Book Title: Dharm Sangraha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 212
________________ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૧ ૧૯૫ ___ 'परार्थकरणं' हितार्थकरणं, जीवलोकसारं पौरुषचिह्नमेतत्, सत्येतावति लौकिके सौन्दर्ये लोकोत्तरधर्माधिकारी भवतीत्याह 'शुभगुरुयोगो' विशिष्टचारित्रयुक्ताचार्यसम्बन्धः तथा 'तद्वचनसेवा' सद्गुरुवचनसेवना न जातुचिदयमहितमुपदिशति, 'आभवम्' आसंसारम् 'अखण्डा' संपूर्णा, इदं च प्रणिधानं न निदानरूपम्, प्रायेण निःसङ्गाभिलाषरूपत्वात् एतच्चाप्रमत्तसंयतादर्वाक्कर्त्तव्यम्, अप्रमत्तादीनां मोक्षेऽप्यनभिलाषात् । तदेवंविधशुभफलप्रणिधानपर्यन्तं चैत्यवन्दनमिति उत्कृष्टवन्दनविधिः Tદશાા ટીકાર્ય - વમેતત્પત્વિો..... ૩ષ્ટવન્દ્રનવિધિઃ આ પ્રમાણે પૂર્વમાં કહ્યું એ પ્રમાણે, આને બોલીએ=સિદ્ધસ્તવને બોલીને, ઉચિત પુણ્યસંભારવાળા શ્રાવક, ઉચિતોમાં ઉચિત એવા વૈયાવચ્ચ કરનારા દેવોમાં, ઔચિત્યથી પ્રવૃત્તિ છે, એ જ્ઞાપન કરાવવા માટે બોલે છે એક શ્રાવક બોલે છે અથવા અનેક શ્રાવક બોલે છે. “વૈયાવચ્ચને કરનારા, શાંતિને કરનારા, સમ્યગ્દષ્ટિની સમાધિને કરનારા એવા દેવતાઓનો કાઉસ્સગ્ન કરું છું.” વૈયાવચ્ચને કરનારા પ્રવચન માટે વ્યાકૃત ભાવવાળા સાધુઓની અને શ્રાવકોની વૈયાવચ્ચને કરનારા એવા ગોમુખ યક્ષ, અપ્રતિચક્રા વગેરે શાંતિ કરનારા સર્વલોકની શાંતિને કરનારા, સમ્યગ્દષ્ટિના વિષયમાં સમાધિને કરનારા એઓના સંબંધી કાઉસ્સગ્ન કરું છું એમ અવય છે. અથવા ષષ્ઠીનું સપ્તમી અર્થપણું હોવાથી આ વિષયવાળા એઓને આશ્રયીને=વૈયાવચ્ચ કરનારા આદિના વિષયવાળા એવા દેવોને આશ્રયીને, હું કાઉસ્સગ્ન કરું છું અને અહીં વૈયાવચ્ચગરણ' સૂત્રમાં, વંદનાદિ પ્રત્યય ઈત્યાદિ વંદણવરિઆએ ઈત્યાદિ, બોલાતા નથી, પરંતુ અન્યત્ર ઉચ્છવાસાદિ ઈત્યાદિ-અન્નત્થ ઉસસિસિએણે ઇત્યાદિ, બોલાય છે; કેમ કે તેઓનું વૈયાવચ્ચ કરનાર આદિ દેવોનું અવિરતપણું છે. અહીં પ્રશ્ન થાય કે જો તેઓ અવિરત છે તો તેઓની ભક્તિ અર્થે કાઉસ્સગ્ન કેમ કરાય છે? તેથી કહે છે. આ રીતે જ=તેઓના તે ગુણ સ્મરણ કરીને તેઓને આશ્રયીને કાઉસ્સગ્ન કરવામાં આવે એ રીતે જ, તેના ભાવોની વૃદ્ધિથી ઉપકારનું દર્શન થાય છે. અને આની વ્યાખ્યા અન્નત્થ ઊસસિએણની વ્યાખ્યા પૂર્વની જેમ છે. ફક્ત વૈયાવચ્ચ કરનારા દેવોની સ્તુતિ બોલાય છે=કાઉસ્સગ્ન કર્યા પછી વૈયાવચ્ચ કરનારા દેવોની સ્તુતિ બોલાય છે. વળી, તે જ વિધિથી બેસીને પૂર્વની જેમ પ્રણિપાતદંડકઃતમુત્થરં સૂત્ર, બોલીને મુક્તાશક્તિ મુદ્રાથી પ્રણિધાન કરે છે=શ્રાવકો પ્રણિધાન કરે છે જે કથા'થી બતાવે છે. “હે વીતરાગ ! હે જગતગુરુ ! તમે જય પામો. તમારા પ્રભાવથી હે ભગવંત ! મને થાઓ=મને પ્રાપ્ત થાઓ. શું પ્રાપ્ત થાઓ ! તે બતાવે છે. ભવનો નિર્વેદ, માર્ગાનુસારિતા, ઈષ્ટફલસિદ્ધિ, લોકવિરુદ્ધનો ત્યાગ, ગુરુજનની પૂજા, પરFકરણ=પરોપકારનું કરણ, સદ્ગુરુનો યોગ અને તેમના વચનની સેવા મને પ્રાપ્ત થાઓ એમ અવય છે. કયાં સુધી પ્રાપ્ત થાઓ ? એથી કહે છે. આભવમખંડા=જ્યાં સુધી ભવ છે ત્યાં સુધી અખંડ પ્રાપ્ત થાઓ.”

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218