Book Title: Dharm Sangraha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 193
________________ ૧૭૬ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ આ અત્યંત વિરુદ્ધ છે. વચન અને અપૌરુષેય. રનું'થી કોઈ શંકા કરે છે. આમ હોવા છતાં પણ=વચન ભગવાનથી કહેવાયું છે એમ હોવા છતાં પણ, ધર્મનું આદિકરપણું ભગવાનનું કેમ છે? અર્થાત્ નથી; કેમ કે તપૂર્વ અરિહંતો છે. (આવશ્યકનિર્યુક્તિ ગા. ૫૬૭) એ પ્રકારનું વચન હોવાથી વચનનું અનાદિપણું છે. તેને ગ્રંથકારશ્રી કહે છે. આ પ્રમાણે તથી; કેમ કે બીજ-અંકુરની જેમ તેની ઉપપત્તિ છે. બીજ-અંકુરની જેમ તેની ઉપપતિ કેમ છે? તેને સ્પષ્ટ કરે છે – દિકજે કારણથી, બીજથી અંકુરો થાય છે. અંકુરાથી બીજ થાય છે. એ રીતે ભગવાનને પૂર્વજન્મમાં શ્રતધર્મના અભ્યાસથી તીર્થંકરપણું અને તીર્થને કરનારાઓનું તીર્થકરોનું, શ્રતધર્મનું આદિકરપણું અદુષ્ટ જ છે અને આ રીતે પણ=પૂર્વમાં બીજ-અંકુર ચાયથી તીર્થંકરપૂર્વક તીર્થંકર થાય છે એ રીતે પણ, વચનપૂર્વક જ સર્વજ્ઞપણું છે એ પ્રકારનો નિયમ નથી; કેમ કે મરુદેવા માતા આદિમાં વ્યભિચાર છે. એ પ્રમાણે ન કહેવું; કેમ ન કહેવું એથી કહે છે – આ રીતે પણ-મરુદેવામાતાદિ વચન વગર પણ કેવલી થયાં એ રીતે પણ, શબ્દરૂપ વચનપૂર્વકત્વના નિયમનો અભાવ હોવા છતાં પણ અર્થપરિજ્ઞાનરૂપ વચનપૂર્વકત્વના નિયમનું અવ્યાહતપણું છે અવશ્યભાવિપણું છે, એથી પ્રસંગથી સર્યું. આ રીતે પુખરવરદીવઢેલી પ્રથમ ગાથામાં કહ્યું એ રીતે, મૃતધર્મની આદિ કરનાર એવા તીર્થકરોની સ્તુતિ કહેવાઈ. આ છઠો અધિકાર છે. હવે શ્રતધર્મને કહે છે – “ગાઢ અંધકારના પડલને વિધ્વંસ કરનાર, સુરગણ અને નરેન્દ્રથી પૂજાયેલ, સીમાને ધારણ કરનારા પ્રસ્ફોટિત મોહજાલવાળા એવા શ્રતધર્મને હું વંદન કરું છું.” તમ અજ્ઞાન છે. તે જ=અજ્ઞાન જ, તિમિર છે અથવા બદ્ધસ્પષ્ટ અને નિધન એવું જ્ઞાનાવરણીયકર્મ તમ છે. નિકાચિત તિમિર છેઃનિકાચિત જ્ઞાનાવરણીયકર્મ તિમિર છે. ત્યારપછીeતમ અને તિમિરનો અર્થ કર્યા પછી સમાસ કહે છે તેને તમ-તિમિર પટલને નાશ કરે છે એવા શ્રુતને હું વંદું છું એમ અવય છે. અથવા તમ અને તિમિરના પટલ વંદ, તેનો વિધ્વંસ કરે છે–વિનાશ કરે છે. એ પ્રમાણે નન્યાવિત્રીને વ્યાકરણના નિયમથી તમ-તિમિરના પડલને વિધ્વંસ કરનાર એવા શ્રતધર્મને હું વંદન કરું છું એમ અવય છે. કેમ શ્રતધર્મ તમ-તિમિરના પડલનો નાશ કરે છે ? તેમાં હેતુ કહે છે. અજ્ઞાનના નિરાસથી જ આની મૃતધર્મની, પ્રવૃત્તિ છે. સુરગણ વડે-ચાર પ્રકારના અમરતિકાય વડે, નરેન્દ્રો વડે ચક્રવર્તીઓ વડે, પૂજિત એવા શ્રતધર્મને હું વંદન કરું છું એમ અવય છે. દિ=જે કારણથી, સુરાદિ આગમના મહિમાને કરે જ છે. સીમાને-મર્યાદાને, ધારણ કરે છે. એ સીમાધર' તેને=સીમાધર એવા શ્રતધર્મને હું વંદન કરું છું એમ અવય છે. ‘શ્રતધર્મસ્ય' એ વિશેષપદ છે. તેથી કર્મ અર્થમાં દ્વિતીયા છે. અને તેનું ‘ દ્વિતીયા ' (શ્રી સિદ્ધ. ૮-૩-૧૩૪) એ પ્રકારના પ્રાકૃતસૂત્રથી ષષ્ઠી છે. આથી તેને=પૂર્વોક્ત વિશેષણવાળા મૃતધર્મને, હું વંદન કરું છું. અથવા તેનું જે માહાભ્ય તેને હું વંદન કરું છું. એ પ્રકારે સંબંધ અર્થમાં ષષ્ઠી છે. અથવા તેને હું વંદન કરું છું એ પ્રમાણે ષષ્ઠી વિભક્તિનો અવય છે. પ્રકર્ષથી સ્ફોટિત=વિદારિત મિથ્યાત્વાદિરૂપ મોહજાલ છે. જેના વડે તે તેવું છે=પ્રસ્ફોટિત મોહજાલવાળું

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218