________________
૧૪૭૮
Lillinilliliiliitilistianit
atisiniiiiiiiiiiiiiiiiiitilisillutelattitutiHitalialitielleillimita.aminatinutlutiliminalistinguitmaintain authFailuali:httgarthanHitHimanitariatricistin
WalifiERE tml
કાંક્ષામોહનીયનો બંધ યોગ અને પ્રમાદથી થાય છે. એમાં કષાયની મુખ્યતા નથી. ચોવીસે દંડકોમાં કાંક્ષામોહનીય કર્મનું વેદન થાય છે. ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે પૃથ્વીકાયિક જીવ કાંક્ષામોહનીય કર્મનું વેદન ક્યા પ્રકારથી કરે છે ? ભગવાને ઉત્તર આપ્યો- હે ગૌતમ ! એ જીવોને એવો તર્ક, સંજ્ઞા, પ્રજ્ઞા, મન કે વચન હોતું નથી કે અમે કાંક્ષામોહનીય કર્મનું વેદન કરીએ છીએ. પરંતુ તેઓ તેનું અવશ્ય વેદન કરે છે. એ સત્ય છે. નિઃશંક છે તથા જિનેન્દ્રો દ્વારા પ્રરૂપિત છે. શ્રમણ નિગ્રંથ પણ કાંક્ષામોહનીય કર્મનું વેદન કરે છે. તે અનેક કારણોથી કરે છે, જેમ- જ્ઞાનાન્તર, દર્શનાન્તર, ચારિત્રાન્તર, લિંગાન્તર, પ્રવચનાન્તર, માવચનિકાન્તર, કલ્પાન્તર, માર્ગાન્તર, મતાન્તર, ભંગાન્તર, નયાન્તર, નિયમાન્તર અને પ્રમાણાન્તરોના દ્વારા શકિત, કાંક્ષિત, વિચિકિત્સિત, ભેદસમાપન્ક અને કલુષસમાપનક થઈ કાંક્ષામોહનીય કર્મનું વેદન કરે છે. જીવ સ્વયં જ કાંક્ષામોહનીય કર્મનું ઉપાર્જન કરે છે, ચય કરે છે, ઉપચય કરે છે. ઉદીરણા કરે છે અને નિર્જરા કરે છે.
વિભિન્ન કર્યપ્રકતિઓના બંધના વિશેષ કારણ પણ હોય છે. જેમ- શતાવેદનીય કર્મનો બંધ પ્રાણાનુકંપાથી, ભૂતાનુકંપાથી, જીવાનુકંપાથી, સત્વાનુકંપાથી તેમજ ઘણા પ્રાણ -ચાવતુ- સત્વને દુ:ખ ન દેવાથી, શોક ન કરવાથી, વિલાપ ન કરવાથી, પીડા ન દેવાથી અને પરિતાપ ન દેવાથી થાય છે. આનાથી વિપરીત આચરણથી અશાતાવેદનીય કર્મનો બંધ થાય છે. આપણને મુશ્કિલથી જ્ઞાન શા માટે ચઢે છે. કારણકે દુર્લભબોધીવાળા કર્મબંધના હેતુઓનો નિર્દેશ છે. તે હેતુ એ છે – અહંન્તોનો અવર્ણવાદ (નિંદાપરક કથન) કરવો, અતિ પ્રણીત ધર્મનો અવર્ણવાદ કરવો. આચાર્ય, ઉપાધ્યાયનો અવર્ણવાદ કરવો, ચતુર્વિધ સંઘનો અવર્ણવાદ કરવો, તપ અને બ્રહ્મચર્યના વિપાકથી દિવ્ય ગતિને પ્રાપ્ત કરવાવાળા દેવોનો અવર્ણવાદ કરવો. આનાથી વિપરીત આચરણથી સુલભબોધી કર્મનો બંધ થાય છે. આ જ પ્રમાણે આયુકર્મ ચાર પ્રકારના છે અને તેના બંધના હેતુ અલગ- અલગ છે. નરકાયુનો બંધ મહારંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિયવધ અને માંસ ભક્ષણથી થાય છે. તિર્યંચાયુનો બંધ માયા નિકૃત (ઠગાઈ) અસત્યવચન અને ફૂટ તોલ માપથી થાય છે. મનુષ્પાયુનો બંધ પ્રકૃતિ ભદ્રતા, પ્રકૃતિ વિનીતતા, સરળ હૃદયતા અને અમત્સરતાથી થાય છે તેમજ દેવાયુનો બંધ સરાગ સંયમ, સંયમસંયમ, બાળ તપ અને અકામ નિર્જરાથી થાય છે.
