________________
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧
૧૭૯ ભાવાર્થ :
શ્રાવક ચોવીશે તીર્થંકરની સ્તુતિ કર્યા પછી શ્રુતજ્ઞાન પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થાય તે અર્થે શ્રુતજ્ઞાનના માહાભ્યને દર્શાવનાર “પુખરવરદીવઢ” સૂત્ર બોલે છે. જેમાં પ્રથમ શ્રતધર્મની આદિને કરનારા અઢીદ્વીપ અંતર્વર્તી થનારા સર્વ તીર્થકરોને નમસ્કાર કરે છે, કેમ કે તીર્થકરો શ્રતધર્મની આદિને કરનારા છે. તેથી જેને શ્રુત પ્રત્યે બહુમાન હોય તેને તે શ્રુતજ્ઞાનની આદિને કરનારા તીર્થકરો પ્રત્યે ભક્તિ થાય છે અને શ્રાવકને સમ્યકજ્ઞાન છે કે સંસારસમુદ્રમાં રહેલા જીવને માટે સર્વજ્ઞકથિત શ્રુતજ્ઞાન જ કરવાનું પ્રબળ સાધન છે. અને આવા ઉત્તમ શ્રુતની જેઓ આદિને કરનારા છે તેઓ પણ નમસ્કારયોગ્ય છે. માટે પ્રથમ તેઓને નમસ્કાર કર્યા પછી શ્રતધર્મના માહાસ્યનું સ્મરણ બીજી ગાથાથી કરે છે.
શ્રતધર્મ અંધકારરૂપી કર્મોના પડલને વિધ્વંસ કરનાર છે. આ પ્રકારે બોધ થવાથી ઉપસ્થિતિ થાય છે કે અજ્ઞાનને વશ જ જીવ સર્વ પ્રકારના અનર્થોની પ્રાપ્તિ કરે છે. અને સમ્યકજ્ઞાનને કારણે જીવ પોતાનું અહિતથી રક્ષણ કરી શકે છે અને હિતમાં પ્રવૃત્તિ કરી શકે છે. છતાં સંસારી જીવોનાં જ્ઞાનાવરણીયકર્મ પ્રચુર છે. તેથી સંસારી જીવો પોતાનું હિત જોઈ શકતા નથી. તેવા અજ્ઞાનનો નાશ કરનાર શ્રુતજ્ઞાન છે. વળી આ શ્રુતજ્ઞાન દેવોના સમૂહ અને નરેન્દ્રોથી પૂજાયેલ છે; કેમ કે બુદ્ધિમાન એવા દેવો અને નરેન્દ્રો પણ જાણે છે કે આ શ્રુતજ્ઞાન જ જીવનું એકાંતે હિત છે. તેથી તેઓ પણ સદા સર્વજ્ઞકથિત એવા શ્રતધર્મની ભક્તિ કરે છે. આથી જ દેવતાઓ પણ હંમેશાં ભગવાનના આગમનાં ગુણગાન કરીને તેની સ્તુતિ કરે છે. આવું ઉત્તમ શ્રુતજ્ઞાન છે; કેમ કે અજ્ઞાનનો નાશ કરનાર છે. અને ઉત્તમ પુરુષોથી પૂજાયેલ છે.
વળી, આ શ્રતધર્મ સીમાને ધારણ કરનાર છે જીવને ઉચિત પ્રવૃત્તિની મર્યાદાને ધારણ કરાવવામાં પ્રબળ કારણ છે. વળી જેઓ આ કૃતધર્મનો આશ્રય કરે છે તેઓ ઉચિત પ્રવત્તિની સીમાને કરનાર બને છે. તેથી તેઓમાં વર્તતા મોહના જાળાનો નાશ કરનાર આ શ્રુતધર્મ છે. આથી જ વિવેકપૂર્વક જેઓ શ્રતધર્મનું અધ્યયન કરે છે, તેઓને સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવામાં બાધક એવા મોહનો નાશ થાય છે. વળી આ શ્રતધર્મ જીવને માટે કઈ રીતે હિતકારી બને છે ? તે બતાવીને બુદ્ધિમાન પુરુષ તેવા શ્રતધર્મમાં ક્યારેય પ્રમાદ કરે નહિ તે બતાવવા અર્થે કહે છે –
ભગવાને બતાવેલ શ્રતધર્મ જન્મ-જરા-મરણ-શોકનો નાશ કરનાર છે. જેનાથી ઉપસ્થિતિ થાય છે કે સંસારમાં વર્તતા સર્વ ઉપદ્રવનો નાશ કરનાર ભગવાને બતાવેલ શ્રુતજ્ઞાન છે. વળી જેમ શ્રુતજ્ઞાન અનર્થોનું નિવારણ કરનાર છે તેમ હિતની પ્રાપ્તિ કરાવનાર છે તે બતાવવા કહે છે. ભગવાને બતાવેલું શ્રુતજ્ઞાન પુષ્કળ કલ્યાણ અને વિશાળ સુખને લાવનાર છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્માઓ ધૃતધર્મથી જેમ જેમ આત્માને વાસિત કરે છે તેમ તેમ તે મહાત્માની ઉત્તમપ્રકૃતિ બને છે. પુણ્યાનુબંધી પુણ્ય સંચય થાય છે. જેનાથી સદ્ગતિઓની પરંપરા પ્રાપ્ત થાય છે. જેના કારણે દરેક ભવોમાં વિશાળ સુખ મળે છે અને શ્રુતધર્મથી નિયંત્રિત ઉચિત સાધના કરવાથી સર્વ કર્મોનો ક્ષય થાય છે. જેથી સદા માટે પૂર્ણસુખમય એવી મુક્ત અવસ્થાની પ્રાપ્તિ થાય છે.