________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૧
૧૭૧ અને ઉત્તમકોટિના સમાધિના બળથી સિદ્ધ ભગવંત તુલ્ય હું ભાવઆરોગ્ય પ્રાપ્ત કરું. પ્રસ્તુત લોગસ્સ સૂત્રમાં ચોવીશે તીર્થકરો પોતાના નામથી કીર્તન કરાયેલા છે અને “ઉસભામજિસં ચ વંદે' આદિ પદ દ્વારા વંદન કરાયેલા છે. એથી લોગસ્સ સૂત્રમાં “મા' શબ્દ પાઠાંતર છે. તેના કારણે ઉપસ્થિત થાય કે ઉસભામજિએ... આદિ ત્રણ ગાથા દ્વારા ચોવીશે તીર્થકરો મારા વડે કીર્તન કરાયેલા છે અને ‘વં' પદ દ્વારા વંદન કરાયેલા છે. એવા આ ચોવીશે તીર્થકરો લોકમાં ઉત્તમસિદ્ધ છે; કેમ કે સર્વ પ્રયોજનો તેઓએ સિદ્ધ કર્યા છે. આથી જ સર્વ કર્મરહિત અવસ્થાને પામેલા છે અને તેમના જેવું જ ભાવઆરોગ્ય પોતાને પણ જોઈએ છે.
શ્લોકના ઉત્તરાર્ધથી ભાવઆરોગ્યને પામેલા એવા સિદ્ધ ભગવંતની પાસે શ્રાવક માંગણી કરે છે કે મારે ભાવઆરોગ્યની પ્રાપ્તિના કારણભૂત બોધિલાભ અને ઉત્તમસમાધિ મને આપો. તેથી શ્રાવકને ઉપસ્થિત થાય છે કે ચોવીશે તીર્થકરો સિદ્ધાવસ્થાને પામ્યા છે. તેથી ભાવરોગ તેમનો નાશ પામ્યો છે. આથી જ પૂર્ણ આરોગ્યવાળા છે અને તેવું ભાવઆરોગ્ય પોતાને પણ ઇષ્ટ જ છે અને તેની પ્રાપ્તિનો ઉપાય બોધિલાભ છે. આ બોધિલાભ એટલે ભગવાને બતાવેલા મોક્ષમાર્ગનો યથાર્થ બોધ. તે મોક્ષમાર્ગના યથાર્થ બોધને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિ કરવાથી પ્રાપ્ત થતી શ્રેષ્ઠ સમાધિ ભાવઆરોગ્યનું કારણ છે. માટે જો હું બોધિલાભ અને શ્રેષ્ઠ સમાધિને પ્રાપ્ત કરીશ તો તેના બળથી પૂર્ણ આરોગ્ય હું પ્રાપ્ત કરીશ. આમ ભગવાન પાસે ભાવઆરોગ્યના ઉપાય રૂપે બોધિલાભ અને શ્રેષ્ઠ સમાધિની માંગણી કરીને શ્રાવક હંમેશાં અપ્રમાદભાવથી ભગવાનના વચનના રહસ્યને જાણવા માટે અને જાણીને તે વચનના બળથી આત્મામાં સમાધિ ઉત્પન્ન થાય તે રીતે સદા યત્ન કરે છે. અને પોતાનો તે પ્રકારનો યત્ન અતિશયિત થાય તે માટે લોગસ્સ સૂત્રમાં પ્રસંગે પ્રસંગે તે પ્રકારે ભગવાન પાસે માંગણી કરે છે. જેથી સમ્યક્ કરાયેલી પ્રાર્થનાથી તે પ્રકારની ઇચ્છાને ઉલ્લસિત કરીને બોધિલાભ અને ઉત્તમસમાધિ માટે દઢયત્ન કરવા માટે બળ સંચય થાય છે.
વળી, ભગવાનની સિદ્ધાવસ્થા પ્રત્યે ભક્તિનો અતિશય કરવાર્થે શ્રાવક બોલે છે કે ચંદ્રથી અધિક નિર્મળતર, સૂર્યથી અધિક પ્રકાશ કરનારા, સ્વયંભૂરમણસમુદ્રથી અધિક ગંભીર એવા સિદ્ધ ભગવંત મને સિદ્ધિને આપો. આ પ્રકારે બોલવાથી શ્રાવકને ઉપસ્થિતિ થાય છે કે ચંદ્ર જેમ શીતલતાને કરનારા છે તેમ મોહની અનાકુળ અવસ્થા શીતલતા સ્વરૂપ છે અને ભગવાન સંપૂર્ણ મોહ વગરના હોવાથી અત્યંત નિર્મળતર છે; કેમ કે આત્માના સહજ શીતલ સ્વભાવમાં વર્તે છે. વળી, સૂર્ય જગતને પ્રકાશ કરનાર છે. તોપણ પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે. જ્યારે ભગવાન કેવલજ્ઞાન દ્વારા લોકાલોકને પ્રકાશિત કરે છે. માટે સુર્ય કરતાં અધિક પ્રકાશ કરનાર છે. આ રીતે મોહની અનાકુળ અવસ્થા અને કેવલજ્ઞાનથી પૂર્ણ પ્રકાશક અવસ્થા રૂપે ભગવાનની ઉપસ્થિતિ થાય છે. વળી, સ્વયંભૂરમણસમુદ્ર અતિ ગંભીર છે. ક્યારેય ક્ષોભ પામે તેવો નથી. તેનાથી પણ અધિક ગંભીર ભગવાન છે; કેમ કે જગતના સર્વ પદાર્થોમાંથી કોઈ પદાર્થ ભગવાનને અંતરંગ ક્ષોભ ઉત્પન્ન કરવા સમર્થ નથી અને તેવા ભગવાન સિદ્ધિને પ્રાપ્ત કરવાની આસન્ન અવસ્થામાં છે માટે સિદ્ધ છે. તેવા ભગવાન પોતાને પણ ભગવાન તુલ્ય સિદ્ધિપદને આપો. એ પ્રકારે પ્રાર્થના કરવાથી શ્રાવકને સિદ્ધિપદની પ્રાપ્તિનો ઉત્કૃષ્ટ અભિલાષ થાય છે અને જેને સિદ્ધિપદનો