Book Title: Dharm Sangraha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 195
________________ ૧૭૮ કે ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧ છે. તમે=અતિશયવાળા મહાત્માઓ તમે, જુઓ. હું પ્રયત્નવાળો છું=યથાશક્તિ આટલા કાળ સુધી પ્રકર્ષથી યત્નવાળો છું. અર્થાત્ શ્રુતધર્મના અનુસાર ઉચિત અનુષ્ઠાન કરવામાં યત્નવાળો છું. આ રીતે=પૂર્વમાં કહ્યું કે હું પ્રયત્નવાળો છું એ રીતે, પરસાક્ષી=અતિશયવાળા મહાત્માઓની સાક્ષીએ, પ્રયત્નવાળો થઈને ફરી નમસ્કાર કરે છે. ‘નમો જિણમએ’ પ્રતીક છે. જિનમતને નમસ્કાર કરું છું. પ્રાકૃત હોવાથી ચતુર્થી અર્થે સપ્તમી છે. સૂત્રમાં કરું છું એ અધ્યાહાર છે તે બતાવવા માટે ‘ર્વે કૃતિ શેષઃ' તેમ કહેલ છે. કઈ રીતે નમસ્કાર કરું છું ? તે સ્પષ્ટ કરતાં કહે છે. પ્રયત્નવાળો થઈને જિનમતને નમસ્કાર કરું છું. એ પ્રકારનો અર્થ છે. અને આ હોતે છતે પ્રયત્નવાળા થઈને જિનમતને નમસ્કાર કરાયે છતે, નંદિ=સમૃદ્ધિ, સદા= સર્વકાલ, સંયમમાં=ચારિત્રમાં, થાય અને કહેવાયું છે. ‘પ્રથમ જ્ઞાન ત્યારપછી દયા' (દશવૈકાલિક-૪-૧૦). કેવા પ્રકારના વિશિષ્ટ એવા સંયમમાં સમૃદ્ધિ થાય ? એથી કહે છે. દેવ-નાગ-સુવર્ણ-કિન્નરના ગણોથી સદ્ભૂતભાવ વડે અર્ચિત=હૈયાના સુંદરભાવથી પૂજાયેલા, ચારિત્રમાં સમૃદ્ધિ થાય છે. દેવ વૈમાનિકો છે. નાગ ધરણેન્દ્ર આદિ છે. સુવર્ણ ગરુડાદિ છે. કિન્નરો વ્યંતરવિશેષ છે. શેષનું ઉપલક્ષણ છે. ‘દેવં’ એ પ્રમાણે દેવ ઉપર અનુસ્વાર છંદપૂરણ માટે છે અને તે રીતે=દેવાદિથી સંયમ પૂજાય છે એમ પૂર્વમાં કહ્યું તે રીતે, સંયમવાળા મહાત્માઓ દેવતાઓથી પૂજાય જ છે. જેમાં=જિનમતમાં, જેમાં શું ? લોકનું લોકજ્ઞાન, પ્રતિષ્ઠિત છે=જિનમતમાં જ્ઞાન પ્રતિષ્ઠિતિ છે. તશીભૂત છે=જિનમતને વશ જ્ઞાન છે. અને આ જગત શેયપણાથી પ્રતિષ્ઠિત છે–જિનમતમાં પ્રતિષ્ઠિત છે. પ્રતિષ્ઠિત શબ્દનો ફરી યોગ છે. કેટલાક મનુષ્યલોકને જ જગત માને છે એથી કહે છે. ત્રૈલોક્ય મર્ત્ય અસુર એવું આ જગત છે. આધાર-આધેયરૂપ છે=ત્રણલોક આધાર છે અને એમાં મર્ત્ય અને અસુર આધેય છે. આ આવા પ્રકારનો ધર્મ=શ્રુતધર્મ, વૃદ્ધિ પામો. ‘શાશ્વત’ એ ક્રિયાવિશેષણ છે. શાશ્વત=અપ્રચ્યુતિથી વૃદ્ધિ પામો=પરવાદીના વિજ્યથી વૃદ્ધિ પામો. ધર્મોત્તરં=ધર્મ ઉત્તર=ચારિત્રધર્મ ઉત્તર=જે પ્રમાણે ચારિત્રધર્મ પ્રધાન થાય તે પ્રમાણે વૃદ્ધિ પામો એ અર્થ છે. વૃદ્ધિ પામો એ ફ્રી કથન મોક્ષાર્થીએ પ્રતિદિવસ જ્ઞાનવૃદ્ધિ કરવી જોઈએ એ પ્રદર્શન માટે છે. અને તે રીતે=જ્ઞાનવૃદ્ધિ પ્રતિદિવસ કરવી જોઈએ તે રીતે, તીર્થંકરનામકર્મના હેતુઓના પ્રતિપાદન કરતાં કહેવાયું. ‘અપૂર્વ જ્ઞાનગ્રહણ’=અપૂર્વ જ્ઞાનગ્રહણ તીર્થંકરનામકર્મબંધનું કારણ છે. આ પ્રણિધાન મોક્ષના બીજ જેવું છે. પરમાર્થથી અનાશંસારૂપ જ છે. એ પ્રમાણે પ્રણિધાન કરીને શ્રુતના જ વંદનાર્થે અને કાયોત્સર્ગ અર્થે એક જ વ્યક્તિ બોલે છે અથવા બધા બોલે છે. શું બોલે છે ? એ કહે છે = સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ ઇત્યાદિથી માંડીને વોસિરામિ સુધી બોલે છે. અર્થ પૂર્વની જેમ છે. ફક્ત શ્રુતનો=પ્રવચનનો, સામાયિકાદિથી બિંદુસાર પર્યંત પ્રવચનરૂપ ભગવાનનો=યશ માહાત્મ્ય આદિ યુક્ત ભગવાનનો હું કાઉસ્સગ્ગ કરું છું એમ અન્વય છે. ત્યારપછી કાયોત્સર્ગકરણ પૂર્વની જેમ પારીને શ્રુતની સ્તુતિ બોલે છે. “શ્રુતજ્ઞાનના અર્થરૂપ આ સાતમો અધિકાર છે. અહીં=પુખ્ખર-વર-દીવ}સૂત્રમાં પદ-૧૬, સંપદા-૧૬, વર્ણ-૨૦૯ છે.” ચોથો દંડક છે.

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218