________________
પ્રસ્તાવના
રસ, ભાવ વગેરે પારિભાષિક શબ્દોને આનંદવર્ધને કારિકાના વૃત્તિભાગમાં સમજાવ્યા નથી અભિનવગુણે “લોચન'માં તેની સોદાહરણ ચર્ચા કરી છે.
શૃંગાર, કરણ વગેરે રસની જેમ ‘ભાવ પણ સ્વતંત્રરૂપથી આસ્વાદ્ય હોય છે. કવિએ લજ્જા વગેરે ભાવને કઈ રીતે વર્ણવેલ છે એના ઉપર જ ભાવની પ્રધાનતા કે ગૌણતા આધાર રાખે છે. કવિના શબ્દાર્થ જો ભાવમાં જ વિશાન્ત થતા હોય તો ત્યાં ભાવ, પ્રધાન છે અને તેનું આત્મત્વ છે. તેનાથી વિપરીત કવિના શબ્દાર્થ જો છેવટે રસમાં વિશ્રાન્ત થતા હોય ત્યારે ત્યાં ભાવની સ્વતંત્ર અને નિરપેક્ષ આસ્વાધતા નહીં હોવાથી ગૌણતા છે, આત્મત્વ નહીં. ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં ભાવપણ રસની જેમ સ્વતંત્રરૂપથી આસ્વાદ્ય હોઈ શકે છે. આમ જોઈએ તો રસ અને ભાવ એકરૂપ જ છે કેમકે બન્ને અસંલક્ષ્યક્રમ જ છે. કાવ્યમાં જ્યારે અસંલફ્ટમ ધ્વનિ પ્રધાનતાથી પ્રતીત થાય છે ત્યારે તેને કાવ્યના આત્મત્વનું મહત્ત્વ પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન એ છે કે રસ, ભાવ વગેરે બધા જ જો અસંલક્ષ્યક્રમ છે તો પછી રસધ્વનિ, ભાવ ધ્વનિ વગેરે વિભાગ કેવી રીતે થઈ શકે છે?
અભિનવગુસનું સમાધાન છે કે-વાસ્તવમાં ભાવનિ, રસધ્વનિનો જ તબક્કો છે પણ તેમાં આસ્વાદનો પ્રયોજક અંશ ભિન્ન ભિન્ન હોઈ શકે છે. ક્યાંક ઉદય આસ્વાદ્ય હોય છે તો ક્યાંક સ્થિતિ આસ્વાદ્ય હોય છે. આસ્વાદના પ્રયોજકના રૂપમાં જે અંશનું પ્રાધાન્ય હોય, તે અંશને લઈને ભાવધ્વનિ, આભાસધ્વનિ, ભાવોદય ધ્વનિ ઇત્યાદિ અવસ્થા કહેવામાં આવી છે. પણ રસધ્વનિ ત્યારે હોય છે, જ્યારે વિભાવ, અનુભાવ તથા વ્યભિચારિભાવથી અભિવ્યક્ત સ્થાયિભાવની પ્રતીતિ થઈને સ્થાયી અંશના જ આસ્વાદનો પ્રકર્ષ હોય છે.
તસ્યાનાં પ્રમેયો છે... ઈ. ૨/૧૨માં આનંદવર્ધન નિર્દેશ છે કે અસંલક્ષ્યક્રમવ્યંગ્યના અંગોના જે અવાન્તર ભેદ છે તેના પરસ્પર સંબંધની કલ્પના કરવાથી ભેદોની સંખ્યા અનંત થઈ જાય છે.
(૨) સંલક્ષ્યમવ્યંગ્યધ્વનિ-તે વિવક્ષિતા પરવાચ્ય ધ્વનિનો બીજો ભેદ છે. સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિનું બીજું નામ અનુસ્વાન સંનિભધ્વનિ પણ છે.
ઘંટ વગાડીને બંધ કરી દીધા પછી કોઈક રણકાર ક્રમશઃ થોડીવાર સુધી સંભળાયા કરે છે. તેને અનુસ્વાન અથવા અનુરણન કહે છે. સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિમાં વાચ્યાર્થથી ભંગ્યાર્થની પ્રતીતિનો ક્રમ રણકારની જેમ સ્પષ્ટ પ્રતીત થાય છે. વાચ્ચાર્યની પ્રતીતિની પછી અનુસ્વાનની જેમ જ ત્યાં વ્યંગ્યાર્થની પ્રતીતિ થાય છે.
મેન પ્રતિમાત્યા... ઇ.” ૨/ ૨૦માં સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિના બે પ્રકારો વિષે જણાવવામાં આવ્યું છે. તે છે (i) શબ્દશક્તિમૂલ અને (ii) અર્વશક્તિમૂલ.
શબ્દશકિતમૂલવનિ જ્યારે અમુક શબ્દમાંથી વાચ્યાર્થની પ્રતીતિની પછી રણકારની જેમ બીજા અર્થની પ્રતીતિ પણ થાય ત્યારે શબ્દશક્તિમૂલ ધ્વનિ કહેવાય છે.