________________
ધર્મસંગ્રહ ભાગ-૪ દ્વિતીય અધિકાર | શ્લોક-૧૦
તે પ્રકારની ગણનાની અશક્તિમાં કરજાપ નંદાવર્ત-શંખાવર્ત આદિ પણ બહુલવાળો છે. અને કહેવાયું છે.
કરઆવર્તમાં જે પુરુષ પાંચ મંગલને સાધુની પ્રતિમાની સંખ્યાથી=બાર સંખ્યાથી, નવ વખત આવર્તન કરે છે તેને પિશાચાદિ છલતા નથી." II૧ (નમસ્કાર પંચવિંશતિ ૧૬)
વળી બંધનાદિ કષ્ટમાં વિપરીત શંખાવર્ત આદિ અક્ષરો વડે અથવા પદો વડે વિપરિત નમસ્કાર લક્ષાદિ જાપ કરે. સ0 કલેશ નાશ થાય. જો કે મુખ્ત વૃત્તિથી નિર્જરા માટે જ સમ્યગ્દષ્ટિઓને ગણન=નવકારનું ગણન ઉચિત છે. તોપણ તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની સામગ્રીના વશથી એહિકાદિ અર્થે પણ સ્મરણ=નવકારનું સ્મરણ ક્યારેક ઉપકારી છે. એ પ્રમાણે શાસ્ત્રમાં ઉપદિષ્ટ દેખાય છે. જે કારણથી યોગશાસ્ત્રમાં કહેવાયું છે.
“સ્તંભમાં સ્તંભનમાં પીત, વશ્યમાં=વશ કરવામાં, અરુણ, ક્ષોભણમાં=બીજાને ક્ષોભ કરાવવામાં, વિદ્રમપ્રભ=વિદ્રમરત્વની પ્રભાના વર્ણનું, વિદ્વેષણામાં=બીજાને દ્વેષ ઉત્પન્ન કરાવવામાં કૃષ્ણ અને કર્મના ઘાતમાં શશીની પ્રભાવાળું ધ્યાન કરે.” (યોગશાસ્ત્ર ૮૫૩૧)
વળી, કરજાપાદિમાં અશક્ત પુરુષ સ્વહદયની સમશ્રેણીમાં રહેલ પરિધાન વસ્ત્ર-ચરણાદિમાં નહિ સ્પર્શતી એવી રત્ન-રુદ્ર-અક્ષાદિની જપમાલાથી મેરુના અબુલંઘનાદિ વિધિથી જાપ કરે. જે કારણથી કહેવાયું છે.
અંગુલીના અગ્રથી જે જાપ કરાયું, મેરુના ઉલ્લંઘનથી જે જાપ કરાયું, વ્યગ્રચિત્તથી જે જાપ કરાયું તે પ્રાયઃ અલ્પ ફળવાળું થાય છે. [૧]
સંકુલ સ્થાનથી=ઘણા લોકોયુક્ત સ્થાનથી, વિજનમાં એકાંતમાં, ભવ્ય=જાપ શ્રેષ્ઠ છે. સશબ્દથી=ઉચ્ચારણથી કરાતા જાપથી મૌનવાળો જાપ શુભ છે. મૌન જાપથી માનસજાપ શ્રેષ્ઠ છે. ઉપર-ઉપરનો જાપ ગ્લાધ્ય છે.” રા.
શ્રી પાદલિપ્તસૂરિકૃતિ પ્રતિષ્ઠાપદ્ધતિમાં પણ કહેવાયું છે – “જાપ મન, ઉપાંશુ અને ભાષ્યના ભેદથી ત્રણ પ્રકારનો છે. ત્યાં ત્રણ પ્રકારના જાપમાં, માનસજાપ મન માત્રની વૃત્તિની નિવૃત્તિ સ્વસંવેદ્ય છેઃમન માત્રનું જાપને અનુકૂળ નિર્માણ સ્વસંવેદ્ય છે. વળી ઉપાંશુ જાપ પર વડે નહિ સંભળાતો અંત:જલ્પ રૂપ છે-વચનરૂપ છે. વળી બીજા વડે જે સંભળાય છે તે ભાષ્ય છે. આeત્રણ પ્રકારનો જાપ, શાંતિ-પુષ્ટિ-અભિચારાદિરૂપ ઉત્તમ-મધ્યમ-અધમ સિદ્ધિઓમાં યથાક્રમ નિયોજન કરવો; કેમ કે માનસનું યત્નસાધ્યપણું છે. ભાષ્યનું અધમ સિદ્ધફલપણું છે અને ઉપાંશુનું સાધારણપણું છે. નમસ્કારની પાંચપદી અથવા નવપદી=નમસ્કાર મહામંત્રનાં પાંચ પદો અથવા નવપદો, અનાનુપૂર્વીથી પણ ચિત્તની એકાગ્રતા માટે ગણવાં જોઈએ. અને તેના પ્રત્યેક એકએક અક્ષર પદાદિને પણ પરાવર્તન કરીને ગણવા જોઈએ. અને તે પ્રકાર યોગશાસ્ત્રના આઠમા પ્રકાશથી જાણવો.
“પ્રણવપૂર્વક આ મંત્ર=૧૩ઝપૂર્વક આ મંત્ર, ઐહિકફલના ઈચ્છુઓ વડે ધ્યેય છે. વળી, પ્રણવ હીન=4' વિના,