________________
૧૯૯
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ કરવાની જે મનોવૃત્તિ છે તે મનોવૃત્તિ મને પ્રાપ્ત ન થાઓ અને વિશેષથી ગુણસંપન્ન મહાત્માઓની નિંદા કરવાનો અધ્યવસાય મને પ્રાપ્ત ન થાઓ એવો અભિલાષ કરે છે. વળી કેટલાક ભદ્રકપ્રકૃતિવાળા જીવો ધર્મ કરે છે તોપણ વિવેક વગરના હોવાથી યથાતથા કરે છે. તેઓની તે પ્રવૃત્તિ જોઈને તેઓ પ્રત્યે હસવું તે પણ લોકવિરુદ્ધ કૃત્ય છે. વળી લોકમાં રાજા-મંત્રી આદિ પૂજાતા લોકોની નિંદા કરવી તે પણ લોકવિરુદ્ધ છે. વળી, ઘણા લોકોની સાથે જેનો વિરોધ હોય અર્થાત્ ઘણા લોકો સાથે ક્લેશ કરે તેવી પ્રકૃતિવાળા હોય તેથી સાથે સંગ કરવો તે પણ લોકવિરુદ્ધ છે. વળી જે દેશમાં જે આચારો હોય તેનાથી વિપરીત પ્રવૃત્તિ પણ લોકવિરુદ્ધ છે. વળી, અતિ ભોગોની વૃત્તિ પણ લોકવિરુદ્ધ છે. વળી, ધર્મના ક્ષેત્રમાં દાન આપેલું હોય, શીલ પાળેલું હોય, શાસ્ત્રઅધ્યયન આદિ કરેલું હોય તેને બીજા પાસે પ્રગટ કરીને માન આદિ મેળવવાની જે વૃત્તિ તે પણ લોકવિરુદ્ધ છે. વળી, ગુણસંપન્ન જીવોને આપત્તિ આવે તેમાં સંતોષ થાય, આનંદ આવે તે પણ લોકવિરુદ્ધ છે. અને તેવા જીવોની આપત્તિ દૂર કરવાનું સામર્થ્ય હોય તોપણ ઉપેક્ષા કરે તે પણ લોકવિરુદ્ધ છે. તેવાં લોકવિરુદ્ધ કૃત્યો પોતાના જીવનમાં પ્રાપ્ત ન થાય એ પ્રકારનો અભિલાષ શ્રાવક કરે છે.
વળી, માતા-પિતા આદિ ગુરુજનની સાથે ઉચિત વ્યવહારો ગુરુજનની પૂજા છે તે મને પ્રાપ્ત થાઓ, એ પ્રકારનો અભિલાષ શ્રાવક કરે છે. જેથી પોતાનામાં કૃતજ્ઞતા ગુણ સદા રહે; કેમ કે ભવનિર્વેદની પ્રાપ્તિ થયા પછી પણ કષાયને વશ ગુરુવર્ગની સાથે અનુચિત વર્તન કરીને જીવ ક્લિષ્ટ કર્મ બાંધે છે. તેના પરિહારાર્થે શ્રાવક ભગવાનની ભક્તિ કરીને તે પ્રકારનો અભિલાષ કરે છે, જેથી પોતાની પ્રકૃતિ ઉત્તમ બને. વળી, અનાદિકાળથી જીવમાં સ્વાર્થ સ્વભાવ વર્તે છે. તે સ્વભાવને કારણે બીજાના હિત પ્રત્યે ઉપેક્ષા કરવાનો અને પોતાના તુચ્છ ઐહિક સુખ ખાતર અન્યને પીડા કરવાનો સ્વભાવ વર્તે છે. તેના નિવારણાર્થે શ્રાવક અભિલાષ કરે છે કે બીજાના પ્રયોજનને કરનારી મારામાં ઉત્તમ પ્રકૃતિ પ્રગટે અર્થાત્ પોતાના સ્વાર્થને ગૌણ કરીને બીજાનું જે રીતે હિત થાય તે રીતે પ્રયત્ન કરવાની પોતાની ઉત્તમ પ્રકૃતિ પ્રગટ થાય તેવો અભિલાષ શ્રાવક કરે છે. આ સર્વ માંગણી લૌકિક સૌંદર્ય છે. અર્થાત્ લૌકિક-લોકોત્તર સાધારણ ધર્મો કરનારા જીવોમાં આ પ્રકારની સુંદરતા હોય છે, કેમ કે અન્યદર્શનના ધર્મ પણ આવી સુંદર પ્રકૃતિ ધર્મ રૂપે સ્વીકારે છે.
હવે લોકોત્તર સૌંદર્યની પ્રાપ્તિના અર્થી એવા શ્રાવક વિશેષ રૂપે માંગણી કરે છે કે મને સદ્ગુરુનો યોગ થાઓ અને તેમના વચનની સેવા પ્રાપ્ત થાઓ. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારસમુદ્રમાં ડૂબતા જીવને સર્વજ્ઞના વચનાનુસાર પોતાની શક્તિ અનુરૂપ શું ઉચિત વર્તન કરવું જોઈએ ? તેનો યથાર્થ બોધ કરાવીને પોતાના આત્માનું સંસારસમુદ્રથી જે રક્ષણ કરે તેવા ઉત્તમગુરુનો મને યોગ થાઓ તે પ્રકારે શ્રાવક અભિલાષ કરે છે. વળી, ઉત્તમગુરુની પ્રાપ્તિ માત્રથી કલ્યાણ થતું નથી. પરંતુ તેવા સદ્ગુરુ જે પ્રકારે સર્વજ્ઞના વચનાનુસાર ઉચિત કૃત્યો કરવાનું કહે તે પ્રમાણે પોતે કરે તો જ તે સર્વ કૃત્યો દ્વારા અનાદિના મોહનો નાશ કરીને પોતે સંસારસાગરથી તરી શકે અન્યથા તરી શકે તેમ નથી તેવો સ્થિર નિર્ણય હોવાથી શ્રાવક પોતાના આત્મામાં લોકોત્તર સૌંદર્ય પ્રગટાવવા માટે ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે સર્વ કલ્યાણની પરંપરાનું એક કારણ બને તેવા ઉત્તમ સગુરુનો યોગ અને તેમના વચનાનુસાર હું અપ્રમાદથી પ્રયત્ન કરું તેવું મને તમારા પ્રસાદથી