________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧ છે=જરા-મરણના કારણરૂપ રજ અને મલનો અભાવ છે. ચોવીશ પણ જિનવરો ‘પિ' શબ્દથી અન્ય પણ જિનવરો=શ્રુતાદિ જિનોથી પ્રકૃષ્ટ એવા જિનવરો અને તે તીર્થંકરો છે. તીર્થંકરોનો અર્થ પૂર્વની જેમ છે. મને શું ?=તીર્થંકરો મારા પર શું ? પ્રસાદ કરો-પ્રસાદલ થાઓ અને વીતરાગપણું હોવાથી તેઓ જોકે સ્તુતિ કરાયેલા તોષને અને નિંદા કરાયેલા દ્વેષને પામતા નથી, તોપણ સ્તુતિ કરનાર સ્તુતિના ફળને અને નિંદક નિંદાના ફળને પ્રાપ્ત કરે જ છે. જે પ્રમાણે ચિંતામણિ રત્નનો આરાધક અને મંત્રાદિનો આરાધક તેના ફળને પ્રાપ્ત કરે છે. જે કારણથી વીતરાગસ્તોત્રમાં શ્રી હેમસૂરીશ્વરજી વડે કહેવાયું છે.
૧૬૮
“અપ્રસન્ન એવા ભગવાનથી=પ્રસન્ન નથી થતા એવા ભગવાનથી, ફલ કેવી રીતે પ્રાપ્ય છે ? એ અસંગત છે. ચિંતામણિ આદિ શું અચેતન પણ ફળતા નથી ?” અર્થાત્ ફળ આપે જ છે. (વીતરાગસ્તોત્ર-૧૯-૩)
‘ગ્રંથ'થી શંકા કરે છે. જો ભગવાન પ્રસાદ કરતા નથી તો ‘પ્રસાદ કરો' એ પ્રમાણે વૃથા પ્રલાપથી શું ? તેને ગ્રંથકારશ્રી કહે છે. એ પ્રમાણે ન કહેવું; કેમ કે ભક્તિના અતિશયથી આ પ્રમાણે કહેવા છતાં પણ દોષ નથી. જેને કહે છે
“ક્ષીણ ક્લેશવાળા આ=ભગવાન, પ્રસાદ કરતા નથી. સ્તવ પણ વૃથા નથી; કેમ કે તેના=ભગવાનના, સ્તવના ભાવથી થનારી વિશુદ્ધિનું પ્રયોજન કર્મવિગમ છે.”
અને
“કીર્તન કરાયેલા, વંદન કરાયેલા, પૂજન કરાયેલા જે આ લોકના ઉત્તમસિદ્ધો છે. તેઓ આરોગ્ય-બોધિલાભ, ઉત્તમસમાધિ આપો.”
કીર્તન કરાયેલા=પોતાના નામો વડે કહેવાયેલા=તીર્થંકરોનાં નામો વડે કહેવાયેલા, વંદન કરાયેલા=ત્રિવિધ યોગથી સમ્યક્ સ્તુતિ કરાયેલા, મહિતા=પુષ્પાદિથી પૂજન કરાયેલા. ‘મગ’ એ પાઠાંતર છે. ત્યાં મા=મારા વડે એ પ્રમાણે અર્થ કરવો. આ કોણ છે ?=કીર્તન કરાયેલા, વંદન કરાયેલા આ કોણ છે ? એથી કહે છે. જે આ લોકના=પ્રાણીવર્ગના, કર્મમલના કલંકના અભાવને કારણે ઉત્તમ=પ્રકૃષ્ટ સિદ્ધો છે=સર્વ પ્રયોજન સિદ્ધ થયાં છે એવા કૃતકૃત્યો છે. એ પ્રમાણે અર્થ છે. અરોગનો ભાવ આરોગ્ય=સિદ્ધપણું. તેના માટે બોધિલાભ=આરોગ્ય માટે બોધિલાભ=અર્હત્ત્પ્રણીત ધર્મની પ્રાપ્તિ, આરોગ્યબોધિલાભ છે. નિદાન વગરનો તે=બોધિલાભ મોક્ષ માટે જ થાય છે તે અને તેના માટેમોક્ષ માટે સમાધિ વર=શ્રેષ્ઠ સમાધિ=પરમ સ્વાસ્થ્યરૂપ ભાવસમાધિ. આ પણ=ભાવસમાધિ પણ, તારતમ્યના ભેદથી અનેક પ્રકારની જ છે આથી કહે છે. ઉત્તમ=સર્વોત્કૃષ્ટ સમાધિને આપો. અને આ=સર્વોત્કૃષ્ટ સમાધિ આપો એ ભક્તિ વડે કહેવાય છે. જે કારણથી કહેવાયું છે.
“ભાષા અસત્યામૃષા છે. કેવલ ભક્તિથી આ બોલાઈ છે. ક્ષીણ રાગ-દ્વેષવાળા ભગવાન સમાધિ અને બોધિ આપતા નથી.” (આવશ્યકનિર્યુક્તિ-૧૧૦૮)
અને