________________
૧૪૬૨
-
-
-
-
- -
-
-
-
-
-
૩૦. કષાય અધ્યયન
જીવના સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ કપાય છે. કષાયથી જ પાપ અને પુણ્ય પ્રકૃતિઓનો સ્થિતિબંધ થાય છે. કર્મબંધનો મુખ્ય હેતુ પણ એ જ છે. પ્રસ્તુત અધ્યયનમાં કષાયનું વિશેષ લક્ષણ જણાતું નથી. પરંતુ તેના પર વિવિધ દૃષ્ટિઓથી વિચાર કર્યો છે. જેનાથી કપાયનું સ્વરુપ ઉદ્દઘાટિત થાય છે. કષાયના મુખ્યપણે ચાર ભેદ છે(૧) ક્રોધ (૨) માન (૩) માયા અને (૪) લોભ. સંગ્રહનયની દૃષ્ટિથી ક્રોધાદિ કષાય એક-એક છે પરંતુ વ્યવહારનયની દષ્ટિથી એના ચાર-ચાર ભેદ છે- (૧) અનંતાનુબંધી (૨) અપ્રત્યાખ્યાન (૩) પ્રત્યાખ્યાનાવરણ અને (૪) સંજવલન. આ પ્રમાણે કષાયના સોળ ભેદ પણ છે. આ સોળ ભેદોનું આ અધ્યયનમાં વિવિધ દૃષ્ટિએ વિવેચન કરવામાં આવ્યું છે. અહિં એ સ્પષ્ટ કર્યું છે કે અનંતાનુબંધી કષાયોમાં કાળ કરવાવાળા જીવ નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. અપ્રત્યાખ્યાન કષાયોમાં કાળ કરવાવાળો જીવ તિર્યંચોમાં, પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્કમાં કાળ કરવાવાળા જીવ મનુષ્યમાં તથા સંજવલન કષાયોમાં કાળ કરવાવાળા જીવ દેવોમાં ઉત્પન્ન થાય છે.
ક્રોધાદિ ચાર કષાય ચારેય ગતિઓના ચોવીસ દંડકોમાં ઉપલબ્ધ છે. છતા પણ આ કષાયોના જુદી-જુદી દષ્ટિએ ચાર-ચાર ભેદ વર્ણવ્યા છે- (૧) આભોગ નિવર્તિત (૨) અનાભોગ નિવર્તિત (૩) ઉપશાંત અને (૪) અનુપશાંત. જીવના ક્રોધાદિ કષાય પરિણામને ભાવ કહેવામાં આવે છે. તે ભાવોના ઉદય પ્રમાણે કષાયના ચાર ભેદ થાય છે - (૧) કર્મમોદક પ્રમાણે (૨) ખંજનોદક પ્રમાણે (૩) બાલુકોદક પ્રમાણે અને (૪) શૈલોદક પ્રમાણે. આ જ ભાવોમાં પ્રવર્તમાન જીવ મૃત્યુ પામે તો ક્રમશઃ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. આવર્તની દષ્ટિએ જોતા ખરાવર્તના જેવો ક્રોધ, ઉન્મતાવર્તના જેવો માન, ગૂઢાવર્તના જેવી માયા અને આમિષાવર્તન જેવા લોભમાં કાળ કરવાવાળા, સમસ્ત જીવોની ઉત્પત્તિ નરકમાં બતાવી છે.
કષાયની ઉત્પત્તિ મુખ્યરુપે ચાર નિમિત્તોથી થાય છે- (૧) ક્ષેત્ર (૨) વાસ્તુ (૩) શરીર અને (૪) ઉપધિના નિમિત્ત. તેમાં ક્રોધની ઉત્પત્તિના દશ સ્થાનો, મદની ઉત્પત્તિના આઠ અને દશ સ્થાનોનો પણ ઉલ્લેખ છે. કરણ, નિવૃત્તિ, પ્રતિષ્ઠાન આદિના આધારે પણ પ્રસ્તુત અધ્યયનમાં કષાયનું વિવેચન છે. સકષાયી જીવ ત્રણ પ્રકારના હોઈ શકે છે(૧) અનાદિ અપર્યવસિત (૨) અનાદિ સપર્યવસિત અને (૩) સાદિ સંપર્યવસિત. અંતમાં સકષાયી, ક્રોધ કષાયી, માનકષાયી, માયાકષાયી, લોભકષાયી અને અકષાયી જીવોના અલ્પબદુત્વનું વર્ણન કરી અકષાયી થવાનું મહત્વ પ્રતિપાદિત કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org