________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧
૧૬૫
"उसभमजियं च वंदे, संभवमभिनंदणं च सुमइं च । पउमप्पहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ।।२।। सुविहिं च पुष्पदंतं, सीयल-सिज्जंस-वासुपुज्जं च । विमलमणंतं च जिणं, धम्म संतिं च वंदामि ।।३।। कुंथु अरं च मल्लि, वंदे मुणिसुव्वयं नमिजिणं च । वंदामि रिट्ठनेमिं, पासं तह वद्धमाणं च ।।४।।" લોગસ્સસૂત્રની આ ગાથાનો સમુદાયનો અર્થ સુગમ છે. વળી પદાર્થ વિભાગ કરાય છે. અને તે સામાન્યથી અને વિશેષથી વિભાગ કરાય છે.
ત્યાં સામાન્યથી ઋષતિ ગચ્છતિ પરમપદને=પરમપદને જે પ્રાપ્ત કરે તે ઋષભ. “વાલો' (શ્રી સિ. ૮-૧-૧૩૧) એ પ્રમાણે ‘ઉત્ત્વ'માં સદં=ઋષભ' બન્યો. વૃષભ' એ પણ દુખાગ્નિથી દગ્ધ એવા જગતને દેશવાજલથી વર્ષે છે સિંચન કરે છે. એ પ્રમાણે આનો વૃષભ' શબ્દનો અવર્થ છે. “વૃvમે વા વા' (શ્રી સિ. ૮-૧-૧૩૨) એ પ્રકારે ‘a'કારથી કતરૂત્વે આનો પણ સદ થાય છે. વળી વિશેષથી ઊરુ ઉપર જંઘા ઉપર, વૃષભનું લાંછન ભગવાનને હતું. અને માતા વડે ચૌદ સ્વપ્નોમાં પ્રથમ ઋષભ જોવાયો. તેથી ઋષભ અથવા વૃષભ એ પ્રમાણે નામ કરાયું. ૧II
પરિષહાદિ વડે અલિજિત છે એથી અજિત છે. અને ગર્ભમાં ભગવાન હોતે છતે માતા ચૂતમાં રાજા વડે ન જિતાઈ એથી અજિત છે. II
સંભવે છે. પ્રકર્ષથી થાય છે ચોત્રીસ (૩૪) અતિશયના ગુણો આમાં એ સંભવ. આ=સંભવનાથ ભગવાન, સ્તુતિ કરાવે છતે શમનું સુખ થાય છે એ સંભવ. ત્યાં='સંભવ' શબ્દમાં ‘શષોઃ સઃ' (શ્રી સિ. ૮-૧-૨૬૦) એ પ્રકારે સત્વમાં સંભવ છે. અને આ ગર્ભમાં આવે છd=સંભવનાથ ભગવાન માતાના ગર્ભમાં આવે છતે, અધિકસભ્ય સંભવ થવાથી સંભવ છે અધિક ધાન્ય ઉત્પન્ન થવાથી સંભવ છે. II.
દેવેન્દ્ર આદિ વડે અભિનંદન કરાય છે એ અભિનંદન અને ગર્ભથી માંડીને સતત ઈન્દ્ર વડે અભિનંદન કરાયા હોવાથી અભિનંદન. llઝા
સુશોભન મતિ છે અને એ સુમતિ. અને ગર્ભસ્થ ભગવાન હોતે છતે માતાને સુનિશ્ચિત મતિ થઈ એથી સુમતિ. Ifપા
નિષ્પકતાને અંગીકાર કરીને પદ્મની જેમ પ્રભા છે જેને એ પદ્મપ્રભ. અને પદ્મના શયનનો દોહલો માતાનો દેવતાથી પુરાયો એથી અને પદ્મવર્ણવાળા ભગવાન હતા એથી પદ્મપ્રભ. is
શોભન પાર્શ્વ છે અને તે સુપાર્શ્વ અર્થાત્ સુંદર સર્વ બાજુઓ છે જેમને એ સુપાર્શ્વ. અને ગર્ભસ્થ ભગવાન હોતે છતે માતા પણ સુંદર પાસાવાળાં થયાં માટે સુપાર્શ્વ. IIકા
ચંદ્રના જેવી પ્રભા=જ્યોત્સા=સૌમ્ય લેગ્યા વિશેષ છે આને એ ચંદ્રપ્રભા અને દેવીને=ભગવાનની