________________
૧૮૮
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ ૨. અતીર્થ હોતે છતે=જિનાંતરમાં સાધુનો વ્યવચ્છેદ થયે છત, જાતિસ્મરણાદિ વડે પ્રાપ્ત થયેલા મોક્ષમાર્ગવાળા સિદ્ધ અતીર્થસિદ્ધ છે. અથવા મરુદેવા વગેરે અતીર્થસિદ્ધ છે; કેમ કે ત્યારે=મરુદેવામાતા સિદ્ધ થયા ત્યારે, તીર્થનું અનુત્પન્નપણું છે.
૩. તીર્થંકરસિદ્ધ તીર્થંકરપણાનો અનુભવ કરીને સિદ્ધ થયેલા તીર્થંકરસિદ્ધ છે. ૪. અતીર્થંકરસિદ્ધ-સામાન્ય કેવલીપણું હોતે છતે સિદ્ધ થયા છે. ૫. સ્વયંબુદ્ધસિદ્ધ સ્વયંબુદ્ધ છતાં જે સિદ્ધો છે તે સ્વયંબુદ્ધસિદ્ધ. ૬. પ્રત્યેકબુદ્ધસિદ્ધ પ્રત્યેકબુદ્ધ છતાં જે સિદ્ધો છે તે પ્રત્યેકબુદ્ધસિદ્ધ છે.
સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધનો બોધિ-ઉપધિ-શ્રુત અને લિંગ કૃત વિશેષ છે=ભેદ છે. સ્વયંબુદ્ધ જીવો બાહ્ય પ્રત્યય વગર=બાહ્ય નિમિત્ત વગર બોધ પામે છે. વળી, પ્રત્યેકબુદ્ધો બાહ્ય નિમિત્ત વૃષભાદિથી બોધ પામે છે. કરકંડુ આદિની જેમ. વળી ઉપધિ સ્વયંબુદ્ધોને પાત્રાદિ-૧૨ પ્રકારની છે. પ્રત્યેકબુદ્ધ સાધુઓને પ્રાવરણને છોડીને નવ પ્રકારની છે. સ્વયંબુદ્ધ સાધુઓને પૂર્વ ભણેલા શ્રતમાં નિયમ નથી=કેટલું શ્રત હોય તેમાં નિયમ નથી, વળી પ્રત્યેકબુદ્ધ સાધુઓને નિયમથી હોય છે પૂર્વ અધિક શ્રત હોય છે. વળી લિંગનો સ્વીકાર સ્વયંબુદ્ધ સાધુને ગુરુસંનિધિમાં પણ હોય છે. પ્રત્યેકબુદ્ધ સાધુઓને દેવતા લિંગ આપે છે.
૭. બુદ્ધબોધિતસિદ્ધ-અવગત તત્વવાળા આચાર્ય બુદ્ધ છે. તેઓથી બોધિત છતાં જેઓ સિદ્ધ થયા તેઓ બુદ્ધબોધિતસિદ્ધ છે.
૮-૯-૧૦. અને આ સર્વ પણ કોઈ સ્ત્રીલિંગસિદ્ધ છે. કોઈક પુરુષલિંગસિદ્ધ છે. કોઈક નપુસંકલિંગસિદ્ધ છે.
નથી શંકા કરે છે. તીર્થકરો પણ શું સ્ત્રીલિંગસિદ્ધ થાય છે? તેનો ઉત્તર આપે છે. થાય જ છે. જે કારણથી “સિદ્ધ પ્રાભૃતમાં કહ્યું છે.
“સર્વ થોડા તીર્થકરી સિદ્ધ છેઃસ્ત્રીતીર્થંકરસિદ્ધ છે. તીર્થકરીતીર્થમાં=સ્ત્રીતીર્થકરના તીર્થમાં નોતીર્થંકરસિદ્ધ-તીર્થંકર થયા વિના સિદ્ધ થનારા જીવો અસંખ્યગુણા છે. તીર્થકરીના તીર્થમાં નોતીર્થકરીસિદ્ધ સ્ત્રી તીર્થકરના તીર્થમાં તીર્થંકર થયા વિના સ્ત્રીલિંગે સિદ્ધ થનારા જીવો અસંખ્યયગુણ છે. તીર્થકરના તીર્થમાં તોતીર્થંકરસિદ્ધ સંખ્યયગુણા છે.”
વળી, નપુંસકલિંગસિદ્ધ તીર્થંકરસિદ્ધ ન જ થાય. વળી, પ્રત્યેકબુદ્ધસિદ્ધો પુલ્લિંગસિદ્ધ જ હોય છે. ૧૧. સ્વલિંગસિદ્ધ સ્વલિંગ એવા રજોહરણાદિ દ્રવ્યલિંગથી સિદ્ધ સ્વલિંગસિદ્ધ છે. ૧૨. અલિંગસિદ્ધ=અન્ય એવા પરિવ્રાજકાદિના લિંગથી સિદ્ધ અલિંગસિદ્ધ છે. ૧૩. ગૃહસ્થલિંગસિદ્ધ મરુદેવી આદિ છે.