________________
૧૧
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૦
નવકાર પ્રત્યે ઉત્સાહથી પ્રવૃત્તિ થાય ત૬ અર્થે એક ઉપવાસનું ફળ મળે તેમ કહેલ છે. પરમાર્થથી તો આ રીતે ત્રણ ગુપ્તિવાળા જે સાધુ વિશુદ્ધિપૂર્વક એકસો આઠ નવકાર ગણે છે. તે મહાત્મા નવકારથી વાસિત ચિત્ત હોવાને કારણે અવશ્ય દેવલોકમાં જાય છે અને ઉત્તરોત્તર ઉત્તમ ભાવોની પ્રાપ્તિ દ્વારા મોક્ષને પ્રાપ્ત કરે છે. તેથી પંચપરમેષ્ઠિના ગુણોમાં પ્રણિધાનપૂર્વક ઉપયોગ રાખી ગણાયેલા નમસ્કારથી મહાત્માને સ્વર્ગ અને મોક્ષના ઉત્તમ ફળની પ્રાપ્તિ છે, એ પ્રમાણે “યોગશાસ્ત્રમાં કહેલ છે.
વળી, જેઓ યોગશાસ્ત્રમાં બતાવેલ વિધિ અનુસાર નવકારનો જાપ કરવા સમર્થ નથી તેવા મહાત્માએ પણ નંદાવર્ત-શંખાવર્ત આદિથી “કર જાપ” કરવો જોઈએ. જે બહુ ફલવાળો છે. તેથી શ્રાવકે વારંવાર પંચપરમેષ્ઠિના સ્વરૂપથી આત્માને ભાવિત કરી પંચપરમેષ્ઠિનું પારમાર્થિક સ્વરૂપ ચિત્તમાં તે રીતે સ્થિર કરવું જોઈએ કે જેથી નમસ્કારના સ્મરણકાળમાં સતત તે સ્વરૂપની ઉપસ્થિતિ થાય અને તે રીતે સવારના ઊઠતી વખતે નવકારનો જાપ કરવો જોઈએ અને તે જાપ એક નવકારનો કરે, સાત-આઠ નવકારનો કરે અને અધિક સ્વસ્થતા હોય તો એકસો આઠ (૧૦૮) નવકારનો જાપ કરે તે ઉચિત છે. વળી, તે જાપ યોગશાસ્ત્ર વિધિ અનુસાર બતાવેલ છે તે શક્ય હોય તો તે રીતે કરે અને તે રીતે શક્તિ ન હોય તો નંદાવર્ત-શંખાવર્તથી કર જાપ શક્તિ અનુસાર કરે.
વળી, કોઈ શ્રાવકને બંધનાદિ કષ્ટની પ્રાપ્તિ થઈ હોય તો વિપરીત શંખાવર્ત આદિ દ્વારા અક્ષરો અને પદોથી વિપરીત નમસ્કારનો જાપ લાખ આદિ વાર કરવો જોઈએ. જેથી તરત ક્લેશનો નાશ થાય. જો કે, સમ્યગ્દષ્ટિ જીવોએ પંચપરમેષ્ઠિના ગુણોથી આત્માને ભાવિત કરીને કર્મોની નિર્જરા કરવા અર્થે નવકાર ગણવો ઉચિત છે. તોપણ જ્યારે વિષમ સંયોગો આવે ત્યારે ચિત્તના ક્લેશના નિવારણ અર્થે અને પ્રાપ્ત થયેલ આપત્તિના નિવારણ અર્થે નવકારનું સ્મરણ કરવું જોઈએ. તે પણ ઉપકારી છે માટે સંસારની આપત્તિના નિવારણ માટે નવકાર ન જ ગણાય તેવો એકાંત નિયમ નથી. ફક્ત જેઓને સંસારની આપત્તિના નિવારણના ઉપાય અર્થે નવકાર જણાય છે પરંતુ સંસારના ઉચ્છેદના પ્રબળ કારણરૂપ નવકાર છે તેવો બોધ નથી, તેથી માત્ર આ લોકના જ આશયથી નવકાર ગણે છે તે ઉચિત નથી. પરંતુ શ્રાવકે પોતાનું શ્રાવકજીવન ક્લેશ વગરનું પ્રાપ્ત થાય અને સુખપૂર્વક સર્વવિરતિની શક્તિનો સંચય થાય તેવી સ્થિતિ પોતાને સદા પ્રાપ્ત થાય અને તેમાં વિજ્ઞકારી સર્વ આપત્તિઓના નિવારણ અર્થે પણ નમસ્કારનો જાપ કરવો ઉચિત છે. અને અવશેષકાળમાં સદા પંચપરમેષ્ઠિના ગુણોથી હું આત્માને વાસિત કરું જેથી કર્મોની નિર્જરાની પ્રાપ્તિ દ્વારા પોતે પણ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે અને સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સુદેવત્વ અને સુમનુષ્યત્વની પ્રાપ્તિ થાય તેવા નિર્મળ અધ્યવસાયથી સદા નવકારનો જાપ કરવો જોઈએ.
વળી, જેઓ કરજાપ આદિ દ્વારા પણ નવકારનું સ્મરણ કરવા અસમર્થ છે તેઓ રુદ્રાક્ષાદિની જપમાળા દ્વારા વિધિપૂર્વક ૧૦૮ નવકારનો જાપ કરે. તે વખતે તે માળાને હૃદયની સામે સમશ્રેણીથી ધારણ કરે અને તે માળા પોતાના વસ્ત્ર કે પગ આદિને સ્પર્શે નહિ તે રીતે ધારણ કરે અને ફરી ફરી માળાનો જાપ કરવો હોય ત્યારે મેરુનું ઉલ્લંઘન ન થાય તે પ્રકારે વિધિપૂર્વક જાપ કરે. આ સર્વ બાહ્યવિધિ છે. અંતરંગવિધિ તો