________________
પ્રત્યક્ષ જાણકારી મેળવી છે અને તેને પોતાની કથાઓમાં રજૂ કરી છે. કેટલુંક પૌરાણિક ભૂગોળનું પણું વર્ણન છે. પરંતુ વિશેષરૂપે દેશની પ્રાચીન રાજધાનીઓ, પ્રદેશ, જનપદે, નગર વગેરે સંબંધી વર્ણન છે.' અંગદેશ, કાશી, ઈક્ષવાકુ, કુણાલ, કુરુ, પાંચાલ, કૌશલ વગેરે જનપદો; અયોધ્યા, ચંપા, વારાણસી, શ્રાવતી, હસ્તિનાપુર, દ્વારિકા, મિથિલા, સાકેત, રાજગૃહ વગેરે નગરોના ઉલેખાને જે બધી કથાઓમાંથી એકઠા કરવામાં આવે તે પ્રાચીન ભારતના નગર અને નાગરિક જીવન પર ન જ પ્રકાશ પડી શકે, આધુનિક ભારતના કેટલાક ભૌગોલિક સ્થાનેના ઈતિહાસમાં આનાથી પરિવર્તન આવવાની શક્યતા છે. આ દિશામાં કેટલાક વિદ્વાનોએ કાર્ય પણ કર્યું છે, પરંતુ તેમાં આ કથાઓની સામગ્રીને પણ ઉપયોગ થવો જોઈએ. જે જૈન કથાઓની ભૂગોળ પર સ્વતંત્ર પુસ્તક પણ લખી શકાય તેમ છે. જન આગમ કથાકેશ-યોજના
શ્રદ્ધેય મુનિશ્રી કનીયાલાલજી “કમલ” દ્વારા સંકલિત ધમ્મકહાણુગોની કથાઓના માધ્યમ દ્વારા આગમળ્યાસાહિત્યના મૂલ્યાંકનની આ ભૂમિકા માત્ર છે. શ્રી મુનિશ્રીએ આ કથાશમાં જે પરિશ્રમ કર્યો છે, તેની તુલનામાં આ ભૂમિકાના લેખનમાં કંઈ જ વિશેષ મહેનત થઈ શકી નથી. અન્યથા આ કથાઓનો આંતરિક પક્ષ વિશેષ પ્રકટ થઈ શકત, પરંતુ એ વાતને સંતોષ છે કે આ બહાને આગમોની કથાઓને એક સાથે વાંચવાનો અવસર મળ્યું, અને તેનાથી ઘણું વાત શીખવા મળી, અધ્યયન કરવાની કેટલીય દિશાએ આ કથાઓ લે છે. તે પૈકી કેટલીક તરફ આ ભૂમિકામાં સંકેત કરવાને નમ્ર પ્રયાસ કરવામાં આવે છે. કથા-સાહિત્યને વિદ્યાર્થી હોવાને કારણે કથાત્મક પક્ષ પર જ નજર વિશેષ રાખી છે, જો કે તે પણ સલમ અધ્યયન સુધી તે પહોંચી શકી નથી. કથાઓના અન્ય પાસાઓ પ્રગટ કરી શકાશે. પ્રાત અને જનવિદ્યા પર શેાધકાર્ય કરતાં શોધ છાત્રો અને વિદ્વાને માટે ધમકહાણએ મહત્વપૂર્ણ સામગ્રી પ્રસ્તુત કરે છે. જૈન વિદ્યાના અન્ય વિદ્વાનોએ પણ આ દિશામાં આધારભૂત અધ્યયને પ્રસ્તુત કર્યા છે. તેમના માર્ગદર્શનથી આગમિક કથાસાહિત્ય, વ્યાખ્યા કથા સાહિત્ય અને પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ વગેરે ભાષાઓના સ્વતંત્ર કથા સાહિત્ય પર વિશેષ અધ્યયન થવું જોઈએ. જેને કથા કેશના અનેક ભાગના પ્રકાશનની યોજના આ કાર્યને આગળ વધારી શકશે.
