________________
૧૯૮
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ જેથી સંસારસમુદ્રથી હું તરી શકું. શું પ્રાપ્ત થાઓ ? એથી કહે છે. ભવનો નિર્વેદ પ્રાપ્ત થાઓ. આ પ્રકારે બોલીને ભવના કારણભૂત સંગના પરિણામને ક્ષીણ કરવાની શક્તિનો સંચય શ્રાવક કરે છે; કેમ કે ભવ ચાર ગતિના પરિભ્રમણ સ્વરૂપ છે. વારંવાર સૂક્ષ્મ ઉપયોગપૂર્વક ચાર ગતિના પરિભ્રમણ સ્વરૂપ સંસાર જોવામાં આવે તો વિચારકને ભવ પ્રત્યે નિર્વેદ થાય. અને જેને ભવ પ્રત્યે નિર્વેદ થાય તેને ભવપ્રાપ્તિના ઉપાય એવા કર્મબંધ પ્રત્યે નિર્વેદ થાય. અને જેને કર્મબંધ પ્રત્યે નિર્વેદ થાય તેને કર્મબંધના કારણભૂત બાહ્યપદાર્થ પ્રત્યે જે સંગનો પરિણામ છે તેના પ્રત્યે નિર્વેદ થાય. જેમ જેમ ભવનો નિર્વેદ પ્રકર્ષવાળો થાય તેમ તેમ મોક્ષને અનુકૂળ સમ્યક પ્રવૃત્તિ થઈ શકે છે. તેથી મોક્ષના અર્થી એવા શ્રાવકો ભવના નિર્વેદના અત્યંત અર્થી થઈને ભગવાન પાસે માંગણી કરીને ભવનિર્વેદના પરિણામને સ્થિર-સ્થિરતર કરવા પ્રયત્ન કરે છે.
વળી, ભવનિર્વેદ પ્રાપ્ત કર્યા પછી શ્રાવક માર્ગાનુસારી બુદ્ધિની ઇચ્છા કરે છે. તેથી ભગવાનને કહે છે કે હે ભગવન્! રત્નત્રયીના પરિણામરૂપ જે મોક્ષમાર્ગ છે તેને અનુસરનાર બુદ્ધિ અને પ્રાપ્ત થાઓ. જેથી તે માર્ગનું અનુસરણ કરીને હું સંસારસમુદ્રથી તરી શકું. વળી શ્રાવક વિચારે છે કે મારી યોગમાર્ગની પ્રવૃત્તિ પ્રતિકૂળ સંયોગોમાં હંમેશાં સ્કૂલના પામે છે. તેથી મને જે તે તે વખતના સંયોગાનુસાર ઇષ્ટ હોય તેવા ફળની પ્રાપ્તિ થાઓ. જેથી પ્રતિકૂળ સંયોગકૃત ચિત્તની વિહ્વળતા દૂર થાય. જેના બળથી હું મોક્ષમાર્ગમાં દઢ યત્ન કરી શકું. આ ઇષ્ટફલસિદ્ધિથી આ લોકની સર્વ પ્રતિકૂળતાનો અભાવ શ્રાવક ઇચ્છે છે; કેમ કે જીવ સ્વભાવે પ્રતિકૂળ સંયોગોમાં તેનું ચિત્ત અસમાધિવાળું રહે છે. જેથી પોતાને ઇષ્ટ એવા મોક્ષમાર્ગની આરાધના કરવા માટે તે અસમર્થ બને છે અને દઢ પ્રણિધાનપૂર્વક ભગવાન પાસે યાચના કરીને તેવી પ્રતિકૂળ પાપપ્રકૃતિઓ તિરોધાન થાય તેવો ઉત્તમ અધ્યવસાય શ્રાવક પ્રાપ્ત કરે છે. આથી જે શ્રાવકો અત્યંત ઉપયોગપૂર્વક ચૈત્યવંદન કરે છે, તેઓનું ચિત્ત જિનના ગુણોથી અત્યંત વાસિત હોવાથી ભગવાન પ્રત્યેની અત્યંત ભક્તિવાળું હોય છે. અને તેવા વાસિત ચિત્તવાળા મહાત્મા પોતાના હૈયામાં થયેલી ભગવાન પ્રત્યેની ભક્તિના ફળ સ્વરૂપે ઈષ્ટફલસિદ્ધિ માંગે છે ત્યારે તે ઉત્તમ અધ્યવસાયથી જ શ્રાવકને તેના ઉત્તમચિત્તને અનુરૂપ ઇષ્ટફલસિદ્ધિની પ્રાપ્તિનું કારણ બને તેવી પુણ્યપ્રકૃતિ જાગ્રત થાય છે. જેથી ચિત્તની અસ્વસ્થતા આપાદક પ્રતિકૂળ સંયોગો અવશ્ય દૂર થાય છે અને જેઓ મૂઢની જેમ ચૈત્યવંદન કરે છે તેઓ જયવયરાય સૂત્રમાં ઇષ્ટફલસિદ્ધિની માંગણી કરે તો પણ કોઈ ફલ પ્રાપ્ત કરતા નથી. માટે અમૂઢ લક્ષ્યવાળા થઈને સર્વ અનુષ્ઠાનો કરવાં જોઈએ.
આ રીતે શ્રાવકે ભગવાન પાસે મોક્ષમાર્ગમાં દૃઢ પ્રવૃત્તિ અર્થે ભવનિર્વેદની માંગણી કરી. માર્ગાનુસારી ભાવની માંગણી કરી. તેમાં વિજ્ઞકારી પ્રતિકૂળ સંયોગો દૂર થાઓ તેની માંગણી કરી. હવે લોકવિરુદ્ધ આચરણાઓ ધર્માનુષ્ઠાનને નિષ્ફળ કરે છે. તેથી તેવી લોકૅવિરુદ્ધ આચરણા પોતાનાથી ન થાય તેવો અભિલાષ શ્રાવક કરે છે. ત્યાં લોકવિરુદ્ધ શબ્દથી શિખલોકો જે પ્રવૃત્તિને નિંદ્ય ગણે છે તે પ્રવૃત્તિનું ગ્રહણ છે. જેમ ધર્મ કરવા તત્પર થયેલા પણ જીવો ક્ષુદ્રપ્રકૃતિને વશ થાય છે ત્યારે બીજાના દોષોને જોઈને નિંદાના પરિણામવાળા થાય છે અને તે નિંદા કરવાથી ઉત્તમ પ્રકૃતિનો નાશ થાય છે. તેથી કોઈપણ વ્યક્તિની નિંદા