Book Title: Dharm Sangraha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 213
________________ ૧૯૬ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૧ હે વીતરાગ ! હે જગતગુરુ ! તમે જય પામો. એ પ્રમાણે ત્રણ જગતના નાથ એવા ભગવાનને બુદ્ધિમાં સ્થાપના કરવાથું આમંત્રણ છે. “ભવતુ તે “થાવ' અર્થમાં છે. મને એ આત્માનો નિર્દેશ છે. અર્થાત્ મને થાઓ. તમારા પ્રભાવથીeતમારા સામર્થ્યથી મને થાઓ. ભગવાન' એ ફરી સંબોધન ભક્તિના અતિશયના ખ્યાપન માટે છે. શું તે શું તે પ્રાપ્ત થાઓ ? એથી કહે છે. ભવનો નિર્વેદ સંસારનો નિર્વેદ. દિકજે કારણથી, ભવથી અદ્વિગ્ન મોક્ષ માટે યત્ન કરતો નથી; કેમ કે અનિવેંદવાળાને=ભવ પ્રત્યે અનિવેંદવાળાને, તેનો પ્રતિબંધ હોવાથી=ભવનો પ્રતિબંધ હોવાથી, મોક્ષમાં કરાતો યત્ન અયત્ન જ છે; કેમ કે નિર્જીવ ક્રિયાતુલ્યપણું છે અને માર્ગાતુસારિતા મને પ્રાપ્ત થાઓ એમ અવય છે. માગતુસારિતા અસદ્ઘહતા વિજયથી તવાતુસારિતા છે અને ઈષ્ટફલસિદ્ધિ મને પ્રાપ્ત થાઓ એમ અવય છે. ઈષ્ટફલસિદ્ધિ ઈહલોક સંબંધી અભિમત અર્થતી નિષ્પત્તિ છે. જેનાથી ઉપગૃહીત એવા શ્રાવકને ચિત્તનું સ્વાચ્ય થાય છે. તેનાથી ચિત્તના સ્વાથ્યથી, ઉપાદેય એવા ધર્મમાં પ્રવૃત્તિ થાય છેસમ્યફ પ્રવૃત્તિ થાય છે. અને લોકવિરુદ્ધનો ત્યાગ મને પ્રાપ્ત થાઓ એમ અવય છે. સર્વ જનની નિંદાદિ લોકવિરુદ્ધ અનુષ્ઠાનનું વર્જન લોકવિરુદ્ધ ત્યાગ છે. જેને કહે છે. “સર્વની જ નિંદા અને તે રીતે વિશેષથી ગુણસમૃદ્ધોની નિંદા, ઋજુ ધર્મ કરનારાઓનું હસન=ભદ્રક પ્રકૃતિવાળા જીવોની અવિવેકવાળી ધર્મની પ્રવૃત્તિને જોઈને તેના ઉપર હસવું, જન પૂજિતની રીઢા=રાજા-મંત્રી આદિની હીલના.” “બહુજનવિરુદ્ધ એવા જીવો સાથે સંગ, દેશના આચારનું લંઘન =જે દેશના, જે આચારો હોય તેનું ઉલ્લંઘન, ઉલ્મણ ભોગ અતિશય ભોગ અને દાનાદિનું અન્યને પ્રગટ કરવું પોતે જે દાનાદિ કર્યા હોય તેનું સર્વની પાસે પ્રગટ કરવું.” jરા “સાધુપુરુષોની આપત્તિમાં તોષ, સામર્થ્ય હોતે છતે અપ્રતિકાર સામર્થ્ય હોતે છતે મહાત્માઓની આપત્તિનો અપ્રતિકાર આ વગેરે અહીં=ધર્મના કૃત્યમાં, લોગવિરુદ્ધ જાણવા.” maiા (પંચાશક-૨, ૮થી ૧૦) ગુરુજનની પૂજા મને પ્રાપ્ત થાઓ એમ અવય છે. પૂજા ઉચિત પ્રતિપત્તિ છે અને ગુરુજનની પૂજા ગુરુજતની ઉચિત પ્રતિપત્તિરૂપ છે. અને ગુરુઓ જો કે ધર્માચાર્યો જ કહેવાય છે. તોપણ અહીં માતાપિતાદિ પણ ગ્રહણ કરાય છે. જે કારણથી કહેવાયું છે. “માતા-પિતા, કલાચાર્ય, એમની જ્ઞાતિઓ અને વૃદ્ધ પુરુષો, ધર્મના ઉપદેશ આપનારા સંતપુરુષોને ગુરુવર્ગ મનાયો છે.” In૧ (યોગબિંદુ ગાથા-૧૦) પરાર્થકરણ મને પ્રાપ્ત થાઓ એમ અવાય છે. હિતાર્થકરણ એ પરાર્થકરણ છે. જીવલોકનું સાર છે. આકપરાર્થકરણ, પૌરુષ ચિહન છે=સત્ પુરુષાર્થનું ચિહન છે. આટલું લૌકિક સૌંદર્ય હોતે છતે લોકોત્તરધર્મના અધિકારી થાય છે. એથી કહે છે. શુભગુરુનો યોગ અને પ્રાપ્ત થાઓ એમ અવય છે. વિશિષ્ટ ચારિત્રસંપન્ન આચાર્યનો સંબંધ શુભગુરુનો યોગ છે અને તવચનની સેવા સદ્દગુરુના વચનની સેવતા, મને પ્રાપ્ત થાઓ એમ અવય છે. આરસ, ક્યારેય અહિતનો ઉપદેશ આપતા નથી. માટે તેમના વચનનું સેવન કરવું જોઈએ. કયાં સુધી આ સર્વ વસ્તુઓ મને પ્રાપ્ત થાઓ ? એથી કહે છે. આભવ=જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી અખંડ=સંપૂર્ણ, મને પ્રાપ્ત થાઓ. અને આ

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218