આયુ બે પ્રકારની હોય છે- અદ્ધાયુ અને ભવાય. અદ્ધાયુ ભવાન્તરગામિની હોય છે. ભવાય તે જ ભવની આયુ હોય છે. અદ્ધાયુ બે પ્રકારના જીવોને હોય છે. મનુષ્યોને અને તિર્યંચ પંચેન્દ્રિયોને. ભવાય પણ બે પ્રકારના જીવોને હોય છે- દેવોને અને નૈરયિકોને. દેવ અને નૈરયિક પૂર્ણાયુનું પાલન કરે છે. જ્યારે મનુષ્ય અને તિર્યંચપંચેન્દ્રિય ને અકાળ મરણ પણ સંભવ છે. પ્રાણીઓની હિંસા કરવાથી, અસત્ય ભાષણ કરવાથી, તથાઇપ શ્રમણ બ્રાહ્મણને અપ્રાસુક અશન પાનાદિથી પ્રતિલાભિત કરવાથી જીવ અલ્પાયુનો બંધ કરે છે. પણ આ જ હેતુઓથી તે અશુભ દીર્ધાયનો છે. આનાથી વિપરીત આચરણથી તે શુભ દીર્ધાયુ અને અશુભ અલ્પાયુનો બંધ કરે છે. આયુપરિણામ ગતિ, બંધક, સ્થિતિ આદિના ભેદથી નવ પ્રકારના કહ્યા છે. જાતિનામ નિધત્તાયુ, ગતિનામ નિધત્તાયુ, સ્થિતિનામ નિધત્તાયુ આદિના ભેદથી આયુબંધ છ પ્રકારના છે. નૈરયિકથી લઈ વૈમાનિક દેવો સુધી છ પ્રકારના આયુબંધ પ્રતિપાદિત છે. નૈરયિક અને દેવ પર- ભવની આયુનો બંધ નિયમથી છ માસ આય શેષ રહેવા સુધી કરે છે.
પૃથ્વીકાયિકથી વિકસેન્દ્રિય જીવ બે પ્રકારના છે- (૧) સોપક્રમ આયુવાળા (૨) નિરુપક્રમ આયુવાળા. નિરુપમ આયુવાળા નિયમથી આયુષ્યનો ત્રીજા ભાગ શેષ રહે ત્યારે પરભવની આયુનો બંધ કરે છે તથા સોપક્રમ આયુવાળા કદાચિત્ ત્રીજા ભાગમાં પરભવની આયુનો બંધ કરે છે. કદાચિત્ આયુના ત્રીજા ભાગનો ત્રીજા ભાગ શેષ રહે ત્યારે પરભવની આયુનો બંધ કરે છે. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય બે પ્રકારના હોય છે- (૧) સંખ્યાતવર્ષાયુષ્ક અને (૨) અસંખ્યાતવર્ષાયુષ્ક. આમાં અસંખ્યાતવર્ષાયુષ્ક જીવ છ માસ આયુ શેષ રહે ત્યારે પરભવની આયુનો બંધ કરે છે તથા સંખ્યાત વર્ષની આયુવાળા જીવ બે પ્રકારના છે- સોપક્રમ આયુવાળા અને નિરુપક્રમ આયુવાળા. એમાં આયુબંધ પૃથ્વીકાયના સદશ હોય છે. આયુબંધના સંબંધમાં એ સ્પષ્ટ સંકેત છે કે એક જીવ એક સમયમાં એક આયુનો બંધ કરે છે' આ ભવની કે પરભવની આયુનો.
BiliffiliatiliitiliitilinkillllllllliaHillilithiatERIIIHitelifilminiliffiHiritualitillutiHill alli limitilalinatirrit
નristir in tirit listiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii I
HIERHIGHER
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org