________________
૧૮૯
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ ૧૪. એકસિદ્ધ-એક-એક સમયમાં એકાકી સિદ્ધો “એકસિદ્ધ છે.
૧૫. અનેકસિદ્ધ-એક સમયમાં ૧૦૮ સુધી સિદ્ધ થાય છે તે અનેકસિદ્ધ છે. જે કારણથી કહેવાયું છે.
બત્રીશ (૩૨), અડતાલીશ (૪૮). સાઈઠ (૬૦), બોંતેર (૭૨), ચોર્યાશી (૮૪), છવું (૯૬), સુરહિયમહુત્તરાં =બે અધિક સો-૧૦૨, આઠ ઉત્તરમાં છે જેને એવા ૧૦૦=૧૦૮ જાણવા. (જીવ સમાસ-૨૪૯, બૃહત્ સંગ્રહણી-૩૩૩, પ્રવચનસારોદ્વાર-૪૭૮). બત્રીસ (૩૨)=૧થી ૩૨ સંખ્યાવાળા જીવો ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી સતત સિદ્ધ થાય છે. અડતાલીશ (૪૮)=૩૩થી ૪૮ સંખ્યાવાળા જીવો ઉત્કૃષ્ટથી ૭ સમય સુધી સતત સિદ્ધ થાય છે. સાઈઠ (૬૦)=૪૯થી ૬૦ સંખ્યાવાળા જીવો ઉત્કૃષ્ટથી ૬ સમય સુધી સતત સિદ્ધ થાય છે. બોંતેર (૭૨)=૬૧થી ૭૨ સંખ્યાવાળા જીવો ઉત્કૃષ્ટથી પાંચ-પ સમય સુધી સતત સિદ્ધ થાય છે. ચોર્યાશી (૮૪)=૭૩થી ૮૪ સંખ્યાવાળા જીવો ઉત્કૃષ્ટથી ચાર સમય સુધી સતત સિદ્ધ થાય છે. છg (૯૬)=૮૫થી ૮૬ સંખ્યાવાળા જીવો ઉત્કૃષ્ટથી ત્રણ (૩) સમય સુધી સતત સિદ્ધ થાય છે.
એકસો બે (૧૦૨)=૯૭થી ૧૦૨ સંખ્યાવાળા જીવો ઉત્કૃષ્ટથી બે સમય સુધી સતત સિદ્ધ થાય છે.
એકસો આઠ (૧૦૮)=૧૦૩થી ૧૦૮ સંખ્યાવાળા જીવો ઉત્કૃષ્ટથી એક સમય સુધી સતત સિદ્ધ થાય છે.
નથી શંકા કરે છે. આ સિદ્ધના ભેદો આદ્ય એવા તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધમાં અત્તર્ભાવ પામે છે; કેમ કે તીર્થંકરસિદ્ધાદિ તીર્થસિદ્ધ હોય છે કે અતીર્થસિદ્ધ હોય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે. તારી વાત સાચી છે. અત્તર્ભાવ હોવા છતાં પણ પૂર્વના ભેદદ્વયથી તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધ રૂપ ભેદદ્વયથી, ઉત્તરના ભેદની અપ્રતિપત્તિ હોવાને કારણે તીર્થંકરસિદ્ધ અતીર્થંકરસિદ્ધ આદિનો બોધ નહિ થવાને કારણે, અજ્ઞાત એવા તે ભેદોના જ્ઞાપન માટે ભેદ અભિધાન અદુષ્ટ છે=પ્રથમ બે ભેદોથી અભેદોનું કથન અદુષ્ટ છે. આ સિદ્ધસ્તુતિરૂપ આઠમો અધિકાર છે.
આ રીતે સામાન્યથી સર્વ સિદ્ધોને નમસ્કાર કરીને, આસોપકારીપણું હોવાથી વર્તમાન તીર્થાધિપતિ એવા શ્રીમદ્ મહાવીર વર્ધમાનસ્વામીની સ્તુતિ કરે છે.
“જે દેવોના પણ દેવ છે. જેને જે વીર ભગવાનને, દેવો અંજલિથી નમસ્કાર કરે છે. દેવદેવથી ઇંદ્રાદિથી મહિત એવા તે મહાવીરસ્વામીને હું મસ્તકથી વંદન કરું છું.” રા.
જે ભગવાન મહાવીર પૂજ્યપણું હોવાથી ભવનવાસી આદિ દેવોના પણ દેવ છે આથી જ કહે છે દેવોના પણ દેવ છે આથી જ કહે છે, જેને જે વીર ભગવાનને, દેવો પ્રાંજલિવાળા છતા=વિનયથી રચિત હાથના સંપુટવાળા છતા=જોડાયેલા હાથવાળા છતા, નમસ્કાર કરે છે તે ભગવાન દેવદેવોથી શક્રાદિ