________________
આશ્રવ અધ્યયન
૧૩૯૩
केइ परदब्वहरणलुद्धा कारग्गल नियल-जुवल-रूद्धा चारगाए हयसारा।
सयणविप्पमुक्का मित्तजणनिरक्खिया निरासा बहुजणधिक्कारसद्दलज्जाविया अलज्जा अणुबद्धखुहा पारद्धा सीउण्ह-तण्ह-वेयण-दुग्घट्ट-घट्ठिया विवन्नमुहविच्छविया,
विहल-मलिन-दुब्बला किलंता कासंता वाहिया य आमाभिभूयगत्ता परूढ-नह-केस-मंसुरोमा छगमुत्तमि णियगंमि खुत्ता।
બીજાના દ્રવ્યોનું અપહરણ કરવામાં લુબ્ધ કેટલાક ચોરોને કારાગારમાં સાંકળ બાંધીને અને બંને પગમાં બેડીઓ નાંખીને બંધ કરી દેવામાં આવે છે અને તેમનું ધન છીનવી લેવામાં આવે છે. રાજકીય ભયના કારણે કોઈ સ્વજન તે ચોરો સાથે સંબંધ નથી રાખતા, મિત્રજન તેમની રક્ષા નથી કરતા, બધાં દ્વારા તે તિરસ્કૃત થાય છે, એટલે તે બધી જગ્યાએથી નિરાશ થઈ જાય છે. ઘણાં લોકો અધિક્કાર છે તમને” એમ કહે છે તો તે લજ્જિત થાય છે અથવા પોતાની કાળી કરતૂતના કારણે પોતાના પરિવારને લજ્જિત કરે છે, તે લજ્જાહીન મનુષ્યોને નિરંતર ભૂખ્યા મરવું પડે છે, ચોરીના તે અપરાધી ઠંડી-ગરમી અને તરસની પીડાથી બૂમાબૂમ કરતાં રહે છે. તેમનો ચહેરો ભયભીત થઈ અને કાંતિહીન થઈ જાય છે. તે સદા વિદ્યલ કે વિફલ, મલિન અને દુર્બલ બનીને રહે છે. થાકેલા, હારેલા તથા કરમાઈ ગયેલા રહે છે, કોઈ-કોઈ ઉધરસ ખાય છે અને અનેક રોગો તથા અજીર્ણથી ગ્રસ્ત રહે છે. તેમના નખ, કેશ તથા દાઢીમૂછોને વાળ તથા રોમ વધી જાય છે, તે કારાગારમાં પોતાના જ મળ-મૂત્રમાં લિપ્ત રહે છે. જયારે આવા પ્રકારની અસહ્ય વેદનાઓ ભોગવતાંભોગવતાં તે મરવાની ઈચ્છા ન હોવા છતાં પણ મરી જાય છે. ત્યારે તેમના શબના પગમાં દોરડા બાંધી કારાગારથી બહાર કાઢવામાં આવે છે અને ખીણ-ખાડામાં ફેંકી દેવામાં આવે છે. ત્યાર પછી વરુ (ભડિયા), કૂતરા, શિયાળ, સુઅર તથા સાણસી જેવા મુખવાળા ગીધ વગેરે અન્ય પક્ષીઓ પોતાના મોઢેથી તેમના શબને ચૂંથી નાંખે છે અને કોઈ શબોને પક્ષી, ગીધ વગેરે ખાઈ જાય છે. કેટલાક ચોરોના મૃત કલેવરમાં જંતુઓ પડી જાય છે, તેમના શરીર સડી-ગળી જાય છે. ત્યાર પછી પણ અનિષ્ટ વચનોથી તેમની નિંદા કરવામાં આવે છે. તેમને ધિક્કારવામાં આવે છે કે સારુ થયું કે પાપી મરી ગયા અથવા મારી નાંખવામાં આવ્યા' તેમના મૃત્યુથી સંતુષ્ટ થયેલા લોકો તેની નિંદા કરે છે. આ રીતે તે પાપી ચોર પોતાના મૃત્યુ પછી પણ લાંબા સમય સુધી પોતાના સ્વજનોને લજ્જિત કરે છે.
तत्थेव मया अकामका बंधिऊण पादेसु कड्ढिया खाइआए
तत्थ य विग-सुणग-सियाल-कोल-मज्जार चंद संदंसगतुंडपक्खिगण-विविहमुहसयल-विलुत्तगत्ता कय विहंगा।
केइ किमिणा य कुहियदेहा।
अणिवयणेहिं सप्पमाणा “सुट्ठ कयं जं मउत्ति पावो" तुट्टेणं जणेणं हम्ममाणा लज्जावणका च होंति सयणस्स वि य दीहकालं।
-પટ્ટ. મા. ૩, સુ. ૭૩-૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org