________________
૧૩૯૮
णिच्चं नीयकम्मोपजीविणो, लोय कुच्छणिज्जा, मोघमणोरहा निरासबहुला,
आसापास पडिबद्धपाणा, अत्थोपायाण-कामसोक्खे य लोयसारे होंति अफलवंतका य ।
सुट्टु वि य उज्जमंता तद्दिवसुज्जुत्त-कम्मकयदुक्खसंठविय-सित्थपिंडसंचयपरा,
पक्खीण- दव्वसारा,
निच्चं अधुवधण - धन्न कोस परिभोग-विवज्जिया,
રદિય-ામ-મો-પરિમો -સવસોવવા,
परसिरि भोगोवभोगनिस्साण- मग्गण-परायणा वरागा अकामिकाए विर्णेति दुक्खं,
व सुहं णेव निब्बु उवलभंति, अच्चंत विपुल दुक्खसयसंपलित्ता, परस्स दव्वेहिं जे अविरया ।
- પહૈં. આ. રૂ, સુ. ૭૭-૭૮ (૧)
૪૨. અવિળાવાળ પુછ્યું
एसो सो अदिण्णादाणस्स फलविवागो इहलोइओ परलोइओ अप्पसुहो-बहुदुक्खो महब्भओ बहुरयप्पगाढो दारूण कक्सो असाओ वाससहस्सेहिं मुच्चइ, नय य अवेदयित्ता अस्थि उ मोक्खोत्ति,
Jain Education International
૪૧.
દ્રવ્યાનુયોગ ભાગ-૩
સદા નીચષ્કૃત્ય કરીને પોતાની આજીવીકા ચલાવે છે, લોકનિંદિત અસફલ મનોરથવાળા, નિરાશાથી ગ્રસ્ત હોય છે.
અદત્તાદાનનું પાપ ગ્રહણ કરવાવાળાનો જીવ સદા અનેક પ્રકારની આશાઓ, કામનાઓ, તૃષ્ણાઓના બંધનમાં બંધાયેલા રહે છે, લોકમાં સારભૂત અનુભવ કરવામાં આવતા અથવા માનવામાં આવતા(અર્થોપાર્જન અને કામભોગો સંબંધી સુખને માટે અનુકૂળ અથવા પ્રબળ પ્રયત્ન કરવા છતાં) તેમને સફળતા પ્રાપ્ત નથી થતી.
દ૨૨ોજ પુરુષાર્થ કરવા છતાં, કડી મહેનત કરવા છતાં તેઓને ઘણી કઠીનાઈથી આમ-તેમ વિખરાયેલુ ફેંકેલુ એઠું ભોજન જ નસીબમાં હોય છે.
તેઓ પ્રક્ષીણદ્રવ્યસાર હોય છે. અર્થાત્ કદાચ કોઈ ઉત્તમ દ્રવ્ય મળી જાય તો તે પણ નષ્ટ થઈ જાય છે. અસ્થિર ધન, ધાન્ય અને કોશના પરિભોગથી તે સદા વંચિત રહે છે.
કામ, શબ્દ તથા રૂપ અને ભોગ, ગંધ, સ્પર્શ અને રસના ભોગોપભોગના સેવનથી પ્રાપ્ત થવાવાળા સમસ્ત સુખથી પણ વંચિત રહે છે.
પારકી લક્ષ્મીના ભોગોપભોગને પોતાને આધીન બનાવવાના પ્રયાસમાં તત્પર રહેતા છતાં પણ તે બિચારા દરિદ્રતા ન ચાહતા પણ કેવળ દુઃખના જ ભાગી બને છે.
તેમને ન તો સુખ નસીબમાં મળે છે, ન શાંતિ, માનસિક સ્વસ્થતા કે સંતુષ્ટી મળે છે. આ રીતે જેઓ પારકા પદાર્થ-દ્રવ્યોથી વિરત નથી થયા અર્થાત્ જેઓએ અદત્તાદાનનો પરિત્યાગ નથી કર્યો તે અત્યંત અને વિપુલ સેંકડો દુ:ખોની આગમાં બળતા રહે છે. અદત્તાદાનનું ફળ :
અદત્તાદાનનું આ ફળ વિપાક છે. અર્થાત્ અદત્તાદાનરૂપ પાપકૃત્યના ઉદયમાં આવેલ વિપાક પરિણામ છે. તે આલોક-પરલોકમાં સુખથી રહિત અને દુઃખની પ્રચૂરતાવાળા છે. અત્યંત ભયાનક છે. અતિશય પ્રગાઢ કર્મરૂપી રજવાળા છે. ખૂબ જ દારૂણ છે, કર્કશ-કઠોર છે. અસાતામય છે અને હજારો વર્ષોમાં પણ આનાથી છુટકારો મળતો નથી, પરંતુ તેને ભોગવ્યા વગર તેનાથી મુક્ત થતા નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org