________________
૧૫૫
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ પ્રાપ્તિનું કારણ બોધિની પ્રાપ્તિ છે. માટે મોક્ષનો અર્થ જીવ બોધિલાભનો અર્થી બને છે અને બોધિની પ્રાપ્તિનું કારણ અરિહંતોની ભક્તિ છે. તેથી અરિહંતોની ભક્તિ કરીને જે વંદનાદિથી ફળ મળે છે તે મને પ્રસ્તુત કાયોત્સર્ગથી પ્રાપ્ત થાઓ. તે પ્રકારે અભિલાષ કરીને શ્રાવક અરિહંત પ્રત્યેની ભક્તિની જ વૃદ્ધિ કરે છે. જે ભક્તિની વૃદ્ધિ અવશ્ય બોધિલાભનું કારણ બનશે અને જે બોધિલાભ ઉત્તર-ઉત્તર પ્રકર્ષવાળું થઈને અવશ્ય મોક્ષરૂપ ફળને આપશે. માટે સર્વ ઉપદ્રવથી રહિત મોક્ષ અવસ્થાની પ્રાપ્તિના અર્થે શ્રાવક મોક્ષને અનુકૂળ એવી શક્તિનો સંચય પ્રસ્તુત કાયોત્સર્ગથી થાય તેના માટે અરિહંત ચેઇઆણું સૂત્ર બોલીને તે પ્રકારનો અંતરંગભાવ ઉલ્લસિત કરવા યત્ન કરે છે. - અહીં પ્રશ્ન થાય કે પ્રસ્તુત સૂત્ર બોલીને યથાતથા કરાયેલા કાઉસ્સગ્ગથી વીતરાગતાના રાગની પ્રાપ્તિ થઈ શકે નહિ, અને વીતરાગતાના રાગની પ્રાપ્તિ થઈ શકે નહિ તો બોધિલાભની પ્રાપ્તિ થઈ શકે નહિ, અને બોધિલાભની પ્રાપ્તિ થઈ શકે નહિ તો મોક્ષની પ્રાપ્તિ થઈ શકે નહિ. તેથી કઈ રીતે કાયોત્સર્ગ કરવાથી તે કાયોત્સર્ગ મોક્ષ રૂપી ફળમાં પર્યવસાન થઈ શકે ? તેથી કહે છે – “વધતી જતી શ્રદ્ધાદિથી હું કાઉસ્સગ્ન કરું છું.” અર્થાત્ ભગવાનની ભક્તિપૂર્વક કરાયેલો કાઉસ્સગ્ન અવશ્ય મારા સર્વ કલ્યાણનું કારણ છે તે પ્રકારની સ્થિર રુચિપૂર્વક અને તે સ્થિર રુચિ પણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તે રીતે હું કાઉસ્સગ્ન કરું છું. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈને, કોઈ સુંદર ખાદ્યપદાર્થ રુચિનો વિષય હોય અને જેમ જેમ તે ખાદ્યપદાર્થ ખાય તેમ તેમ તે રુચિ વૃદ્ધિ પામે છે; કેમ કે તેના મધુર સ્વાદથી તે પદાર્થને ખાવાનો અભિલાષા વૃદ્ધિ પામે છે. તે રીતે જિનગુણના પ્રણિધાનપૂર્વક કરાયેલા કાઉસ્સગ્ગથી શાંત થયેલું ચિત્ત વીતરાગતાને અનુકૂળ રમ્યભાવોનું વેદન કરે છે. જે વેદનને કારણે પૂર્વમાં જે વંદન-પૂજન-સત્કાર-સન્માન કરીને વીતરાગતાની રુચિ હતી તે સતત વૃદ્ધિ પામે છે; કેમ કે જેમ જેમ તે ભાવોનું ચિત્તમાં સંવેદન થાય છે તેમ તેમ તે ભાવોની રુચિની વૃદ્ધિ થાય છે. તેવી વધતી જતી શ્રદ્ધાથી હું કાઉસ્સગ્ન કરું છું. તેમ બોલીને શ્રાવક અંતરંગ રીતે વીતરાગના ગુણોને સ્પર્શે તે પ્રકારની રુચિને ઉલ્લસિત કરે છે. જેમ ભોજનમાંથી સ્વાદનો અર્થી જીવ અત્યંત ઉપયુક્ત થઈને તે સ્વાદનું આસ્વાદન કરવા યત્ન કરે છે તેમ વીતરાગતાના ગુણોને સ્પર્શવાનો અર્થી જીવ પ્રસ્તુત સૂત્ર બોલીને વીતરાગતાને અનુકૂળ નિર્મળ ચિત્ત નિષ્પન્ન કરવા યત્ન કરે છે. તે વધતી જતી શ્રદ્ધા સ્વરૂપ છે.
વળી, જે રીતે વધતી જતી શ્રદ્ધાથી કાયોત્સર્ગ કરાય છે તેમ વધતી જતી મેધાથી કાયોત્સર્ગ કરાય છે. મેધા=બુદ્ધિ. અર્થાત્ મેધા માર્ગાનુસારી બુદ્ધિ જે ગ્રંથના ગ્રહણના પટુ પરિણામ સ્વરૂપ છે અને ભગવાનના વચનરૂપ શાસ્ત્રના પરમાર્થને ગ્રહણ કરનાર છે. અને ભગવાનનું વચન દ્વાદશાંગી રૂપ છે, જે દ્વાદશાંગી સર્વ કર્મના નાશને અનુકૂળ સૂક્ષ્મપ્રજ્ઞા આપનાર છે. તેવા સતુશાસ્ત્રના રહસ્યને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થયેલી બુદ્ધિ મેધા છે. આ મેધા સંસારના કારણભૂત જે પાપકૃત છે તેની અવજ્ઞા કરીને સંસારના ઉચ્છેદમાં કારણભૂત એવા સમ્યક કૃતની નિષ્પત્તિનું કારણ છે. જે જ્ઞાનાવરણીયકર્મના યોપશમથી પેદા થયેલ ચિત્તનો ધર્મ છે. તેથી જેઓ અરિહંત ચેઇઆ સૂત્રના રહસ્યને સ્પર્શે તે પ્રકારે પોતાના ક્ષયોપશમભાવથી બુદ્ધિને વ્યાપારવાળી કરે છે, તેઓની બુદ્ધિ જિનવચનના રહસ્યને સ્પર્શે તેવી નિર્મળ બને છે. અને તેવી