Book Title: Dharm Sangraha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 208
________________ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧ ૧૯૧ કહેવાય છે=એક પણ કરાયેલો નમસ્કાર સંસારસાગરથી તારે છે એ પ્રમાણે કહેવાય છે. અને ચારિત્રનું વૈફલ્ય નથી=એક નમસ્કારથી જો ક્ષપકશ્રેણી આવતી હોય તો ચારિત્ર વગર મોક્ષપ્રાપ્તિ થવાને કારણે ચારિત્રનું વૈફલ્ય છે તેમ ન કહેવું; કેમ કે તેવા પ્રકારના અધ્યવસાયનું જ=વીતરાગના ગુણને સ્પર્શીને વીતરાગતુલ્ય થવાના પરિણામ રૂપ નમસ્કાર સ્વરૂપ અધ્યવસાયનું જ, ચારિત્રરૂપપણું છે. આ નવમો અધિકાર છે. આ ત્રણ સ્તુતિઓ ગણધરકૃત હોવાથી નિયમથી કહેવાય છે. વળી, કેટલાક અન્ય પણ સ્તુતિઓ બોલે છે. જે કારણથી આવશ્યકચૂર્ણિકારશ્રી કહે છે શેષ સ્તુતિઓ યથા ઇચ્છાથી બોલાય છે તે સ્તુતિઓ ‘યથા’થી બતાવે છે. “ઉજ્જિત સેલના શિખર ઉપર દીક્ષા, જ્ઞાન, મોક્ષ છે જેમના તે ધર્મચક્રવર્તી, અરિષ્ટનેમિને હું નમસ્કાર કરું છું.” II૪॥ ફક્ત શ્લોકમાં ‘નિસીહિલ’ એ શબ્દને સર્વવ્યાપારના નિષેધથી નૈષધિકી=મુક્તિ છે. આ દસમો અધિકાર છે. “ચાર, આઠ, દસ, બે વંદન કરાયેલા એવા ચોવીશ (૨૪) જિનવરો, પરમાર્થના નિષ્ઠિત અર્થવાળા સિદ્ધો મને સિદ્ધિને આપો.” ।।પા શ્લોકમાં રહેલા ‘પરમટ્ટુનિટ્રિઅટ્ઠ'નો અર્થ કરે છે. કલ્પના-માત્રથી નહિ પરમાર્થથી. નિષ્ઠિત અર્થો છે જેઓને તે તેવા છે. શેષ વ્યક્ત છે=શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. આ અગિયારમો (૧૧મો) અધિકાર છે. અહીં=‘સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રમાં સંપદા-પદનું પ્રમાણ વીસ છે. વર્ણ ૧૭૨ છે. પ્રણિપાતદંડકાદિમાં આ પાંચમો દંડક છે. ભાવાર્થ: ધર્મનાં સર્વ અનુષ્ઠાનોનું પરંપરફળ સિદ્ધાવસ્થા રૂપ મોક્ષ છે અને મોક્ષમાં ગયેલા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરવા અર્થે ચૈત્યવંદનના ચાર દંડક પૂરા કર્યા પછી શ્રાવક આ ‘સિદ્ધાણં-બુદ્ધાણં’ સ્તુતિ બોલે છે. જેથી શ્રાવકને ઉપસ્થિતિ થાય છે કે જે સિદ્ધ ભગવંતની હું સ્તુતિ કરું છું તતુલ્ય થવા માટે ધર્મના સર્વ ઉચિત આચારો છે એમ સૂચિત થાય છે, અને તે આચાર અંતર્ગત જ પ્રસ્તુત ચૈત્યવંદનની ક્રિયા છે. તેથી ચૈત્યવંદન દ્વારા ભાવિત થયેલું ચિત્ત જેટલા અંશથી સિદ્ધ ભગવંતના ગુણોને સ્પર્શશે, તેટલા અંશથી મારું ચૈત્યવંદન સફળ બનશે. તેથી દૃઢ ઉપયોગપૂર્વક સિદ્ધ ભગવાનની સ્તુતિ ક૨વાર્થે બોલે છે. શું બોલે છે ? એ બતાવે છે. જેઓનાં સર્વ પ્રયોજનો સિદ્ધ થયાં છે તે સિદ્ધ ભગવંત છે. તેથી એ ઉપસ્થિતિ થાય છે કે જીવનું મુખ્ય પ્રયોજન કર્મોની પરતંત્રતાથી મુક્ત થઈને સંપૂર્ણ કર્મ રહિત અવસ્થાની પ્રાપ્તિ છે. તે પ્રયોજન જેમણે સિદ્ધ કર્યું છે તેવા અને જ્ઞાનાવરણીય કર્મોનો નાશ થયેલો હોવાથી કેવલજ્ઞાન સ્વરૂપ બોધવાળા સિદ્ધ ભગવંતો છે. તે સિદ્ધ ભગવંતો સંસા૨થી પાર પામેલા છે અને તે સંસારસાગરથી પા૨ની પ્રાપ્તિ તેઓને ગુણસ્થાનકના ક્રમની પરંપરાથી થયેલી છે. તેથી શ્રાવકને ઉપસ્થિતિ થાય છે કે આત્માના ગુણોના આવા૨ક કર્મો છે અને તે કર્મોને કારણે ગુણથી યુક્ત જીવ પણ કષાયથી યુક્ત છે. કષાયથી યુક્ત થયેલો હોવાથી

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218