________________
૧૬૬
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ માતાને, ચંદ્રપાતનો દોહલો થયેલો અને ભગવાન ચંદ્રસમાન વર્ણવાળા હતા એથી ચંદ્રપ્રભ. Iટ
શોભતવિધિસર્વત્ર કૌશલ્ય છે અને તે સુવિધિ. અને ગર્ભસ્થ ભગવાન હોતે છતે માતા પણ આવા પ્રકારનાં થયાં=સર્વત્ર કુશલ થયાં એથી સુવિધિ. પુષ્પની કળી જેવા મનોહર દાંત હોવાથી પુષ્પદંત એ પ્રમાણે બીજું નામ છે. ૧૯
બધા જીવોના સંતાપને હરણ કરનાર હોવાથી શીતલ=ભગવાન શીતલ છે અને ગર્ભસ્થ ભગવાન હોતે છતે પિતાને પૂર્વમાં ઉત્પન્ન થયેલ અચિકિત્સ એવો પિત્તનો દાહ–અસાધ્ય એવો દાહ માતાના હાથના સ્પર્શથી ઉપશાંત થયો એથી શીતલ. ૧૦
સકલ ભવનનું પણ પ્રશસ્યતમપણું હોવાને કારણે શ્રેયને કરનારા હોવાથી શ્રેયાંસનાથ. શ્રેયને કરનારા બે અવંસ છે આમને એ શ્રેયાંસ અને ગર્ભસ્થ ભગવાન હોતે છતે કોઈના વડે પણ પૂર્વમાં અનાક્રાંત એવી દેવાધિષ્ઠિત શય્યા માતા વડે આક્રાંત કરાઈ એથી શ્રેય થયું. માટે શ્રેયાંસ ભગવાનનું નામ શ્રેયાંસનાથ કરાયું. ૧૧
વસુઓ દેવ વિશેષ છે=ઈન્દ્રો છે. તેઓને પૂજ્ય વસુપૂજ્ય. પ્રસારિત્યાગ (શ્રી સિ. પ્રજ્ઞાોિડનું ૭-૨-૧૬૫) વ્યાકરણના સૂત્રથી વાસુપૂજ્ય અને ગર્ભસ્થ ભગવાન હોતે છતે વસુ-સુવર્ણ તેનાથી ઇન્દ્રોએ રાજકુલની પૂજા કરી. માટે વાસુપૂજ્ય અથવા વસુપૂજ્ય રાજાનો આકપુત્ર, એ વાસુપૂજ્ય. ૧રા
વિગત મલ છે જેમને તે વિમલ અથવા વિમલ છે જ્ઞાનાદિ આને એ વિમલ અને ગર્ભસ્થ ભગવાન હોતે છતે માતાની મતિ અને માતાનું શરીર વિમલ થયું એથી વિમલ. ll૧૩
અનંત કમલા અંશોને જય કરે છે=અનંતકાળથી આત્મા પર વર્તતા કર્મના અંશોનો જેમણે જય કરે છે એવા અથવા અનંતજ્ઞાનાદિથી શોભે છે એ અનંતજિત્ અને ગર્ભસ્થ ભગવાન હોતે છતે માતા વડે અનંત રત્નનો દાબડો જોવાયો અને ત્રણ ભુવનમાં પણ જય પામે છે. એથી અનંતજિતું. ભીમોભીમસેન એ ચાયથી “અનંતજિનું “અનંત’ થયું. ૧૪
દુર્ગતિમાં પડતા જીવોના સમૂહને ધારણ કરે છે એ ધર્મ. અને ગર્ભસ્થ ભગવાન હોતે છતે માતા દાનાદિ ધર્મપરાયણવાળાં થયાં એથી ધર્મ. ll૧પણા
શાંતિના યોગથી તદાત્મકપણું હોવાથી અથવા તત્કતૃપણું હોવાથી શાંતિનાથ ભગવાન અને ગર્ભસ્થ ભગવાન પોતે છતે પૂર્વ ઉત્પન્ન અશિવની શાંતિ થઈ–ઉપદ્રવની શાંતિ થઈ એથી શાંતિનાથ નામ પડ્યું. ll૧૬
કુ=પૃથ્વી, તેમાં સ્થિતિવાળા એ પ્રકારની વ્યુત્પત્તિથી કુંથુ અને ગર્ભસ્થ ભગવાન હોતે છતે માતાને રત્નોની રાશિ દેખાઈ એથી કુંથુ. ૧૭ના
તેની કુલની, અભિવૃદ્ધિ માટે સર્વોત્તમ મહાસત્વકુલમાં ઉત્પન્ન થાય છે આ વૃદ્ધ વડે અર કહેવાયા. એ પ્રકારના વચનથી ‘અર છે અને ગર્ભસ્થ ભગવાન હોતે છતે માતા વડે સ્વપ્નમાં રત્નત્રય અર જેવાયો. એથી અરનાથ ભગવાન એ