________________
૧૪૭૪
અમારા અનુભવમાં વેદનીયકર્મ એક મુખ્ય કર્મ છે. તે કર્કશવેદનીય અને અકર્કશવેદનીયના રુપમાં ભગવતી સૂત્રમાં વર્ણિત છે. પ્રાણાતિપાતથી મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢાર પાપોનું આચરણ કરવાવાળા જીવ કર્કશવેદનીય કર્મ બાંધે છે તથા એનાથી વિરત થવાવાળા અકર્કશવેદનીય કર્મ બાધે છે. મોહનીય કર્મને આઠે કર્મોનો રાજા કહેવામાં આવે છે. સમવાયાંગ સૂત્રમાં મોહનીયના બાવન નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ દશાશ્રુતસ્કંધ સૂત્રમાં મહામોહનીય કર્મના ૩૦ બંધ સ્થાનોનું વર્ણન છે.
કર્મ ચૈતન્યકૃત હોય છે. અચૈતન્યકૃત નથી. જીવ જ આઠ કર્મ પ્રકૃતિઓનો ચય કરે છે. ઉપચય કરે છે. બંધ કરે છે. ઉદીરણા, વેદન અને નિર્જરા કરે છે. આ દૃષ્ટિથી કર્મના બે ભેદ થાય છે- ચલિત અને અચલિત. આમાં નિર્જરા ચલિત કર્મની થાય છે તથા બંધ, ઉદીરણા, વેદન, અપવર્તન, સંક્રમણ, નિધત્તન અને નિકાચન અચલિત કર્મના થાય છે. જીવ આઠ કર્મ પ્રકૃતિઓનો ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદન અને નિર્જરા ચાર કારણોથી કરે છે(૧) ક્રોધથી (૨) માનથી (૩) માયાથી (૪) લોભથી.
જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોની ૯૭ ઉત્તર પ્રકૃતિઓ છે. કોઈ અપેક્ષાથી ૧૨૨, ૧૪૮ અને ૧૫૮ ઉત્તરપ્રકૃતિઓ પણ ગણવામાં આવી છે. એમાં મુખ્યતઃ નામ કર્મની ઉત્તર પ્રકૃતિઓની સંખ્યામાં અંતર આવે છે. બીજામાં નહીં. નામ કર્મની અહિં ૪૨ ઉત્તર પ્રકૃતિઓ ગણવામાં આવી છે, કર્મગ્રન્થોમાં એની ૬૭, ૯૩ અને ૧૦૩ ઉત્તર પ્રકૃતિઓ પણ ગણી છે. અહિં ૯૭ ભેદોમાં જ્ઞાનાવરણીયના ૫, દર્શનાવરણીયના ૯, વેદનીયના ૨, મોહનીયના ૨૮, આયુના ૪, નામના ૪૨, ગોત્રના ૨ અને અંતરાયના ૫ ભેદ સમાવિષ્ટ છે. આમ તો કર્મ પ્રકૃતિઓના જુદા પ્રકારે પણ ભેદોનો ઉલ્લેખ મળે છે. જેમ જ્ઞાનાવરણીયના બે પ્રકાર છે- દેશ જ્ઞાનાવરણીય અને સર્વ જ્ઞાનાવરણીય. જ્ઞાનને અંશતઃ આવૃત કરવાવાળા કર્મ દેશ જ્ઞાનાવરણીય તથા મતિજ્ઞાન આદિ બધાને આવૃત્ત કરવાવાળા સર્વજ્ઞાનાવરણીય છે. આ પ્રમાણે દર્શનાવરણીયના દેશ દર્શનાવરણીય અને સર્વદર્શનાવરણીય એ બે ભેદ કરવામાં આવે છે. વેદનીય કર્મના શાતા અને અશાતા એમ બે ભેદ પ્રસિદ્ધ છે. પણ શાતાવેદનીય આઠ પ્રકારના કહ્યા છે- (૧) મનોજ્ઞશબ્દ (૨) મનોજ્ઞરુપ (૩) મનોજ્ઞગંધ (૪) મનોજ્ઞ૨સ (૫) મનોજ્ઞ સ્પર્શ (૬) મનનું સૌખ્ય (૭) વચનનું સૌષ્ય, (૮) કાયાનું સૌષ્ય. તેથી વિપરીત અમનોજ્ઞ શબ્દાદિના રુપમાં ૮ પ્રકારના અશાતાવેદનીય કર્મ હોય છે. આયુ કર્મના બે વિશિષ્ટ ભેદ છે- અદ્ઘાયુ અને ભવાયુ. અદ્ઘાયુ ભવાન્તરગામિની હોય છે. જ્યારે ભવાયુ માત્ર તે જ ભવ માટે હોય છે. નામકર્મના બે ભેદ છે- (૧) શુભ નામ કર્મ અને (૨) અશુભ નામ કર્મ. ગોત્ર કર્મમાં ઉચ્ચગોત્ર આઠ પ્રકારના છે- (૧) જાતિ (૨) કુળ (૩) બળ (૪) રુપ (૫) તપ (૬) શ્વેત (૭) લાભ અને (૮) ઐશ્વર્ય. જ્યારે આમાં હીનતા હોય છે તો આઠ પ્રકારના નીચગોત્ર થાય છે. અંતરાય કર્મના બે ભેદ છે- (૧) વર્તમાનમાં પ્રાપ્ત વસ્તુનો વિયોગ કરવાવાળા (૨) ભવિષ્યમાં થવાવાળા લાભના માર્ગને રોકવાવાળા.
શ્રમણ અને શ્રમણી માટે ૨૨ પરિષહ હોય છે. તેમાં ૧. જ્ઞાનાવરણીય, ૨. વેદનીય, ૩. મોહનીય, ૪. અંતરાય આ ચાર કર્મ પ્રકૃતિઓનો સમાવેશ કરી શકાય છે. જ્ઞાનાવરણીય કર્મમાં- (૧) પ્રજ્ઞા પરીષહ અને (૨) જ્ઞાન (અજ્ઞાન) પરીષહનો સમાવેશ થાય છે. વેદનીય કર્મમાં એ અગ્યાર પરીષહનો સમાવેશ થાય છે- (૧) ક્ષુધા (૨) પિપાસા (૩) શીત (૪) ઉષ્ણ (૫) દંશમશક (૬) ચર્યા (૭) શય્યા (૮) વધ (૯) રોગ (૧૦) તૃણસ્પર્શ અને (૧૧) જલ્લ (મલ) પરીષહ. દર્શન મોહનીય કર્મમાં એક દર્શન પરીષહનો સમાવેશ થાય છે. તથા ચારિત્ર મોહનીય કર્મમાં સાત પરીષહ ભેગા હોય છે. (૧) અરિત (૨) અચેલ (૩) સ્ત્રી (૪) નિષદ્યા (૫) યાચના (૬) આક્રોશ અને (૭) સત્કાર પરીષહ. અંતરાય કર્મમાં એક અલાભ પરીષહનો સમાવેશ થાય છે.
આઠ કર્મોના બંધ કરવાવાળા અને આયુને છોડી સાત કર્મોનો બંધ કરવાવાળા જીવના બાવીસ પરીષહ કહ્યા છે. પરંતુ તેને જીવ એક સાથે વીસ પરીષહોનું વેદન કરે છે. તેનાથી વધારે નહીં. કારણકે જીવ શીત અને ઉષ્ણ પરીષહોમાંથી એકને વેદે છે. આ પ્રમાણે ચર્યા અને નિષદ્યા પરીષહોમાંથી એક સમયમાં એકનું વેદન થાય છે. છ પ્રકારના કર્મ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org