________________
૧૯૦
ધર્મસંગ્રહ ભાગ-૪/ દ્વિતીય અધિકાર | શ્લોક-૧ વડે, મહિત પૂજિત છે તેમને મસ્તકથી હું વંદન કરું છું અને આ મસ્તકથી નમસ્કાર કરું છું એ, આદર-પ્રદર્શન માટે છે. કોને નમસ્કાર કરે છે ? એથી કહે છે. મહાવીરને. મહાવીર શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છે. વિશેષથી કર્મનો નાશ કરે છે અથવા શિવમાં જાય છે=મોક્ષમાં જાય છે, એ વીર છે. મહાન એવા આ વીર મહાવીર તેમને હું નમસ્કાર કરું છું એમ અવય છે. આ રીતે સ્તુતિ કરીને પરના ઉપકાર માટે અને આત્માના ભાવની વૃદ્ધિ માટે ફલપ્રદર્શન પર=નમસ્કારના ફળને દેખાડનાર આ સ્તુતિને બોલે છે.
“જિનવર વૃષભ એવા વર્ધમાનસ્વામીને કરાયેલો એક પણ નમસ્કાર સંસારસાગરથી પુરુષ અને સ્ત્રીને તારે છે.” III
ઘણા નમસ્કાર દૂર રહો. એક પણ નમસ્કાર સંસારસાગરથી તારે છે એમ અવય છે. નમસ્કાર દ્રવ્ય-ભાવ-સંકોચરૂપ છે. કોને નમસ્કાર છે? એ કહે છે. જિનવર એવા વૃષભને, જિનો ઋતજિન, અવધિજિત આદિ છે તેઓમાં શ્રેષ્ઠ એવા કેવલી તેઓમાં વૃષભ=તીર્થંકર નામકર્મના ઉદયથી ઉત્તમ તે જિતવર વૃષભ છે તેમને કરાયેલો નમસ્કાર સંસારસાગરથી તારે છે એમ અત્રય છે અને તે=જિનવર ઋષભાદિ તીર્થકરો પણ છે એથી કહે છે. વર્ધમાનસ્વામીને, યત્નાથી કરાયેલો છતો એ પ્રમાણે અધ્યાહાર છે=જિતવર વૃષભ એવા વર્ધમાનસ્વામીને યત્નથી કરાયેલો એક પણ નમસ્કાર સંસારસાગરથી તારે છે. એ પ્રકારે બતાવવા માટે યત્નથી કરાયેલો છતો એ શબ્દ અધ્યાહાર છે. શું? ભગવાન વર્ધમાનસ્વામીને કરાયેલો એક પણ નમસ્કાર શું? એથી કહે છે. સંસારણ સંસાર= તિર્યંચ-નર-નારક અને દેવતા અનુભવલક્ષણ સંસાર છે. તે જ સંસાર જ, ભવસ્થિતિથી અને કાયસ્થિતિથી અનેક વખત અવસ્થાન દ્વારા અલબ્ધપારપણું હોવાથી સાગરના જેવો સંસારસાગર છે. તેનાથી તારે છે–પાર ઉતારે છે. કોને ઉતારે છે? એથી કહે છે. નર અથવા નારીને. નરનું ગ્રહણ પુરુષોત્તમ ધર્મ પ્રતિપાદન માટે છે–પુરુષ છે પ્રધાન જેમાં એવા ધર્મના પ્રતિપાદન માટે છે. સ્ત્રીઓનું ગ્રહણ તેઓનો પણ=સ્ત્રીઓનો પણ, તભવમાં જ સંસાર ક્ષય થાય છે. એ બતાવવા માટે છે. જે કારણથી ‘યાપનીય તંત્રમાં કહેવાયું છે.
“ખરેખર સ્ત્રી અજીવ નથી. અને વળી અભવ્યા નથી. અને વળી દર્શનવિરોધિની નથી=સમ્યગ્દર્શન ન પામે તેવી નથી, અમાનુષી નથી=જૂર નથી, અનાર્યમાં ઉત્પન્ન થયેલી નથી, અસંખ્ય આયુષ્યવાળી નથી, અતિ ક્રૂર મતિવાળી નથી. ઉપશાંત મોહવાળી નથી એમ નહિ. અર્થાત્ ઉપશાંત મોહવાળી પણ હોય છે, અશુદ્ધ આચારવાળી નથી, અશુદ્ધ શરીરવાળી નથી, વ્યવસાયવજિત નથી=ધર્મના વ્યવસાય વગરની નથી, અપૂર્વકરણની વિરોધિની નથી, નવમા ગુણસ્થાનક રહિત નથી, લબ્ધિથી અયોગ્ય નથી, અકલ્યાણનું ભાજન નથી, એથી કઈ રીતે ઉત્તમ ધર્મની સાધક ન થાય ? અર્થાત્ ઉત્તમ એવા ધર્મને સાધનારી બને છે.”
અહીં=પ્રસ્તુત ‘ઇક્કો વિ નમુક્કારો...' ગાથામાં, આ ભાવ છે. સમ્યગ્દર્શન થયે છતે પ્રકૃષ્ટ ભાવનાથી કરાતો એક પણ નમસ્કાર તથાભૂત અધ્યવસાયનો હેતુ થાય છે, જે પ્રકારના અધ્યવસાયથી શ્રેણીને પામીને ભવરૂપ મહોદધિના વિસ્તારને પામે છે. આથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને આ પ્રમાણે