અમારા જૈન વિદ્યા અને પ્રાકૃત વિભાગમાં હાલમાં મુખ્યત્વે બે જ પ્રવૃત્તિઓ ઉપર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે– પ્રાકૃત ભાષાનું સ્વતંત્ર ભાષારૂપે આધુનિક શૌલીમાં શિક્ષણ અને પઠન પાઠનની વ્યવસ્થા કરવી તે વિભાગનું પહેલું કાર્ય છે. આ દિશામાં કેટલાક પ્રકાશન પણ કરવામાં આવ્યાં છે. બીજુ કાર્ય જૈન ક્યા સાહિત્યનાં અધ્યયન અને શાકાર્યને ગતિ આપવાનું છે. વિભાગના શેાધ છાત્રો હાલમાં પ્રાકૃત કલાગ્રંથ અને આગમગ્રંથ પર કાર્યરત છે. થોડા વિદ્વાન તેયાર થઈ જાય ત્યારે જેને કથાકેશના નિર્માણના કાર્યને વિભાગ પોતાના હાથમાં લેવા વિચારશે. આ ઘણું લાંબુ અને અમસાય કાર્ય છે પરંતુ શ્રદ્ધેય કમલમુનિજી જેવી વ્યક્તિ જ્યારે ધમ્મકહાણુગો જેવા વિશાળ અને મહત્ત્વપૂર્ણ કાર્યમાં એકલા જ લાગી શકે છે અને તેમાં સફળતા મેળવી શકે છે. તે પછી જે તેમના માર્ગદર્શનમાં વિદ્વાનોની એક મંડળી આ કાર્યમાં પ્રવૃત્તિશીલ થાય તે જૈન કથા કેશ તૈયાર થઈ શકે તેમ છે. જો કે કેટલાક વિદ્વાન મુનિઓએ આ દિશામાં પ્રયત્ન પણ આરંભી દીધું છે, પરંતુ તેમાં આધુનિક શૈલી અને વ્યવસ્થિત રૂપરેખાની ખાસ આવશ્યકતા છે.
આ ભૂમિકામાં આરંભથી અંતપર્વત ગુરુવર્ય અધેય પં. દલસુખભાઇ માલવણિયા, અમદાવાદ તરફથી ૫૨ માર્ગદર્શન અને પ્રાપ્ત થયું છે. કાર્યને ત્વરિત પૂરું કરવા માટે તેઓ મને હંમેશાં પ્રેરણું આપતા રહ્યા હતા. તે માટે હું હદયથી તેમને કુતજ્ઞ છું. પરંતુ, તેમને ક્ષમાપ્રાથી પણું છું કે હું તેમની ઈચ્છા પ્રમાણે આ ભૂમિકાને એટલી ચારગર્ભિત બનાવી શક્યો નથી જેટલી તેઓ ઈચ્છતા હતા. તેમાં કેટલુંક તો મારું અજ્ઞાન કારણભૂત છે અને કેટલુંક ઉદયપુરમાં આગમિક સામગ્રીને અભાવ પણ. આ ભૂમિકાને હું સમયસર લખીને પૂરી કરી શક્યો નથી તે કારણે પુસ્તકના
૧, ડો. જૈન : એજન, પૃ. ૪૫૬-૪૦૦ ૨. ઉત્તરાધ્યયનસૂત્ર: એક સમીક્ષાત્મક અધ્યયન, પૃ. ૩૭૧ આદિ. ૩. () ઉપાધ્યાય પુકર મુનિ જૈન ક્યાઍ; ભા–૧-૮૦, ઉદયપુર
(ખ) મુનિ મહેન્દ્રકુમાર જૈન કહાનિયાં, ભા-૧-૩૦, દિલી. (ગ) યુવાચાર્ય શ્રી મધુકર મુનિ : જૈન કથામાલા, ભા–૧-૩૮, ખ્યાવર, (ધ) મુનિ છત્રમશઃ જૈન કથા કેશ, નઈ દિલ્લી, ૧૯૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org