________________
૧૪૨૩
ક
ક્ષાનકauritius at -
૨૯. વેદ અધ્યયન
કામવાસનાનો અનુભવ વેદ છે. સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદના ભેદથી એના ત્રણ પ્રકાર થાય છે. અહિંયા વેદ શબ્દ સ્ત્રી, પુરુષ આદિના બાહ્યલિંગનું દ્યોતક નથી. બાહ્યલિંગ તો શરીર-નામ-કર્મનું ફળ છે. વેદ મોહ કર્મના ઉદયનું પરિણામ છે. હાં, એ અવશ્ય છે કે બાહ્ય લિંગથી સ્ત્રી, પુરુષ અને નપુંસકની ઓળખાણ થાય છે તથા વેદથી એમનો ગાઢ સંબંધ છે. પ્રાયઃ સ્ત્રીમાં સ્ત્રીવેદ, પુરુષમાં પુરુષવેદ અને નપુંસકમાં નપુંસકવેદ જોવા મળે છે. વેદની પૂર્તિનું સાધન લિંગ છે. નવમાં ગુણસ્થાનના પછી ત્રણવેદોમાંથી કોઈનો પણ ઉદય રહેતો નથી. વીતરાગી આત્માની સત્તામાં પણ વેદનો ક્ષય થઈ જાય છે. પરંતુ શરીરની સાથે લિંગ બનેલુ રહે છે. ત્રણ લિંગમાંથી કોઈપણ લિંગ રહેતા વીતરાગ અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. જેમકે- પંદર પ્રકારના સિદ્ધોમાં સ્ત્રીલિંગ સિદ્ધા, પુરુષલિંગ સિદ્ધા અને નપુંસક લિંગ સિદ્ધાની ગણના આની સાક્ષી છે.
પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયમાં જે કામવાસના છે તે નપુંસક વેદના રુપમાં છે. એ જ પ્રમાણે ત્રણ વિકસેન્દ્રિય, સમુચ્છિમ તિર્યંચ પચેન્દ્રિય, મનુષ્ય અને સમસ્ત નૈરયિક જીવોમાં પણ નપુંસકવેદ હોય છે. આ વેદ મહાનગરના દાહના સમાન કષ્ટદાયી છે. દેવોમાં બે વેદ હોય છે. સ્ત્રીવેદ અને પુરુષવેદ. આમાં નપુંસક વેદ નથી હોતો. નૈરયિકોમાં નપુંસક સિવાયના બે વેદ હોતા નથી. ગર્ભથી ઉત્પન્ન થવાવાળા તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં ત્રણે વેદ હોય છે. ચાર ગતિઓના ચોવીસ દંડકોમાં મનુષ્યનો જ એક દંડક એવો છે કે જે અવેદી પણ હોઈ શકે છે અર્થાત્ કામવાસનાનો નાશ માત્ર મનુષ્યોમાં જ સંભવ છે. કોઈપણ જીવ એક સમયમાં એકથી વધારે વેદોનો અનુભવ કરતા નથી. સ્ત્રીવેદનો ઉદય હોવાથી સ્ત્રી-પુરુષની અભિલાષા કરે છે તથા પુરુષવેદનો ઉદય હોવાથી પુરુષ સ્ત્રીની અભિલાષા કરે છે. સ્ત્રીવેદ કરીષાગ્નિના સમાન અને પુરુષવેદ દાવાગ્નિની જુવાલાની સમાન માનવામાં આવ્યા છે.
સવેદક જીવ ત્રણ પ્રકારના હોય છે - (૧) અનાદિ અપર્યવસિત (૨) અનાદિ સંપર્યવસિત અને (૩) સાદિ સપર્યવસિત. જે જીવોમાં અનાદિકાળથી સવેદકતા ચાલી આવે છે અને ક્યારેય સમાપ્ત થતી નથી તે અનાદિ અપર્યવસિત ભેદમાં આવે છે. જેમાં સમાપ્ત થઈ જાય તેને અનાદિ સંપર્યવસિત સંવેદક માનવામાં આવે છે. અંતિમભેદ એ જીવોમાં હોય છે કે જે એકવાર અવેદી થઈ (અગ્યારમાં ગુણસ્થાનથી પડીને) ફરી સવેદી થાય છે. એવા જીવ ફરીથી અવેદી થઈ શકે છે. અવેદક જીવ બે પ્રકારના હોય છે- (૧) સાદિ અપર્યવસિત અને (૨) સાદિ સંપર્યવસિત. જે જીવ એકવાર સવેદક થયા પછી ફરીથી સંવેદક થતા નથી તે પ્રથમ પ્રકારમાં તથા ફરીથી સંવેદક થવાવાળા બીજા પ્રકારમાં આવે છે. સાદિ સપર્યવસિત જીવોની અવેદકતા જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહે છે.
સ્ત્રી, પુરુષ અને નપુંસકની કાયસ્થિતિનો ચોવીસ દંડકોમાં પ્રસ્તુત અધ્યયનમાં વિશદ વર્ણન છે. તેના પછી સવેદક અને અવેદક જીવોના અંતરકાળનું પ્રરુપણ છે.
અહિં અલ્પબદુત્વની ચર્ચા મહત્વપૂર્ણ છે. સવેદક, સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકવેદક અને અવેદક જીવોમાં પુરુષવેદક સૌથી ઓછા છે. તેનાથી સ્ત્રીવેદક જીવ સંખ્યાતગુણ છે. તેનાથી અવેદક અનંતગણો છે. તેનાથી નપુંસકવેદક અનંતગણા છે. તેનાથી સવેદક વિશેષાધિક છે. સ્ત્રી, પુરુષ અને નપુંસકોના વિભિન્ન દંડકોમાં પ્રદત્ત પૃથફ અલ્પબદુત્વના આધાર પર આ કહી શકાય છે કે સમસ્ત સ્ત્રીઓમાં મનુષ્ય સ્ત્રીઓ, સમસ્ત પુરુષોમાં મનુષ્ય પુરુષો અને સમસ્ત નપુંસકોમાં પુરુષ નપુંસક સૌથી અલ્પ છે. સ્ત્રીઓમાં દેવસ્ત્રીઓ, પુરુષોમાં દેવપુરુષ અને નપુંસકોમાં તિર્યંચનપુંસક સર્વાધિક છે.
સ્ત્રી-પુરુષ અને નપુંસકોમાં પુરુષ સૌથી અલ્પ છે. સ્ત્રીઓ તેનાથી સંખ્યાતગણી છે અને નપુંસક તેનાથી અનંતગણા કહ્યા છે.
=
==
=
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org