________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧
૧૯૭
પ્રણિધાન નિદાનરૂપ નથી; કેમ કે પ્રાયઃ સિંગ અભિલાષરૂપપણું છે=ભવનિર્વેદ આદિ માંગણીમાં બહુલતાએ નિસંગના પરિણામનો અભિલાષ છે અને આ પૂર્વમાં કરાયેલી માંગણીઓ, અપ્રમત્ત સંયતથી પૂર્વે કર્તવ્ય છે; કેમ કે અપ્રમત્તસાધુઓને મોક્ષમાં પણ અભિલાષ છે. આવા પ્રકારના શુભફલના પ્રણિધાવતા પર્યતવાળું ચૈત્યવંદન છે. એ પ્રકારની ઉત્કૃષ્ટ વંદનવિધિ છે. lig૧ાા ભાવાર્થ :
સિદ્ધ ભગવંતોની સ્તુતિ કર્યા પછી શ્રાવક આ સર્વ કૃત્યોથી ઉચિત પુણ્યસંભારવાળા બને છે; કેમ કે એક તીર્થકરની, સર્વ તીર્થકરની, શ્રુતજ્ઞાનની ભક્તિ કરીને સિદ્ધ ભગવંતોની સ્તુતિથી અત્યંત સિદ્ધના ગુણોની સન્મુખ પરિણામવાળા થયા છે. તેથી શ્રાવકનું ચિત્ત અત્યંત મોક્ષને સન્મુખ બનેલું હોય છે અને તેવા મહાત્મા ઉચિત પ્રવૃત્તિ કરનારા એવા વૈયાવચ્ચ કરનારા દેવતાઓ વિષયક પણ ઔચિત્યથી પ્રવૃત્તિ કરનારા બને છે. તે જણાવવા અર્થે ‘વૈયાવચ્ચગરાણ સૂત્ર” બોલે છે. જેથી સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાને અનુકૂળ ઉત્તમચિત્ત પ્રાપ્ત થાય છે. તે ઉત્તમચિત્તના નિર્માણ અર્થે શ્રાવક બોલે છે કે વૈયાવચ્ચને કરનારા અર્થાત્ ભગવાનના પ્રવચન પ્રત્યે ભક્તિભાવવાળા એવા શ્રાવકની કે સાધુની જેઓ વૈયાવચ્ચ કરે છે તેવા ગૌમુખયક્ષ અપ્રતિચક્રી દેવી વગેરે છે. તેઓને આશ્રયીને હું કાઉસ્સગ્ન કરું છું. વળી, તે દેવો સર્વ લોકમાં શાંતિને કરનારા છે. અર્થાત્ લોકોને ઉપદ્રવકારી નથી. પરંતુ દયાળુ પ્રકૃતિવાળા હોવાથી લોકોમાં કેમ ઉપદ્રવ ન થાય તે પ્રકારે યત્ન કરનારા છે. વળી સમ્યગ્દષ્ટિ જીવોને કેમ સમાધિ થાય તે પ્રકારનો યત્ન કરનારા હોય છે. આવી ઉત્તમ પ્રકૃતિવાળા તે દેવો હોવાથી તેઓને આશ્રયીને કાઉસ્સગ્ગ કરવાથી તેઓના તે ઉત્તમ ગુણ પ્રત્યે ભક્તિ અભિવ્યક્ત થાય છે જે ઉચિત પ્રવૃત્તિ સ્વરૂપ છે. અહીં વૈયાવચ્ચગરાણે સૂત્રમાં વંદણવત્તિઓએ ઇત્યાદિ પાઠ બોલાતા નથી; કેમ કે વંદન-પૂજન-સત્કારાદિ તીર્થકરોનાં કરાય છે કે શ્રુતજ્ઞાનનાં કરાય છે. પરંતુ વૈયાવચ્ચ કરનારા દેવતાઓ અવિરતિવાળા હોવાથી તેઓને વંદનાદિ કરાતું નથી. તેથી અન્નત્થ ઊસસિએણે બોલીને કાઉસ્સગ્ન કરાય છે. આ રીતે વૈયાવચ્ચગરાણ આદિ બોલીને કાઉસ્સગ્ન કરવાથી તેઓના વૈયાવચ્ચાદિ ભાવો પ્રત્યે બહુમાન થાય છે. અને તેઓ જે સંઘ ઉપર ઉપકાર કરે છે તેની અભિવ્યક્તિ થાય છે, કેમ કે તે નિમિત્તે જ તેમની સ્તુતિ કરાય છે. આથી જ કાઉસ્સગ્ન કર્યા પછી વૈયાવચ્ચ કરનારા દેવતાઓની સ્તુતિ બોલાય છે. તેમની સ્તુતિ પૂરી થવાથી ચૈત્યવંદનનો (૧રમો) બારમો અધિકાર પૂર્ણ થાય છે.
ત્યારપછી શ્રાવક બેસીને પૂર્વમાં બતાવ્યું તે રીતે “નમુત્થણ” સૂત્ર બોલે છે. જેનાથી ભગવાનના ગુણોનું સ્મરણ ફરી થાય છે. તેથી તીર્થકર પ્રત્યે બહુમાનભાવ વૃદ્ધિ પામે છે. ત્યારપછી તીર્થકરની પોતે જે ભક્તિ કરી છે તેના ફળ રૂપે પ્રાર્થના કરે છે. જે ભગવાનની ભક્તિથી પ્રાપ્તવ્ય વસ્તુના પ્રણિધાન સ્વરૂપ છે. તેથી જયવીયરાયને પ્રણિધાનસૂત્ર કહેવાય છે. વળી, જેમ રાજાને “તમારો જય થાઓ' ઇત્યાદિથી પોતાને સન્મુખ કરવામાં આવે છે, તે પ્રકારે પ્રસ્તુતમાં પણ છે વીતરાગ ! હે જગતગુરુ ! તમારો જય થાઓ. તેમ બોલીને પોતાની બુદ્ધિમાં ભગવાનનો સન્મુખભાવ કરવામાં આવે છે. આ રીતે પોતાની બુદ્ધિમાં ભગવાનને સન્મુખ કર્યા પછી શ્રાવક બોલે છે કે હે ભગવંત ! તમારા પ્રભાવથી આ સર્વ વસ્તુઓ મને પ્રાપ્ત થાઓ.