________________
૧૫૬
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧
વધતી જતી મેધાપૂર્વક હું કાઉસ્સગ્ન કરું છું. આ પ્રકારે પ્રતિસંધાન કરીને શ્રાવક પ્રસ્તુત સૂત્રથી સૂત્રનો હાર્દને સ્પર્શે તેવા શ્રુતજ્ઞાનના ક્ષયોપશમની વૃદ્ધિ કરવા પ્રયત્ન કરે છે. તેથી શ્રુતના રહસ્યને પ્રાપ્ત કરે તેવી નિર્મળ મેધાપૂર્વક પ્રસ્તુત કાયોત્સર્ગ કરીને પ્રાજ્ઞ એવા શ્રાવક ઘણા શાસ્ત્રના અધ્યયનથી પણ સ્કૂલબુદ્ધિવાળા, જીવો જે રહસ્યને પ્રાપ્ત કરી શકતા નથી તેવા રહસ્યને પ્રસ્તુત સૂત્રના પ્રતિસંધાનપૂર્વક કરાયેલા કાયોત્સર્ગથી પ્રાપ્ત કરે છે જે વધતી જતી મેધા સ્વરૂપ છે.
વળી, શ્રાવક પ્રસ્તુત કાયોત્સર્ગ વધતી જતી ધૃતિપૂર્વક કરે છે. અર્થાત્ મનની સમાધિરૂપ ધૃતિપૂર્વક કરે છે. જેથી ભગવાનના ગુણો પ્રત્યેના રાગની વૃદ્ધિને અનુકૂળ ચિત્ત સમાધિપૂર્વક પ્રવર્તે. જો ચિત્ત રાગાદિ આકુળ હોય તો પ્રસ્તુત કાયોત્સર્ગ દ્વારા વંદન-પૂજન-સત્કાર-સન્માનના ફળરૂપે જે વીતરાગના રાગને અતિશયિત કરવાનો અભિલાષ છે તે થઈ શકે નહિ. માટે શ્રાવક પ્રતિસંધાન કરે છે કે હું રાગાદિ આકુળતાથી કાઉસ્સગ્ન કરતો નથી. પરંતુ મને સમાધાન પામેલું છે કે આ કાયોત્સર્ગથી જ હું વીતરાગતાની પ્રાપ્તિ કરીને મોક્ષ સ્વરૂપ ફળની પ્રાપ્તિ કરીશ, તેથી તે પ્રકારની મનસમાધિરૂપ વધતી જતી વૃતિથી શ્રાવક કાઉસ્સગ્ન કરે છે.
તે રીતે વધતી જતી ધારણાથી શ્રાવક કાઉસ્સગ્ન કરે છે. વળી શ્રાવક કયા પ્રકારની વધતી જતી ધારણાથી કાઉસ્સગ્ન કરે છે ? તેથી કહે છે – અરિહંતના અસંગભાવની પરાકાષ્ટારૂપ વીતરાગતાના ગુણના અવિસ્મરણરૂપ વધતી જતી ધારણાથી કાયોત્સર્ગ કરે છે. જેમ કોઈ વસ્તુના લાભનો અર્થી જીવ તે લાભને લક્ષ્ય કરીને પ્રવૃત્તિ કરતો હોય ત્યારે તે લાભનું તેને અવિસ્મરણ હોય છે. તેથી તેને અનુરૂપ તે પ્રવૃત્તિ કરે છે. તેમ પ્રસ્તુત સૂત્ર દ્વારા વીતરાગતાની પ્રાપ્તિનો અર્થી જીવ વીતરાગ પ્રત્યેના રાગની વૃદ્ધિ કરીને પોતાનામાં વર્તતી અસંગભાવની શક્તિને પ્રગટ કરવા માટે વીતરાગના ગુણોના અવિસ્મરણપૂર્વક તેમના પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય તે પ્રકારે કાયોત્સર્ગ કરે છે, તે વધતી જતી ધારણાથી કાયોત્સર્ગ છે.
વળી, શ્રાવક વધતી જતી અનુપ્રેક્ષાથી કાયોત્સર્ગ કરે છે. અર્થાતુ વારંવાર તે રીતે અરિહંતના ગુણોના સ્મરણપૂર્વક કાઉસ્સગ્ન કરે છે કે જેથી અરિહંત તુલ્ય થવાને અનુકૂળ અસંગશક્તિ પોતાનામાં સતત વૃદ્ધિ પામે; કેમ કે વીતરાગ સર્વથા ભાવથી અસંગપરિણતિવાળા છે. જેથી બાહ્યથી દેહાદિનો સંગ હોવા છતાં કોઈ પદાર્થ પ્રત્યે લેશથી સંગ ન પામે તેવા નિર્લેપ પરિણતિવાળા છે. અને શ્રાવકને પણ વીતરાગ આવા સ્વરૂપવાળા જ સ્મૃતિમાં છે. અને તેઓની ભક્તિ કરી પોતાને પણ તેમના તુલ્ય પરિણતિવાળા થવું છે અને તેવી પરિણતિ પોતાના આત્મામાં પ્રગટ થાય તેને અનુરૂપ વધતી જતી અનુપ્રેક્ષાના પરિણામ શ્રાવકના ચિત્તમાં સતત વર્તે છે. અર્થાત્ તે રીતે અનુપ્રેક્ષણ કરે છે કે જે રીતે વીતરાગની આસ-આસન્નતર થતું ચિત્ત ક્ષપકશ્રેણીને અનુકૂળ બલસંચયવાળું બને. જેથી ક્ષપકશ્રેણી માંડીને ભગવાન વીતરાગ થયા તેમ ક્ષપકશ્રેણીને અનુકૂળ અનુપ્રેક્ષણથી શ્રાવક વીતરાગતાનું બળસંચય કરે છે. આ રીતે પ્રતિસંધાન કર્યા પછી શ્રાવક કહે છે કે હું કાઉસ્સગ્નમાં સ્થિર થાઉં છું. અર્થાત્ સ્થાન-મન-ધ્યાન સિવાય અન્ય સર્વ પ્રવૃત્તિનો ત્યાગ કરું છું.
અહીં પ્રશ્ન થાય કે સાધુ અને શ્રાવકને બોધિલાભની પ્રાપ્તિ છે અને બોધિલાભ અવશ્ય મોક્ષની પ્રાપ્તિ કરાવશે. તેથી સાધુ અને શ્રાવક બોધિલાભની પ્રાપ્તિના અર્થે કાઉસ્સગ્ન કેમ કરે છે ? અર્થાતુ જે પ્રાપ્ત ન