________________
૧૪૭૬
lilithilliiliillwill till illitillllllllllllllllllllliliitilittanitariatestinatitwittallpalli Bull illilli llllllllllllll Ellisiaticalllutiiiiiiuttitle
કર્મ સિદ્ધાંતમાં બંધ, વેદ, ઉદીરણા, નિર્જરા આદિનું મહત્વપૂર્ણ સ્થાન છે. સંસાર પરિભ્રમણની દૃષ્ટિથી બંધનું સર્વાધિક મહત્વ છે. સામાન્યત: બંધ એક પ્રકારનું છે પણ રાગથી થવાવાળા બંધને પ્રેયબંધ અને દ્વેષથી થવાવાળા બંધને
માં વિભક્ત કરી બંધના બે ભેદ પણ કહ્યા છે. બંધના અન્ય પ્રસિદ્ધ બે ભેદ પણ છે- (૧) ઈર્યાપથિક બંધ અને (૨) સામ્પરાયિક બંધ. ઈર્યાપથિક બંધ કષાય રહિત જીવને થાય છે. તે યોગથી જ બંધાય છે. નૈરયિક, તિર્યંચ, અને દેવ આને નથી બાંધતા. મનુષ્ય પુરુષ અને મનુષ્ય સ્ત્રીઓ જ આને બાંધે છે. વેદની અપેક્ષાએ કથન કરવામાં આવે તો એને સ્ત્રી, પુરુષ અને નપુંસક નથી બાંધતા. પરંતુ નોસ્ત્રી, નોપુરુષ અને નોનપુંસક બાંધે છે. વેદરહિત જીવ જ આને બાંધે છે.
જીવને ઈર્યાપથિક બંધ સાદિ અને સપર્યવસિત હોય છે. અર્થાત્ એનું બંધન ક્યારેક (૧૦માં ગુણસ્થાનક પછી) પ્રારંભ થાય છે અને ક્યારેક (૧૪માં ગુણસ્થાનકમાં કે અગ્યારમાં ગુણસ્થાનકથી ઉતર્યા પછી) અવસાન પણ થાય છે. સામ્પરાયિક બંધ સકષાયી જીવોને હોય છે. જે નૈરયિકથી લઈ દેવો સુધી બધા જીવો ને હોય છે. વેદરહિત જીવ પણ આનું બંધન કરી શકે છે. સામ્પરાયિક બંધ સાદિ સપર્યવસિત, અનાદિ સપર્યવસિત અને આ છે. પરંતુ સાદિ અપર્યવસિત હોતું નથી. ઈર્યાપથિક અને સામ્પરાયિક બંને બંધોમાં સર્વથી સર્વ આત્માનો બંધ થાય છે. દેશથી સર્વ, સર્વથી દેશ તથા દેશથી દેશનો નહીં.
દ્રવ્ય અને ભાવના રુપમાં પણ બંધના બે ભેદ થાય છે. એમાં દ્રવ્યબંધ બે પ્રકારના છે- પ્રયોગબંધ અને વિસ્ત્રસાબંધ. જીવ જેને મન, વચન અને કાયયોગથી બાંધે છે તે પ્રયોગબંધ છે. તથા જે સ્વભાવથી બંધાય જાય છે તે વિસ્ત્રસાબંધ છે. વિસ્ત્રસાબંધ પણ બે પ્રકારના છે- સાદિ અને અનાદિ. પ્રયોગબંધના બે ભેદ છે- (૧) શિથિલ બંધન બંધ અને (૨) સધન બંધને બંધ અને ભાવબંધ બે પ્રકારના છે- (૧) મૂળ પ્રકૃતિબંધ અને (૨) ઉત્તરપ્રકૃતિબંધ. બીજી અન્ય માન્યતા પ્રમાણે રાગ-દ્વેષાદિને ભાવબંધ અને કર્મપુદ્ગલોનું આત્મા સાથે એકાકાર થવું એ દ્રવ્યબંધ કહ્યું છે.
ફરી બીજી અન્ય દૃષ્ટિથી બંધના ત્રણ ભેદ છે. જેમ- (૧) જીવપ્રયોગ બંધ (૨) અનંતરબંધ અને (૩) પરંપર બંધ. નૈરયિકથી વૈમાનિક સુધીના દંડકોમાં આ ત્રણ પ્રકારના બંધ હોય છે. જીવ દ્વારા મન, વચન, કાય રુપી યોગના પ્રયોગથી જે બંધ થાય છે તે જીવ પ્રયોગબંધ છે. બંધનો અવ્યવહિત સમય હોય તો તે અનંતર બંધ કહેવાય છે. બાંધ્યા પછી એકથી વધારે સમય નીકળી જાય તે પરંપર બંધ કહેવાય છે.
બંધના ચાર ભેદ પ્રસિદ્ધ છે. (૧) પ્રકૃતિબંધ (૨) સ્થિતિબંધ (૩) અનુભાવ (અનુભાગ) (૪) પ્રદેશબંધ. બદ્ધ કર્મ પુદ્ગલોનો સ્વભાવ પ્રકૃતિબંધ છે. તેની રહેવાની અવધિ સ્થિતિબંધ છે. ફળ આપવાની શક્તિ અનુભાવ બંધ છે. તથા કર્મપુદ્ગલોનો સંચય પ્રદેશ બંધ છે. બંધ કર્મોનો થાય છે. એટલા માટે બંધને કર્મ પણ કહી શકાય છે. એટલે પૂર્વમાં કર્મના પણ આ ચાર ભેદ પ્રતિપાદિત છે. ઉપક્રમ ચાર પ્રકારના હોય છે- (૧) બંધનો ક્રમ (૨) ઉદીરણોપક્રમ (૩) ઉપશમનોપક્રમ અને (૪) વિપરિણામોપક્રમ. આમાં બંધનો ક્રમના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ એ ચાર ભેદ છે અને ઉદીરણોપક્રમ, ઉપશમાપક્રમના વિપરિણામોપક્રમના પણ એ જ ચાર ભેદ છે. સંક્રમ એક કરણ છે. જેમાં બદ્ધ પ્રકૃતિનું બધ્યમાન પ્રકતિમાં ઉદવર્તન કે અપર્વતન થાય છે. તે સંકમ પણ ચાર પ્રકારના છે- પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ, નિધત્ત અને નિકાચિહ્ના પણ એ જ ચાર ભેદ છે.
વિભિન્ન કર્મપ્રકૃતિઓનો બંધ કરતા જીવ કેટલી કમ પ્રકૃતિનો બંધ કરે છે ? એનો પરસ્પર શું સંબંધ છે? ઈત્યાદિની પ્રસ્તુત અધ્યયનમાં વિસ્તૃત ચર્ચા છે. જેમ જ્ઞાનાવરણીય કર્મને બાંધતા જીવ સાત, આઠ કે છ કર્મ પ્રવૃતિઓનો બંધક થાય છે. દર્શનાવરણીયને બાંધતા પણ સાત, આઠ કે છ કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે. વેદનીય કર્મને બાંધતા જીવ સાત, આઠ, છે કે એક કર્મપ્રકૃતિનો બંધ કરે છે. મોહનીય કર્મને બાંધતા જીવ સાત, આઠ કે છ કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે.
સરકારના
કામ દારોના
નાણાdri HausinetitiHITI માuિill/IIIII III III IIIIIIIIIIlutiliitill
illicitudiiiiiiiiiIII IIII III IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIITHIBILERIIMaiHIEFTTHitin BEIRTIFE -HHHE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org