________________
ધર્મસંગ્રહ ભાગ-૪/ દ્વિતીય અધિકાર | શ્લોક-૧
૧૬૭ પરિષહાદિ મલ્લને જીતનાર હોવાથી એ પ્રકારની વ્યુત્પત્તિથી મલ્લિ અને ગર્ભસ્થ ભગવાન હોતે છતે માતાનો સુગંધી કુસુમોની માળાની શયામાં સૂવાનો દોહલો દેવતા વડે પુરાયો એથી મલ્લિ. ૧૯
જગતની ત્રિકાલઅવસ્થા માને છે= યથાર્થ મનન કરે છે તે મુનિ. “મનેતો વાસ્થ વા' (શ્રી સિ. ૩વિસૂ. ૬૧૨) એ પ્રકારના ‘રૂ પ્રત્યયમાં ઉપાંતનું ‘ઉત્વ' છે. શોભન વ્રતો છે આમને એ સુવ્રત. મુનિ એવા સુવ્રત એ મુનિસુવ્રત. અને ગર્ભસ્થ ભગવાન હોતે છતે માતા મુનિની જેમ સુવ્રતવાળી થઈ એથી મુનિસુવ્રત. n૨૦|
પરિષહ-ઉપસર્ગાદિને નમાવનાર હોવાથી તમિનાથ’ નામ પડ્યું. “નમેતુ વા' એ સૂત્રથી વિકલ્પ વડે ઉપાસ્ય “રૂ'કારના અભાવ પક્ષમાં નમઃ અને ગર્ભસ્થ ભગવાન હોતે છતે પરચક્રના રાજાઓ વડે પણ નમન કરાયા=ભગવાનના પિતા તમન કરાયા એથી તમિ. પરના
ધર્મચક્રની નેમિના જેવા નેમિ=ધર્મચક્રની ધરી જેવા તેમિ અને ગર્ભસ્થ ભગવાન હોતે છતે માતા વડે રિષ્ટ રત્નમય મહાનેમિ જોવાયો. એથી રિષ્ટનેમિ અપશ્ચમાદિ શબ્દની જેમ તાપૂર્વપણામાં અરિષ્ટનેમિ. ૨૨ાા
સર્વ ભાવોને જુએ છે એ વ્યુત્પત્તિથી પાર્શ્વ. અને ગર્ભસ્થ ભગવાન હોતે છતે શય્યામાં રહેલાં માતા વડે રાત્રિના અંધકારમાં સર્પ જોવાયો. એથી ગર્ભનો આ અનુભાવ છે=ગર્ભનું આ કાર્ય છે, એ પ્રમાણે માનીને, જુએ છે' એ પાર્શ્વ. વૈયાવૃત્ય કરનાર પાર્શ્વ છે આમને તેના નાથ પાર્શ્વનાથ=વૈયાવૃત્ય કરનાર પાર્શ્વ યક્ષ છે આમને તેના નાથ પાર્શ્વનાથ. ભીમો ભીમસેન એથી પાર્શ્વ. પુરા
ઉત્પત્તિથી માંડીને=જન્મથી માંડીને જ્ઞાનાદિથી વધે છે એથી વર્ધમાન અને ગર્ભસ્થ ભગવાન હોતે છતે જ્ઞાનકુલ ધનધાત્યાદિથી વધે છે એથી વર્ધમાન. ર૪ો વિશેષ નામના અર્થતી સંગ્રાહિકા ભદ્રબાહુસ્વામીથી પ્રણીત ગાથાઓ ટીકામાં આપેલ છે. કીર્તન કરીને ચોવીશ તીર્થકરોનાં નામનું કીર્તન કરીને ચિત્તશુદ્ધિ માટે પ્રણિધાનને કહે છે –
આ રીતે મારા વડે અભિપ્રુતસ્તુતિ કરાયેલા, રજમલથી રહિત, પ્રક્ષીણ થયેલા જરા-મરણવાળા ચોવીશ પણ જિનવરો, તીર્થકરો મારા ઉપર પ્રસન્ન થાઓ.
આ રીતે-પૂર્વમાં ‘ઉસભ મજિયં ચ વંદે...' ઈત્યાદિ કર્યું. એ પ્રકારની અનંતર કહેવાયેલી વિધિ વડે, મારા વડે અભિષ્ટત=અભિમુખભાવથી સ્વનામ વડે સ્તુતિ કરાયેલા-તીર્થંકરના નામ વડે કીર્તન કરાયેલા કેવા તે છે? કેવા તીર્થકરો છે ? એ કહે છે. વિધૂત રજમલવાળા છે=રજ અને મલ રજમલ. વિધૂત કરી છે પ્રકમ્પિત કરાઈ છે જેઓ વડે, અનેકાર્થપણું હોવાથી અપનયત કરાઈ છે રજમલ જેમના વડે, તે વિધૂત રજમલવાળા છે અને બધ્યમાન કર્મ રજ છે. વળી પૂર્વબદ્ધ મલ છે. અર્થાત્ વર્તમાનમાં બંધાતું કર્મ રજ છે અને પૂર્વમાં બાંધેલું કર્મ મલ છે. અથવા બદ્ધ કર્મ રજ છે, નિકાચિતકર્મ મલ છે. અથવા ઈર્યાપથ કર્મ રજ છે, સામ્પરાયિક કર્મ મલ છે. અને જે કારણથી આવા પ્રકારના છે= ભગવાન રજમલથી રહિત છે. આથી જ પ્રક્ષીણ જરા-મરણવાળા છે; કેમ કે કારણનો અભાવ