________________
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧
૧૫૭ થયું હોય તેની પ્રાપ્તિ અર્થે પ્રવૃત્તિ હોય, પરંતુ પ્રાપ્ત થયેલા બોધિલાભના અર્થે તેના ઉપાયભૂત વંદનપૂજનાદિમાં પ્રયત્નની આવશ્યકતા સાધુ કે શ્રાવકને હોય નહિ. એથી ગ્રંથકારશ્રી કહે છે. ક્લિષ્ટ કર્મના ઉદયના વશથી બોધિલાભના પાતનો સંભવ છે અને જન્માંતરમાં પણ તેની પ્રાપ્તિની ઇચ્છા છે અને તેની સતત પ્રાપ્તિ દ્વારા મોક્ષની પણ પ્રાપ્તિની ઇચ્છા છે. તેથી બોધિલાભની પ્રાપ્તિ થવા છતાં બોધિલાભ માટે શ્રાવક કાઉસ્સગ્ન કરે છે. વસ્તુતઃ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવને બોધિલાભ પાત ન પામે તેવું પ્રાપ્ત થયું છે. છતાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ પણ પ્રસ્તુત કાયોત્સર્ગ દ્વારા બોધિલાભની ઇચ્છા કરે છે. તેથી જે બોધિલાભની પ્રાપ્તિ થઈ છે તેના કરતાં પણ ઉત્તર-ઉત્તરના સૂક્ષ્મ બોધિલાભની પ્રાપ્તિ સાધુ કે શ્રાવકે કરવા યોગ્ય છે. આથી જ નિર્વિકલ્પઉપયોગના કારણભૂત નૈશ્વિયિક બોધિલાભ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ પણ સદા ઇચ્છે છે. તેવો બોધિલાભ જ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને ક્ષપકશ્રેણીનું કારણ બને છે. અને તેવા બોધિલાભથી જ મોક્ષની પ્રાપ્તિ છે. માટે મોક્ષના અર્થીને સદા મોક્ષની પ્રાપ્તિના વિશેષ વિશેષ પ્રકારના બોધિલાભની ઇચ્છા હોય છે. તેથી શ્રાવક બોધિલાભના ઉપાયભૂત અરિહંતનાં વંદન-પૂજન-સત્કાર-સન્માનમાં સદા પ્રયત્ન કરે છે. અને તેના વિશેષ સંપાદન અર્થે પ્રસ્તુત કાયોત્સર્ગ કરે છે. માટે જેમ જન્માંતરમાં બોધિલાભની અપેક્ષા છે તેમ જિનવચનનાં રહસ્ય સૂક્ષ્મ-સૂક્ષ્મતર પ્રગટે એવા નિર્મળ બોધિલાભની પણ અપેક્ષા છે. માટે પ્રસ્તુત સૂત્ર બોલીને પોતાની બોધિને તે પ્રકારે નિર્મળ-નિર્મળતર કરવા પ્રયત્ન કરે છે. તેથી પ્રાપ્ત થયેલું બોધિ શીઘ ક્ષપકશ્રેણીનું કારણ બને.
વળી, હું કાઉસ્સગ્નમાં રહું છું. તેનો અર્થ એ થાય કે હું કાયાનો ત્યાગ કરું છું. કઈ રીતે કાયાનો ત્યાગ કરું છું ? તેથી કહે છે કે સ્થાન-મૌન અને ધ્યાનવાળી ક્રિયાને છોડીને અન્ય સર્વ પ્રકારની ક્રિયાવાળી કાયાનો હું ત્યાગ કરું છું. ત્યાં પ્રશ્ન થાય કે સ્થાન-મન-ધ્યાન સિવાયની અન્ય ક્રિયા શ્વાસ-ઉચ્છવાસબગાસું વગેરે પણ છે. અને તે ક્રિયાનો ત્યાગ કાયોત્સર્ગમાં થઈ શકતો નથી. તેથી અન્નત્થસૂત્રમાં બોલાય છે તે પ્રકારનો સંકલ્પ ન કરવામાં આવે તો કાયોત્સર્ગમાં તેવી ક્રિયાઓ થવાને કારણે સ્વીકારેલી પ્રતિજ્ઞાના ભંગની પ્રાપ્તિ થાય. તેથી સ્વીકારેલી પ્રતિજ્ઞાના ભંગના નિવારણ માટે અન્નત્થસૂત્ર દ્વારા શ્રાવક સંકલ્પ કરે છે કે ઉવાસાદિ જે શરીરની ક્રિયાઓ છે તેને છોડીને કાયોત્સર્ગ દરમિયાન હું સ્થાન-મૌન-ધ્યાનથી રહીશ. તેથી જે શ્રાવક દઢપ્રણિધાન દ્વારા પોતાની લીધેલી પ્રતિજ્ઞા અનુસાર અન્નત્થ સૂત્રમાં બોલાતા આગારોને છોડીને કાયાને અત્યંત સ્થિર કરીને કાયોત્સર્ગ કરે છે. વચનથી મૌન ધારણ કરીને કાયોત્સર્ગ કરે છે અને કાયોત્સર્ગ દ્વારા બોલાતા સૂત્રમાં મનને વ્યાપારવાળો કરીને તે સૂત્રથી અપેક્ષિત એવા ઉત્તમભાવોને કરે છે. જે ઉત્તમ ધ્યાન સ્વરૂપ છે, જેના ફળરૂપે વંદન-પૂજન-સત્કાર-સન્માનનું ફળ શ્રાવકને પ્રાપ્ત થાય છે. ટીકા :__एष स्थापनार्हद्वन्दनाख्यस्तृतीयोऽधिकारः, द्वितीयो दण्डकः, कायोत्सर्गश्चाष्टोच्छ्वासमात्रः, न त्वत्र ध्येयनियमोऽस्ति कायोत्सर्गान्ते च यद्येक एव ततो 'नमो अरिहंताणं'इति नमस्कारेण पारयित्वा,