Book Title: Dharm Sangraha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 203
________________ ૧૮૬ ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ કર્મમાં, શિલ્પમાં, વિઘામાં, મંત્રમાં, યોગમાં, આગમમાં, અર્થમાં, યાત્રામાં, અભિપ્રાયમાં, તપમાં અને કર્મક્ષયમાં આકસિદ્ધ હોય છે.” ત્યાં કમદિ સિદ્ધોમાં, કર્મઆચાર્યના ઉપદેશથી રહિત ભારવહત-કૃષિ-વાણિજ્ય આદિ છે, ત્યાં સિદ્ધપરિતિષ્ઠિત સાગિરિ સિદ્ધની જેમ છે. વળી, શિલ્પ આચાર્યના ઉપદેશથી થનારું છે, ત્યાં સિદ્ધ કોકાસ વાર્ધકીની જેમકોકાસ નામના સુથારની જેમ છે. વિદ્યા જપ-હોમાદિ દ્વારા ફલને દેનારી છે. મંત્ર, જયાદિ રહિત પાઠ માત્ર સિદ્ધ છે. વળી સ્ત્રીદેવતા અધિષ્ઠાત વિદ્યા છે. વળી પુરુષદેવતા અધિષ્ઠાન મંત્ર છે. ત્યાં વિદ્યા-મંત્રમાં, વિદ્યાસિદ્ધ આર્યખપુટની જેમ છે, મંત્રસિદ્ધ સ્તષ્ણ આકર્ષકની જેમ છે. યોગ ઔષધિનો સંયોગ છે, ત્યાં=યોગમાં, સિદ્ધ યોગસિદ્ધ છે, આર્યસમિતની જેમ. આગમ દ્વાદશાંગ પ્રવચન છે, ત્યાં દ્વાદશાંગ પ્રવચનમાં, અસાધારણ અર્થતા બોધથી સિદ્ધ આગમસિદ્ધ છે, ગૌતમસ્વામીની જેમ. અર્થ ધન છે. તે અર્થ, બીજા કરતાં અસાધારણ જેની પાસે છે તે અર્થસિદ્ધ છે, મમ્મણવણિકની જેમ. જલમાં અથવા સ્થલમાં જેની અવિધ્યયાત્રા છે તે યાત્રા સિદ્ધ છે, તુંડીકની જેમ. જે અર્થને ઈચ્છે છે તે અર્થને તે પ્રકારે સાધે છે તે અભિપ્રાયસિદ્ધ છે, અભયકુમારની જેમ. જેને સર્વોત્કૃષ્ટ તપ છે તે તપસિદ્ધ છે, દઢપ્રહારીની જેમ. જે કર્મક્ષયથી જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મના નિર્મુલનથી સિદ્ધ છે તે કર્મક્ષયસિદ્ધ છે, મરુદેવીની જેમ. આથી=અનેક પ્રકારની સિદ્ધો છે. આથી કર્માદિ સિદ્ધના વ્યપોથીકકર્માદિ સિદ્ધના ત્યાગથી, કર્મક્ષય સિદ્ધના ગ્રહણ માટે કહે છે. ગુખ્યઃ' અજ્ઞાન નિદ્રામાં સુપ્ત જગત હોતે છતે અપરોપદેશથી જીવાદિ તત્વના બોધવાળા બુદ્ધ બુદ્ધપણાના અનંતર-કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી કર્મક્ષયને કરીને સિદ્ધ થયેલા એવા બુદ્ધ એ પ્રકારનો અર્થ છે. તેઓને તેવા બોધવાળાને, હું નમસ્કાર કરું છું એમ અવાય છે. અને આકસિદ્ધ અને બુદ્ધ એવા જીવો, સંસાર અને નિર્વાણ ઉભયના પરિત્યાગની સ્થિતિવાળા કેટલાક ઇચ્છે છે; કેમ કે “સંસારમાં સ્થિત નથી નિર્વાણમાં સ્થિત નથી. ભુવનની ભૂતિ માટે=ભુવનના કલ્યાણ માટે, અચિત્ય સર્વ લોકના ચિતારત્વથી અધિક મહાન છે." એ પ્રકારનું વચન છે. તેના નિરાસ માટેકેટલાક માને છે કે સિદ્ધના જીવો સંસાર અને નિર્વાણ ઉભયના પરિત્યાગવાળા છે તે મતના નિરાસ માટે, કહે છે. “પારપામ્યઃ” સંસારના પાર=સંસારના પર્વતને અથવા પ્રયોજનના સમૂહના પર્વતને પામેલા પારગત તેઓને નમસ્કાર કરું છું એમ અવય છે. અને આ=સંસારના પારને પામેલા સિદ્ધભગવંતો, કેટલાક યદચ્છવાદીઓ વડે દરિદ્રને રાજ્ય પ્રાપ્તિની જેમ અક્રમ સિદ્ધપણાથી સ્વીકારાય છે. તેના નિરાસ માટે કહે છે. પરંપરાગયાણં' પરંપરાથી=ચૌદ ગુણસ્થાનકના ક્રમના આરોહરૂપ પરંપરાથી અથવા કોઈક રીતે કર્મક્ષયોપશમાદિની સામગ્રી દ્વારા સમ્યગ્દર્શન, તેનાથી સમ્યગ્દર્શનથી, સમ્યજ્ઞાન તેનાથી સમ્યચ્ચારિત્ર, આવા પ્રકારની પરંપરાથી, મુક્તિ સ્થાન પામેલા, તે પરંપરાગત છે તેઓને નમસ્કાર કરું છું એમ અવય છે. અને આ=પરંપરાથી મોક્ષમાં ગયેલા જીવોને, કેટલાક અનિયત દેશવાળા સ્વીકારે છે; કેમ કે “જેમાં ક્લેશનો ક્ષય છે. તેને વિજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આમને-ક્લેશનો ક્ષય છે જેમને એવા આમને, સર્વથા બાધા અહીં

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218