________________
૧૪૮૬
११. मोहणिज्जकम्मस्स तीसं बंधट्ठाणा
ते काणं तेणं समएणं चंपा नामं नयरी होत्था, वणओ । पुण्णभद्दे नामं चेइए वण्णओ । कोणिय राया, धारिणी देवी । सामी समोसढे । परिसा निग्गया । धम्मो હિો । પરિક્ષા પડિયા ।
अज्जो ! त्ति समणे भगवं महावीरे बहवे निग्गंथा य निग्गंथीओ य आमंतेत्ता एवं वयासी
-
एवं खलु अज्जो ! तीसं मोहणिज्जठाणाइं जाई इमाई इत्थी वा पुरिसो वा अभिक्खणं, अभिक्खणं आयारेमाणे वा समायारेमाणे वा मोहणिज्जत्ताए कम्मं पकरेइ । तीसं मोहणियठाणा पण्णत्ता, तं जहा
. ને યાવિ તમે પાળે, વારિમન્ને વિયાદિયા । उदएणकम्म मारेइ, महामोहं पकुव्वइ ॥
૨. સીસાવેઢે ને જેરૂ, આવેઢેડ્ અભિનવળ । तिव्वासु भसमायारे, महामोहं पकुव्वइ ॥
३. पाणिणा संपिहित्ताणं, सोयमावरिय पाणिणं । अंतो नदंतं मारेइ, महामोहं पकुव्वइ ||
४. जायतेयं समारब्भ, बहुं ओरूंभिया जणं । अंतोधूमेण मारेइ, महामोहं पकुव्वइ ॥
५. सीसम्मि जे पहणइ, उत्तमंगम्मि चेयसा । विभज्ज मत्थयं फाले, महामोहं पकुव्वइ ॥
६. पुणो पुणो पणिहीए, हणित्ता उवहसे जणं । फलेणं अदुव दंडेणं, महामोहं पकुव्वइ ॥
७. गूढायारी निगूहेज्जा, मायं मायाए छायए । असच्चवाई णिण्हाई, महामोहं पकुव्व ॥
Jain Education International
For Private
દ્રવ્યાનુયોગ ભાગ-૩
૧૧. મોહનીય કર્મનાં ત્રીસ બંધ સ્થાન :
તે કાળ અને તે સમયમાં ચંપા નામની નગરી હતી. નગરીનું વર્ણન કરવું જોઈએ. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. ચૈત્યનું વર્ણન કરવું જોઈએ. ત્યાં કોણિક રાજા રાજ્ય કરતા હતા, તેની ધારણી દેવી પટરાણી હતી. સ્વામી (શ્રમણ ભગવાન મહાવીર) ત્યાં પધાર્યા, ધર્મ શ્રવણ માટે પરિષદ્ આવી. ભગવાને ધર્મનું સ્વરુપ કહ્યું. ધર્મ શ્રવણ કરી પરિષદ્ ચાલી ગઈ. (તેના પછી) કે આર્યો ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરે બધા નિગ્રંથ-નિગ્રંથનીઓને આમંત્રિત કરી કહ્યું
હે આર્યો ! જે સ્ત્રી કે પુરુષ આ ત્રીસ મોહનીય સ્થાનોનું સામાન્ય કે વિશેષ રુપથી ફરી-ફરી આચરણ કે સમાચરણ કરે છે તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. મોહનીય કર્મનાં ત્રીસ સ્થાન કહ્યા છે, જેમકે -
૧. જે વ્યક્તિ કોઈ ત્રસ પ્રાણીને પાણીમાં લઈ જઈને
(પગ આદિથી આક્રમણ કરી) પાણીમાં વારંવાર ડુબાડીને તેને મારે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે.
૨. જે વ્યક્તિ તીવ્ર અશુભ સમાચરણપૂર્વક કોઈ ત્રસ પ્રાણીને ભીની ચામડીની પટ્ટીથી બાંધીને મારે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે.
૩. જે વ્યક્તિ પોતાના હાથથી કોઈ મનુષ્યનાં મુખને બંધ કરી, તેને કમરામાં રોકીને, અન્તર્વિલાપ કરતા થકાને મારે છે, તે મહામોહનીયકર્મનો બંધ કરે છે. ૪. જે વ્યક્તિ અનેક જીવોને કોઈ એક સ્થાનમાં
અવરુદ્ધ કરી, અગ્નિ બાળીને તેના ધૂમાડાથી મારે છે, તે મહામોહનીયકર્મનો બંધ કરે છે.
૫. જે વ્યક્તિ સંક્લિષ્ટ ચિત્તથી કોઈ પ્રાણીનાં
સર્વોત્તમ અંગ પર પ્રહાર કરી, તેને ખંડ-ખંડ કરી ફોડી દે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે.
૬. જે વ્યક્તિ વારંવાર વેશ બદલીને કોઈ મનુષ્યને નિર્જન સ્થાનમાં ડંડાથી મારીને ખુશી મનાવે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે.
૭. જે વ્યક્તિ ગુપ્ત આચરણ કરી તેને છુપાવે છે, કપટ દ્વારા માયાને ઢાંકે છે, અસત્યવાદી છે, યથાર્થનો અપલાપ કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે.
Personal Use Only
www.jainelibrary.org