणमिहुण य विरइय सद्दुन्नइय महुरसरनाइयं तं पासइ तं पासित्ता तं ओगाहइ,तं ओगाहित्ता से णं तत्थ उण्हपि पविणेज्जा, तिण्हपि पविणेज्जा, खुहं पिपविणेज्जा,जरंपिपविणेज्जा, दाहं पिपविणेज्जा, णिद्दाएज्ज वा पयलाएज्ज वा, सई वा, रई वा, धिई वा, मतिं वा उवलंभेज्जा, सीए सीयभूए संकममाणे-संकममाणे सायासोक्खबहुले यावि વિદગ્ગા,
एवामेव गोयमा! असब्भावपट्ठवणाए उसिणवेयणिज्जेहिंतो णरएहिंतो णेरइए उवट्टिए समाणे जाई इमाइं मणुस्सलोयंसि भवंति, गोलियालिंछाणि वा, सेंडियालिंछाणि वा, भिंडियालिंछाणि वा, अयागराणि वा, तंबागराणि वा, तउयागराणि वा, सीसागराणि वा, रूप्पागराणि वा, सुवन्नागराणि वा, हिरण्णागराणि वा, कुंभारागणी वा, भुसागणी वा, इट्टयागणी वा, कवेल्लुयागणी वा, लोहारंबरीसेइ वा, जंतवाडचुल्ली वा, हंडियलित्थाणि वा, सोंडियलित्थाणिवा,णलागणीइवा, तिलागणीइवा, तुसागणीइवा, तत्ताइंसमज्जोई भूयाई फुल्लाकिंसुय समाणाई उक्कासहस्साई विणिम्मुयमाणाई जालासहस्साई इंगालसहस्साई पविक्खरमाणाई अंतो-अंतो हुहुयमाणाई चिट्ठति, ताई पासइ, ताई पासित्ता, ताइं ओगाहइ, ताई ओगाहित्ता सेणं तत्थ उण्हं पि पविणेज्जा, तण्हं पिपविणेज्जा, खुहं पि पविणेज्जा, जरं पि पविणेज्जा, दाहं पि पविणेज्जा, णिद्दाएज्जा वा, पयलाएज्जा वा, सई वा, रई वा, धिइं वा, महं वा, उवलभेज्जा, सीए सीयभूयए संकममाणे-संकममाणे सायासोक्खबहुले या वि विहरेज्जा,
જે ક્રમશઃ આગળ-આગળ ગહેરી છે, જેનું પાણી અથાહ અને શીતળ છે, જે કમળપત્ર કંદ અને મૃણાલથી ઢાંકેલી છે, જે ઘણા વિકસિત અને પરાગ યુક્ત ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહસ્ત્રપત્ર આદિ વિવિધ કમળોથી યુક્ત છે, ભ્રમર જેના કમળોનો રસપાન કરી રહ્યા છે. જે સ્વચ્છ નિર્મલ જળથી ભરેલ છે, જેમાં ઘણા મચ્છ અને કાચબા અહીં તહીં ફરી રહ્યા છે, અનેક પક્ષીઓનાં જોડોનાં અવાજનાં કારણે જે મધુર સ્વરથી શબ્દાયમાન થઈ રહ્યા છે. એવી પુષ્કરિણીને જુવે છે, જોઈને તેમાં પ્રવેશ કરે છે, પ્રવેશ કરીને પોતાની ગરમીને શાંત કરે છે, તૃષાને શાંત કરે છે, ભૂખને મારે છે, ગરમ થયેલ જ્વરને નષ્ટ કરે છે અને દાહને ઉપશાંત કરે છે અને ઊંઘ લેવા લાગે છે, આંખો બંધ કરવા લાગે છે, તેની સ્મૃતિ સુખાનુભૂતિ વૈર્ય તથા મતિમાનસિક સ્વસ્થતા પાછી મળે છે. આ પ્રમાણે શીતલ અને શાંત થઈને ધીરે-ધીરે ત્યાંથી નીકળતા અત્યંત સાતા અને સુખનો અનુભવ કરે છે. આ પ્રમાણે હે ગૌતમ! અસત્ કલ્પનાથી ઉષ્ણવેદનીય નરકથી નીકળીને કોઈનૈરયિક જીવ આ મનુષ્યલોકમાં જે ગોળ પકવવાની ભટ્ટી, શરાબ બનાવવાની ભટ્ટી, બકરીની લીંડીથી ભરેલ ભટ્ટી, લોખંડ, તાંબુ, સીસુ, ચાંદી, સોના, હીરાને ગાળવાની ભટ્ટી, કુંભકારની ભટ્ટીની અગ્નિ, ભૂસાની અગ્નિ, ઈંટ પકાવવાની ભટ્ટીની અગ્નિ, કવેલુ પકાવવાની ભટ્ટીની અગ્નિ, લોખંડની ભટ્ટીની અગ્નિ, ઈષરસ પકાવવાની ભટ્ટીની અગ્નિ, મોટા-મોટા વાસણો પકાવવાની ભટ્ટીની અગ્નિ, શરાબનાં વાસણોને પકવવાની ભટ્ટીની અગ્નિ, તૃણની અગ્નિ, તલની અગ્નિ, તુષની અગ્નિ વગેરે જે અગ્નિથી તપ્ત સ્થાન છે અને તપીને અગ્નિ સમાન થઈ ગયા છે. જેનાથી ફૂલેલા પલાસના ફૂલોની જેમ લાલ-લાલ હજારો ચિનગારીઓ નીકળી રહી છે, હજારો વાળાઓ નીકળી રહી છે, હજારો અંગારા વિખરાય રહ્યા છે અને જે અત્યંત જાકલ્યમાન છે, એવા સ્થાનને નારક જીવ જુવે છે અને જોઈને તેમાં પ્રવેશ કરે છે અને પ્રવેશ કરીને તે પોતાની ઉષ્ણતા, તૃષા, ક્ષુધા, જ્વર અને દાહને દૂર કરી ત્યાં નિંદર પણ લઈ લે છે, આંખો પણ બંધ કરે છે, સ્મૃતિ, રતિ, ધૃતિ અને ચિત્તની સ્વસ્થતા પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે શીતલ અને શાંત થઈને ધીરે ધીરે ત્યાંથી નીકળી અત્યંત સાતા અને સુખનો અનુભવ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org